Guru Gochar 2027: વર્ષ 2027મા દેવગુરૂ બૃહસ્પતિ ત્રણ વાર રાશિ પરિવર્તન કરશે.જ્યોતિષ અનુસાર ગુરૂની ચાલમાં ફેરફારથી કેટલીક રાશિઓના જીવનમાં પ્રગતિ, ધન લાભ અને નોકરીની નવી તક મળી શકે છે.
Guru Gochar 2027: જ્યોતિષમાં દેવગુરૂ બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે. તેમને જ્ઞાન, ધન,શિક્ષણ, લગ્ન અને ભાગ્યનો કારક પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ગુરૂની સ્થિતિથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ મળે છે. તેથી ગુરૂનું રાશિ પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2027મા પણ ગુરૂની ચાલમાં ફેરફાર થવાનો છે. તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. પરંતુ કેટલીક રાશિના જાતકોને નોકરી અને કારોબારમાં નવી તક મળી શકે છે. આવો જાણીએ વર્ષ 2027મા ગુરૂ ગોચર કઈ રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે.
1/6
2027મા ક્યારે-ક્યારે થશે ગુરૂનું રાશિ પરિવર્તન?
જ્યોતિષીય ગણનાઓ અનુસાર વર્ષ 2027મા દેવગુરૂ બૃહસ્પતિ ત્રણવાર પોતાની રાશિ અને ચાલમાં ફેરફાર કરશે. વર્ષની શરૂઆતમાં ગુરૂ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ જૂનમાં તેનું ગોચર સિંહ રાશિમાં થશે. નવેમ્બરમાં બૃહસ્પતિ ફરી રાશિ પરિવર્તન કરશે.
2/6
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2027 ખુબ સારૂ રહેવાનું છે. આ દરમિયાન વેપાર સાથે જોડાયેલા લોકોને ઘણી તક મળશે. કારોબારને આગળ વધારવા માટે નવા રસ્તા ખુલશે. કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જેનો સાથે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. આ સમયે તમે જે નવું કામ શરૂ કરશો, સમજી વિચારી નિર્ણય લેવો જરૂરી હશે. સાચી યોગનાની સાથે આગળ વધવા પર સારૂ પરિણામ મળશે.
3/6
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2027 નોકરી અને પૈસાના મામલામાં સારૂ રહેશે. લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નોકરી કરનારને નવી જવાબદારી કે મનપસંદ પદ મળી શકે છે. આ દરમિયાન તમારી કમાણીમાં વધારો થશે. અટવાયેલા કામ પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
4/6
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2027 આર્થિક મામલામાં સારૂ રહેવાનું છે. આ દરમિયાન કમાણીના નવા રસ્તા ખુલશે. તમારી આવકમાં વધારો થશે. પહેલાથી ચાલી રહેલી આર્થિક મુશ્કેલીમાં રાહત મળશે. નોકરી અને કારોબારમાં નવા પ્રયાસોનું સારૂ ફળ મળશે. પરંતુ પૈસાના મામલામાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. ખોટા ખર્ચાથી બચો. આવનાર સમયમાં આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.
5/6
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે નવા વર્ષ કરિયરમાં પ્રગતિ લાવશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. બોસની સાથે સીનિયર અધિકારીઓનો સહયોગ મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. આ દરમિયાન તમને નવી જવાબદારી કે આગળ વધવાની તક મળી શકે છે. આ સિવાય આવક વધારવાના નવા રસ્તા ખુલશે. પૈસાની સ્થિતિ પહેલાથી સારી થશે.
6/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને ગુરૂનું ગોચર સારૂ પરિણામ અપાવશે. નોકરી કરનાર જાતકોને મોટી જવાબદારી મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આ દરમિયાન તમારી મહેનતને ઓળખ મળશે. કારોબાર સાથે જોડયેલા લોકોને વિસ્તારની નવી તક મળશે. કોઈ નવા કામની શરૂઆત કરવા કે વેપારને આગળ વધારવા માટે સમય સારો રહેશે.