પરિસીમન બાદ બદલાઈ જશે સીટોનું ગણિત, કયા રાજ્યને કેટલી સીટો મળશે, કયા રાજ્યની સીટો નહીં વધે?
એપ્રિલમાં પરિસીમન બિલ પાસ કરાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ હવે આ વખતે સરકાર કોઈ કસર છોડવા માંગતી થી. આથી ભાજપ બે તૃતિયાંશ બહુમત માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં તમામ રાજ્યોમાં 50 ટકા લોકસભા સીટો વધારવાનો અને 25 વર્ષ માટે તેને લોક કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. ત્યારે તમને સ્વાભાવિક રીતે એમ થાય કે કયા રાજ્યની કેટલી સીટો વધી શકે?
સંસદનું ખાસ સત્ર 30મી નવે્બરથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવથી રાજ્યો વચ્ચે લોકસભામાં પ્રતિનિધિત્વનો વર્તમાન રેશિયો યથાવત રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનાથી સરકાર દક્ષિણ ભારતીય રાજ્યોના મનની આશંકાઓ દૂર કરવા માંગે છે. જેમાં જનસંખ્યાના આધારે પરિસીમનથી યુપી બિહાર જેવા વધુ વસ્તીવાળા રાજ્યોની લોકસભા સીટો ઝડપથી વધવા અને દક્ષિણી રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. લોકસભાની 543 સીટોમાં 50 ટકા વધારો કરાશે. તેનાથી સંખ્યા 850 જેટલી થશે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની 35 સીટ હશે. કયા રાજ્યની કેટલી સીટો વધી શકે તે અંદાજિત ગણતરી સમજો.
મહિલા અનામતનો રસ્તો ક્લિયર થશે
પરિસીમનના પ્રસ્તાવનો સીધો સંબધ મહિલા અનામત સાથે છે. પરિસીમન બાદ 2029ની ચૂંટણીથી મહિલાઓ માટે લોકસબા અને વિધાનસભામાં એક તૃતિયાંશ સીટો અનામત કરવાની વ્યવસ્થા લાગૂ કરવાનો રસ્તો ક્લિયર થઈ શકે છે. જો લોકસભા સભ્યોની સંખ્યા 850 થાય તો એ તૃતિયાંશ પ્રમાણે લગભગ 280 સીટો મહિલાઓ માટે અનામત થઈ શકે છે.
લોકસભાનું કઈ રીતે બદલાશે ગણિત
મીડિયા રિપોર્ટ મુજબ પરિસીમન બિલના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોમાં 50 ટકા સીટોનો વધારો થશે. પરંતુ અનેક રાજ્યો એવા છે જેમાં 50 ટકા વધારા બાદ કોઈ પૂર્ણ સંખ્યા મળતી નથી. જેમ કે તમિલનાડુમાં 50 ટકા સીટોના વધારા બાદ 58.5 સીટ થશે. આવી જ મુશ્કેલી મધ્ય પ્રદેશ (29 સીટ), પંજાબ (13 સીટ) અને દિલ્હી (7) સાથે થાય છે. આવામાં રાઉન્ડ ફિગરમાં તમિલનાડુને 59 સીટો આપી શકાય છે.
જો આ જ સિદ્ધાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ કરાય તો લોકસભાની કુલ સીટો 824 થશે. જ્યારે કોઈ પ્રદેશમાં એક જ સીટ હોય તો તેની સંખ્યા બે કરીએ તો 100 ટકા થઈ જાય. કે પછી એક જ સીટ યથાવત રાખવામાં આવે. જો આમ થાય તો લોકસભાની સીટો 816 જ રહી જશે.
કયા રાજ્યની કેટલી લોકસભા સીટો વધી શકે? (અંદાજિત ગણતરી)
ત્રણ વર્ષ પહેલા થઈ ગઈ હતી તૈયારી!
પીએમ મોદીએ મે 2023માં જ નવી સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં લોકસભાની 888 સીટો છે. જ્યારે પરિસીમન બાદ કુલ લોકસભા સીટો 816 પહોંચી શકે છે. પરિસીમન લાગૂ થયા બાદ પણ લોકસભામાં 72 સીટો ખાલી રહી શકે છે.
30 નવેમ્બરે લોકસભાનું ખાસ સત્ર બોલાવાયું છે. જ્યારે રાજ્યસભાનું સત્ર 2 અને 3 ડિસેમ્બરનું રહેશે. સરકાર ચાર દિવસમાં બંને સદનોમાંથી પરિસીમન બિલ અને મહિલા અનામત બિલ પાસ કરાવવા માંગે છે. ત્યારબાદ લોકસભા સભ્યોની સંખ્યા 850 પર પહોંચશે જે હાલ 550 છે.
જૂના સંસદ ભવનનું નિર્માણ અંગ્રેજોના સમયમાં 1927માં થયું હતું. આઝાદી બાદ આ બિલ્ડિંગને સંસદ ભવન બનાવવામાં આવ્યું હતું. લોકસભામાં કુલ 552 સભ્યોના બેસવાની જગ્યા હતી. આઝાદી બાદ દેશની વસ્તી ત્રણ ગણી વધી ગઈ પરંતુ જૂની લોકસભામાં એક પણ સીટ વધારવાની શક્યતા નહતા. જ્યારે જૂના સેન્ટ્રલ હોલમાં ફક્ત 436 લોકોના બેસવાની જગ્યા હતી. આવામાં બંને સદનોના સાંસદોની બેસવાની જગ્યા બચતી હતી. અલગથી ખુરશીઓ મૂકવી પડતી હતી.
નવા સંસંદ ભવનની શું છે સ્થિતિ
નવા સંસદ ભવનમાં લોકસભા હોલમાં 888 સીટ છે. જે 1272 સુધી વધારી શકાય છે. જ્યારે રાજ્યસભાની 384 સીટ છે. તમામ ડેસ્ક પર ડિજિટલ વોટિંગ સિસ્ટમ છે. મહિલા અનામત બિલ પાસ થયા બાદ 273 સીટો મહિલાઓ માટે અનામત રહી શકે છે.
25 વર્ષ માટે લોક પીરિયડ
દક્ષિણ ભારતીય રાજ્યોને ડર હતો કે ક્યાંક પરિસીમન બાદ તેમના રાજ્યોમાં સીટો ઘટી ન જાય. કારણ કે આ રાજ્યોમાં વસ્તી ઓછી છે. જો કે બિલમાં તમામ રાજ્યમાં 50 ટકા સીટો વધારવાનો પ્રસ્તાવ છે. ત્યારબાદ આ સંખ્યાને 2051 સુધી લોક કરવામાં આવશે. 2051 બાદ પણ જો સીટો વધે તો તેની વ્યવસ્થા સરળતાથી થઈ શકે છે. આવામાં આ સંસદ ભવન ઓછામાં ઓછા 100 વર્ષના પ્લાન સાથે બનાવવામાં આવ્યું છે.