Budh Gochar 2026: રાહુના નક્ષત્રમાં બુધનો પ્રવેશ, મેષ સહિત 6 રાશિઓ પર થશે ધનનો વરસાદ, આર્થિક સ્થિતિ મજબૂત થશે
Budh Nakshatra Parivartan: ઓક્ટોબર મહિનાની શરુઆત બુધ ગ્રહના ગોચર સાથે થઈ છે. 1 ઓક્ટોબરે બુધ ગ્રહ એ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સ્વાતિ નક્ષત્ર રાહુનું નક્ષત્ર છે. બુધ ગ્રહના ઓક્ટોબર મહિનાના ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થવાનો છે ચાલો જાણીએ.
Budh Nakshatra Parivartan: બુધ ગ્રહ વ્યક્તિની બુદ્ધિ, સંવાદ, આર્થિક સ્થિતિ, બચતને અસર કરે છે. જ્યારે પણ બુધ ગ્રહ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ વ્યક્તિના જીવનના આ ક્ષેત્રો પર જોવા મળે છે. આ પ્રભાવ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે. 1 ઓક્ટોબર 2026 થી બુધ ગ્રહનો પ્રવેશ રાહુના નક્ષત્રમાં થઈ ગયો છે. જ્યોતિષ ગણના અનુસાર રાહુના નક્ષત્રમાં બુધનું ગોચર 6 રાશિના લોકો માટે સારામાં સારો સમય લાવશે. આ 6 લકી રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ
બુધ ગ્રહનો પ્રવેશ 1 ઓક્ટોબરથી સ્વાતિ નક્ષત્રમાં થયો છે. સ્વાતિ નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. રાહુ આમ તો પાપી ગ્રહ કહેવાય છે પણ તેના નક્ષત્રમાં બુધનું ગોચર મેષ, વૃષભ, મિથુન સહિતની 6 રાશિઓ માટે અત્યંત શુભ અને ફળદાયી રહી શકે છે તેવું જ્યોતિષ ગણના પરથી કહી શકાય છે. તો ચાલો જાણીએ ઓક્ટોબર મહિનામાં બુધ ગ્રહ કઈ રાશિઓને લકી રાશિ બનાવશે.
મેષ રાશિ
સ્વાતિ નક્ષત્રમાં બુધ ગ્રહનો પ્રવેશ મેષ રાશિના જાતકોની આવક વધારી શકે છે. અટકેલું ધન પરત મળવાની સંભાવના વધી શકે છે. અચાનક ધન લાભ થવાની સંભાવના, આવકના સ્ત્રોત વધી શકે છે. બોદ્ધિક ક્ષમતામાં વધારો થઈ શકે.
વૃષભ રાશિ
નોકરી અને વેપારમાં સફળતા મળી શકે છે. કામની કદર અને વખાણ થશે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સહયોગ પુરો પાડશે. નોકરીમાં પદ વધી શકે છે. વેપારીઓને મોટી ડીલથી ધનલાભ થવાની પ્રબળ સંભાવના.
મિથુન રાશિ
બુધ ગ્રહનું ઓક્ટોબર મહિનાનું ગોચર મિથુન રાશિ માટે સૌથી વધુ લાભકારી સિદ્ધ થઈ શકે તેવી સંભાવના છે. વિદેશ સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. ઘરમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. અટકેલું ધન પરત મળી શકે. યાત્રા લાભકારી સિદ્ધ થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને વેપારમાં બુધ લાભ કરાવી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા વધશે. રોકાણ કરવા માટે સારો સમય સાબિત થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં પરિસ્થિતઓ અનુકૂળ થતી જણાય છે. જીવનસાથીનો સહયોગ મળશે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે બુધનું ગોચર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી રાહત આપનાર હશે. અચાનક ધન લાભ થઈ શકે છે. કરજ ઉતારવા માટે યોગ્ય સમય. કોર્ટ કેસની બાબતોમાં નિર્ણય આવી શકે છે. વ્યક્તિત્વમાં પ્રભાવ વધશે. આકર્ષણમાં વધારો થશે.
કુંભ રાશિ
રાહુના નક્ષત્રમાં બુધનો પ્રવેશ વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં આ સમય દરમિયાન વધારો થઈ શકે. માન-સન્માનમાં વધારો થાય તેવા કાર્ય થવાની શક્યતા. કાર્યમાં સફળતા મળવાની સંભાવના. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)