SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભાડાના ઘરમાં રહેતા લોકો માટે 4 સરળ વાસ્તુ ઉપાય, તોડફોડ વિના ઘરમાંથી દોષ દુર કરવાનો રસ્તો

ભાડાના ઘરમાં રહેતા લોકો જો પોતાના ઘરના વાસ્તુ દોષને દુર કરવા માંગતા હોય તો તેઓ 4 સરળ ઉપાય અપનાવી શકે છે. આ ઉપાયોની મદદથી તોડફોડ વિના કે ઘરમાં મોટા ફેરફાર વિના ઘરમાં સુખ-શાંતિ વધી શકે છે.

Written By Krupa Shah
Published: Nov 23, 2026, 14:42 IST | Updated: Nov 23, 2026, 14:48 IST
Join

આજે પણ અનેક લોકો એવા છે જેઓ ભાડાના ઘરમાં રહેતા હોય. આર્થિક સ્થિતિ કે પછી નોકરી કે વ્યવસાયના કારણે તેમને ભાડાના ઘરમાં રહેવું પડતું હોય છે. ઘર ભાડાનું હોય કે પોતાનું ઘરમાં જો વાસ્તુદોષ હોય તો તે ઘરમાં રહેતા લોકોને તેની અસર થાય છે. જોકે ઘર ભાડાનું હોય તો ઘરમાં મોટા ફેરફાર કે પછી તોડફોડ કરાવી શકાતી નથી. આવી સ્થિતિમાં શું કરવું તેનો જવાબ વાસ્તુશાસ્ત્રમાં આપેલો છે. વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક સરળ ઉપાયો જણાવેલા છે જેને અપનાવીને ઘરના વાસ્તુદોષની અસરથી રાહત મળી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક સરળ કામ છે જેને ઘરમાં કરવાથી વાસ્તુદોષના કારણે વધેલી નકારાત્મક ઊર્જાને બેલેન્સ કરી શકાય છે. આ ઉપાયો કરવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે તોડફોડ કરવી પડતી નથી એટલે આ ઉપાયો એવા લોકો માટે પરફેક્ટ છે જેઓ ભાડાના ઘરમાં રહેતા હોય. ભાડાના ઘરમાં પણ જો વાસ્તુદોષ હોય તો તેની અસર ના કારણે ઘરમાં આર્થિક સમસ્યાઓ જીવનમાં રહે છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કયા ઉપાય અપનાવવા ચાલો જાણીએ.

મીઠું અને ફટકડી

જો તમે ભાડાના ઘરમાં રહો છો અને તમને લાગે છે કે ઘરમાં કોઈ વાસ્તુદોષ છે અને તેના કારણે તમારો જીવનમાં પણ સમસ્યાઓ વધી રહી છે તો રોજ ઘરમાં પોતા કરવાના પાણીમાં મીઠું અને ફટકડી બંને ઉમેરી પોતા કરો. પોતુ કરવાના પાણીમાં સામાન્ય રીતે મીઠું ઉમેરવામાં આવે છે પરંતુ જો તમે મીઠાની સાથે ફટકડીનો પાવડર પણ ઉમેરશો તો તેનાથી ધીરે ધીરે નકારાત્મકતા ઓછી થતી જણાશે.. આ સિવાય કાચની વાટકીમાં થોડું મીઠું અને ફટકડીનો ટુકડો રાખી ઘરના દરેક રૂમમાં પણ રાખી શકો છો.

ઈશાન ખૂણામાં રાખો મંદિર

ભાડાના ઘરમાં જો પોઝિટિવ એનર્જી વધારવી હોય તો ઘરમાં જ્યાં ઈશાન ખૂણો હોય ત્યાં જ મંદિર બનાવો અથવા તો મંદિર રાખો. ઈશાન ખૂણો દેવી-દેવતાઓનું નિવાસ સ્થાન ગણાય છે જો તમે ઘરના ઈશાન ખૂણામાં જ મંદિર રાખશો અને રોજ પૂજા પાઠ કરશો તો ઘરમાં પોઝિટિવ એનર્જી વધશે.

દિવાલ અને પડદાના રંગ

જો તમે ભાડાના ઘરમાં રહેતા હોય અને તમારે ઘરમાં દિવાલના રંગ અને પડદા જાતે કરવાના હોય તો દિવાલ અને પડદા માટે લાઈટ રંગ પસંદ કરજો.. દિવાલ ઉપર લાઈટ ક્રીમ, સફેદ રંગ લગાવવો શુભ રહે છે. તેવી જ રીતે પડદાના રંગ પણ લાઈટ રંગના પસંદ કરવા. ડાર્ક રંગ નેગેટિવ એનર્જીને વધારે છે.

ઘરનો મુખ્ય દરવાજો

ભાડાના ઘરમાં ઘરના મુખ્ય દરવાજામાં કોઈ ફેરફાર કરી શકાતા નથી પરંતુ વાસ્તુ અનુસાર ભાડાના ઘરમાં પણ મુખ્ય દરવાજાની સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. મુખ્ય દરવાજાની સામે સ્વચ્છતા રાખવી અને મુખ્ય દરવાજાની બંને તરફ સ્વસ્તિકનું નિશાન બનાવવું. આ સિવાય રોજ સાંજે ઘરના મુખ્ય દ્વાર પાસે ઘીનો દીવો કરવો.. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે અને નેગેટિવ એનર્જી ઓછી થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES