જ્યોતિષ શાસ્ત્રમાં વિષ યોગ એ પડકારજનક અને અશુભ યોગમાં ગણાય છે. આ યોગ બનવાથી કેટલીક રાશિઓએ આ ભારે સમય સાચવીને કાઢવો હિતાવહ છે. 20 નવેમ્બરે ચંદ્રમા અને શનિની યુતિથી વિષ યોગ બન્યો છે.
ચંદ્રમાએ મીન રાશિમાં ગોચર કરતાની સાથે જ ત્યાં બિરાજમાન શનિની સાથે વિષ યોગનું નિર્માણ થયું છે. જે અશુભ યોગમાં ગણાય છે. તેનો પ્રભાવ ખાસ કરીને મેષ, સિંહ અને મીન રાશિના જાતકોના જીવન પર જોવા મળી શકે છે.
1/4
વિષ યોગ
ચંદ્રમાએ 20મી નવેમ્બરે મીન રાશિમાં ગોચર કર્યું. મીનમાં પહેલેથી જ શનિદેવ ભ્રમણ કરી રહ્યા છે. આથી ચંદ્રમાની શનિ સાથે યુતિ થતા વિષ યોગ બન્યો. આ યોગ 22 નવેમ્બર સુધી એક્ટિવ રહેશે. વિષ યોગ બનવાથી કેટલીક રાશિઓ માટે પડકારો રહી શકે છે. આ રાશિઓએ શું સાવધાની વર્તવી જોઈએ અને કયા ઉપાયો કરવાથી વિષ યોગનો ખરાબ પ્રભાવ ઘટી શકે તે ખાસ જાણો.
2/4
મેષ રાશિ
મેષ રાશિથી દ્વાદશ ભાવમાં વિષ યોગ બન્યો છે. જે હાનિકારક ગણાય છે. વિષ યોગ બન્યા બાદ તમારે આર્થિક મોરચે સાવધાની વર્તવી પડશે. ફાલતું ખર્ચા બજેટ બગાડી શકે. કેટલાક જાતકોએ અનિન્દ્રાની સમસ્યા પણ ભોગવવી પડી શકે. યોગ અને ધ્યાન ધરવું તમારા માટે સારું રહેશે. બહારનું તળેલું વગેરે ભોજન ન કરવું નહીં તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. મુસાફરી દરમિયાન કિંમતી સામાન સાચવવો. મેષ રાશિના જાતકોએ શિવ મંત્રોના જાપ કરવા જોઈએ.
3/4
સિંહ રાશિ
સિંહ રાશિના અષ્ટમ ભાવમાં આ યુતિ બનેલી છે. જે અનિશ્ચિતતા અને દુર્ઘટનાઓનો ભાવ ગણાય છે. વિષ યોગ બનતા તમારે વાહન ખુબ સતર્કતાથી ચલાવવું જોઈએ. પૈસાની લેવડદેવડ કરતી વખતે વિશ્વાસપાત્ર લોકો તમારી નજીક રાખવા. પેટ સંબંધિત સમસ્યા કેટલાક જાતકોને પરેશાન કરી શકે છે. વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થઈ શકે. જો કે ગુરુજનોનો સહયોગ મળશે. ઉપાય તરીકે સિંહ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
4/4
મીન રાશિ
વિષ યોગ મીન રાશિમાં જ બન્યો છે આથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. કેટલાક કામ અટકી શકે છે. ઉદાસી અને ચિંદાના કારણે દિનચર્યા પર ખરાબ અસર પડી શકે છે. આર્થિક રીતે સશક્ત રહેવા માંગતા હોવ તો તમારા જીવનસાથી કે માતા પિતા પાસેથી જરૂરી નાણાકીય સલાહ લો. આ દરમિયાન કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લો નહીં તો નુકસાન થશે. ઉપાય તરીકે કાળા તલનું દાન કરવું જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)