Ambalal Patel Rain Forecast: રાજ્યમાં નવરાત્રિના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગરબા રસિકો માટે હવામાન અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોની હવામાનની સ્થિતિ અંગે આગાહી કરી છે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમી શકશે કારણ કે વરસાદ મોટો અવરોધ નહીં બને, પરંતુ ગરમી અને બફારો લોકોને ચોક્કસપણે હેરાન કરશે. અંબાલાલ પટેલે આ વર્ષના અંતમાં ભારે વાવાઝોડું આવવાની મોટી આગાહી કરી છે. આ વાવાઝોડાના કારણે રાજ્યમાં મોટી તબાહી અને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. મધ્ય ગુજરાતમાં વિસ્તારોમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચે જઈ શકે છે, જેના કારણે ગરમીનો અનુભવ વધુ થશે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો જેવા કે જૂનાગઢ, ભાવનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળશે.
1/4
મહદઅંશે વિઘ્ન વગર સારી રીતે નવરાત્રિ માણી શકશે
ગરબા રસિકો માટે રાહતના સમાચાર એ છે કે તેઓ મહદઅંશે વિઘ્ન વગર સારી રીતે નવરાત્રિ માણી શકશે. જો કે, હવામાનમાં થતા ફેરફારોને કારણે સામાન્ય અસર જોવા મળી શકે છે. 17 થી 22 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આ જ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
2/4
દિવાળી પહેલા વધશે વરસાદનું જોર
હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં સર્જાતા ભેજને કારણે 21 ઓક્ટોબર પછી વરસાદની સંભાવનાઓ વધુ પ્રબળ બનશે. ઓક્ટોબર મહિનાના અંત ભાગમાં એટલે કે દિવાળીના તહેવાર પહેલા ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. આથી, નવરાત્રિ તો આનંદભેર ઉજવાશે પરંતુ દિવાળી ટાણે મેઘરાજા ફરી પધરામણી કરી શકે છે.
3/4
દિવાળી પહેલા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ
અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને કરેલી આગાહી મુજબ અરબ સાગર તરફથી આવતા ભેજને કારણે 21 ઓક્ટોબર બાદ વરસાદી માહોલ જામવાની શક્યતા વધુ છે. ઓક્ટોબર માસના અંતમાં એટલે કે 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે દિવાળી પહેલા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ આગાહી ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે મહત્વની સાબિત થશે.
4/4
અલનીનો અસરના કારણે વેસ્ટર્ન ડિસ્ટબન્સ પણ આવી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દરિયા કિનારા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. 5 MMનો જેટલો વરસાદ પડી શકે છે. બંગાળ ઉપસાગરમાં 17-18 ઓક્ટોબર પછી આ માસના અંતમાં સાઇક્લોન બનવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવવાની શક્યતા રહેશે. જેથી 26 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. દિવાળી ટાણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અલનીનો અસરના કારણે વેસ્ટર્ન ડિસ્ટબન્સ પણ આવી શકે છે.