Dhanteras 2026 : આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે છે અને આ દિવસે તુલા રાશિમાં શુક્રની હાજરી માલવ્ય રાજયોગનું સર્જન કરશે. માલવ્ય રાજયોગને પંચ મહાપુરુષ રાજયોગો પૈકીનો એક માનવામાં આવે છે. ત્યારે ધનતેરસના દિવસે ગ્રહોના આ શુભ સંયોગથી કઈ રાશિઓને લાભ થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
માલવ્ય રાજયોગના કારણે કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે, તેના વિશે લેખમાં જાણીશું.
1/6
માલવ્ય રાજયોગ
Dhanteras 2026 : ધનતેરસના દિવસે શુક્ર ગ્રહ તુલા રાશિમાં માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર તુલા રાશિનો સ્વામી છે અને આ રાશિમાં તેનું આગમન માલવ્ય રાજયોગને જન્મ આપે છે, જે પંચ મહાપુરુષ રાજયોગો પૈકીનો એક છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને સંપત્તિ, સુખ-સુવિધાઓ, સમૃદ્ધિ અને વૈભવ સાથે જોડાયેલ છે.
2/6
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે માલવ્ય રાજયોગ અત્યંત શુભ માનવામાં આવે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકો માટે પણ નવી તકો ઊભી થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખૂલવાના અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો છે.
3/6
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન સુખ-સુવિધાઓ અને ભૌતિક સુખમાં વધારો સૂચવે છે. દાંપત્ય જીવન વધુ સુમેળભર્યું બની શકે છે અને તમને તમારા જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. જેઓ વ્યવસાયિક ભાગીદારીમાં જોડાયેલા છે તેમને લાભની નવી તકો મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.
4/6
મકર રાશિ
મકર રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં આગળ વધવાની તકો મળી શકે છે. વ્યાવસાયિક વિકાસની પ્રબળ શક્યતાઓ છે અને વ્યવસાયના વિસ્તરણની યોજનાઓ આગળ વધી શકે છે. આવકમાં વધારો થવાથી સુખ-સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાની ક્ષમતા વધશે. પરિવારમાં સુમેળભર્યું અને આનંદમય વાતાવરણ રહેશે.
5/6
કન્યા રાશિ
કન્યા રાશિના વ્યક્તિઓ માટે આ સમયગાળો આર્થિક બાબતોની દ્રષ્ટિએ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમને અચાનક આર્થિક લાભ થવાની તકો મળી શકે છે અને તમારી આવકના સ્ત્રોતોમાં વિસ્તરણ થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે.
6/6
Disclaimer
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.