• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આજથી આ 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ! ગુરુ-શુક્રનો ષટકોણ યોગ એક્ટિવ થતા જ ગોલ્ડન પીરિયડ શરૂ થશે

આજથી આ 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ! ગુરુ-શુક્રનો ષટકોણ યોગ એક્ટિવ થતા જ ગોલ્ડન પીરિયડ શરૂ થશે

Written ByViral Raval
Published: Nov 28, 2026, 09:08 IST|Updated: Nov 28, 2026, 09:13 IST
joinshare
દેવગુરુ બૃહસ્પતિ અને ધન-વૈભવના દાતા શુક્ર વચ્ચે આજે ષટકોણ યોગ બની રહ્યો છે. આ યોગ જ્યોતિષ શાસ્ત્રમાં શુભ ગણાય છે અને તે કેટલીક રાશિઓને મબલક ફાયદો કરાવી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ કરિયર, ધન અને પ્રેમ મામલે લાભ કરાવી શકે છે. જ્યારે શુક્ર અને બૃહસ્પતિ એકબીજાથી 60 ડિગ્રીએ સ્થિત થાય ત્યારે જે યોગ બને તેને જ્યોતિષમાં ષટકોણ યોગ કહેવામાં આવે છે. 
 

ગુરુ-શુક્રનો ષટકોણ યોગ1/4

ગુરુ-શુક્રનો ષટકોણ યોગ

શુક્ર એ ધન, પ્રેમ અને સુખ સુવિધાઓના કારક ગણવામાં આવે છે જ્યારે બૃહસ્પતિને જ્ઞાન, ભાગ્ય અને પ્રગતિ સાથે જોડવામાં આવે છે. આવામાં આ બંને ગ્રહોની આ સ્થિતિ કેટલીક રાશિઓ માટે લકી સાબિત થઈ શકે છે. તેની અસર નોકરી, વેપાર, પ્રેમ જીવન અને આર્થિક મામલાઓ પર પડી શકે છે. પંચાંગ મુજબ આજે 28 નવેમ્બરની સાંજે 5.30 કલાકે શુક્ર અને દેવગુરુ બૃહસ્પતિ વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બનશે. જ્યોતિષમાં તેને ષટકોણ યોગ કે ષષ્ટમ દ્રષ્ટિના નામે ઓળખવામાં આવે છે. આ દરમિયાન શુક્ર તુલા રાશિમાં અને બૃહસ્પતિ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. અત્રે જણાવવાનું કે નવેમ્બરમાં આવું ત્રીજીવાર બનશે કે જ્યારે આ બંને ગ્રહો વચ્ચે આવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આ અગાઉ ઓગસ્ટના મધ્ય અને 4 નવેમ્બરે પણ શુક્ર અને ગુરુ વચ્ચે આ યોગ બન્યો છે.
મિથુન રાશિ2/4

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ સમય પ્રેમ અને પોતાની પ્રતિભા દેખાડવાની રીતે સારો રહેશે. જે લોકો અત્યાર સુધી સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. પહેલેથી ચાલતી વાતચીત સંબંધમાં ફેરવાઈ શકે છે. લેખન, કળા અને ક્રિએટીવ કામો સાથે સંકળાયેલા લોકોને પોતાની યોગ્યતા સાબિત કરવાનો સમય મળશે. કામના ખુબ વખાણ થશે. નવા રસ્તા પણ ખુલશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમે તમારા શોખ અને પસંદની વસ્તુઓ પર ખુલીને ખર્ચ કરશો. ધાર્મિક કામોમાં મન લાગશે અને પૂજા પાઠ તરફ વધુ વળશો.
તુલા રાશિ3/4

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પણ શુક્રનું પોતાની જ રાશિમાં હોવું શુભ ગણાય છે. આ જે સંયોગ બની રહ્યો છે તે તમને ફાયદો કરાવી શકે છે. નવા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. જમીન, મકાન કે સંપત્તિ સંલગ્ન મામલાઓમાં પણ રાહત મળી શકે છે. વેપાર કરનારાઓને પોતાના કામનો વિસ્તાર અને કમાણી વધવાની તક સારી મળશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. કોઈ નજીકની વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે.
ધનુ રાશિ4/4

ધનુ રાશિ

ધનુ રાશિવાળા માટે આ યોગ કરિયર અને પૈસાના મામલે સારી તક લઈને આવશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. પોતાનું કામ શરૂ કરવાની યોજના ઘડી રહેલા લોકોને આગળ વધવાની તક મળશે. જૂના વિવાદનો ઉકેલ નીકળવાથી પણ રાહત મળી શકે છે. જો કે પૈસાની લેવડદેવડ અને કાનૂની મામલાઓમાં સાવધાની રાખવી. કોઈ પણ દસ્તાવેજી કામમાં સારી રીતે વાંચ્યા વગર સહી ન કરવી. સમજી વિચારીને લેવાયેલો નિર્ણય તમને ફાયદો કરાવી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
astrology
Rashifal

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
પરિસીમન બાદ બદલાઈ જશે સીટોનું ગણિત, કયા રાજ્યને કેટલી સીટો મળશે, કયા રાજ્યની સીટો નહીં વધે?

પરિસીમન બાદ બદલાઈ જશે સીટોનું ગણિત, કયા રાજ્યને કેટલી સીટો મળશે, કયા રાજ્યની સીટો નહીં વધે?

2

ગોંડલમાં રક્તરંજિત રાત: ચુનારા શેરીમાં તેલના વેપારીની દુકાનમાં જ ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ

3

ભગવાન મુરુગનની જય, પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું, આજે પ્રગટાવવામાં આવશે કાર્તિગઈ દીપમ

4

સ્પેનના કૈનરીમાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 8 લોકોના ડુબી જવાથી મોત

5

મહિલા અનામત શરૂઆતમાં 15 વર્ષ માટે લાગુ પડશે, બેઠકો રોટેટ થશે-સાંસદોને મળી સીમાંકન બિલની કોપી, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.