SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મુંબઈમાં પાર્કમાં બેઠેલા કપલ સાથે 8 સગીરોએ કરી મારપીટ, Viral Video જોઈને લોકો સ્તબ્ધ થયા!

Mumbai Viral Video: મુંબઈથી એક અત્યંત શોકિંગ વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જ્યાં એક પાર્કમાં બેઠેલા કપલ જોડે કેટલાક સગીરોએ મારપીટ અને છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. કપલ સામે ગેરવર્તણૂંકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ તમામ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.

Written By Viral Raval
Published: Nov 21, 2026, 14:46 IST | Updated: Nov 21, 2026, 14:52 IST
Image Credit: AI Generated Image with Video Grab
Join

દેશની આર્થિક રાજધાની  ગણાતા મુંબઈથી એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેણે લોકોને હચમચાવી દીધા છે. અહીં પાર્કમાં બેઠેલા એક કપલ સાથે મારપીટ અને તેમને હેરાનગતિ કરવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાય છે કે પાર્કમાં બેઠેલા કપલ જોડે આ સગીરો આવીને છેડતી કરવા લાગ્યા હતા. જ્યારે કપલે તેમનો વિરોધ કર્યો તો આરોપીઓએ મારપીટ શરૂ કરી દીધી હતી. ત્યારે પાર્કમાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં કપલને સગીરો દ્વારા જે રીતે મારપીટ કરાઈ રહી હતી તે અત્યંત આઘાતનજક છે. આ વીડિયો ભાજપના નેતા કિરીટ સૌમૈયાએ શેર કર્યો છે. તેમણે આ મારપીટને 'મુસ્લિમ ગુંડાગીરી' ગણાવી છે. કારણ કે આરોપીઓમાંથી બે છોકરા ગોળ ટોપી પહેરેલા જોવા મળે છે.

નશાના ઓવરડોઝે એક જ પરિવારના 7 લોકોનો ભોગ લીધો! 6 પુત્રોની યાદમાં વૃદ્ધ માતાના નથી સુકાતા આંસુ!

અત્યંત શોકિંગ વીડિયો

આ ઘટના 20 નવેમ્બરની હોવાનું કહેવાય છે. ઘટના અંગે જાણકારી મળી છે કે શુક્રવારે 20 નવેમ્બરે મુંબઈના ઘાટકોપરના ફીનીક્સ મોલ પાસે આવેલા એક પાર્કમાં એક છોકરો અને છોકરી બેઠા હતા. બંને મોબાઈલ પર એક બીજાના ફોટા પાડતા હતા. આ દરમિયાન લગભગ 8 થી 10 સગીરો ત્યાં પહોંચી ગયા. તેમણે છોકરી પર કમેન્ટ પાસ કરી અને જ્યારે કપલે તેનો વિરોધ કર્યો તો મારપીટ શરૂ કરી હતી. એટલું જ નહીં સગીરો તેમને પાર્કમાંથી બહાર પણ જવા દેતા નહતા. તેમણે પાર્કની સીડીઓ સુધી કપલનો પીછો કર્યો. આ દરમિયાન ગુલાબી રંગનો કુર્તો પહેરેલો એક આરોપી સતત કપલને મારતો જોવા મળ્યો હતો.

મહિલાઓની સુરક્ષાની ખુલી પોલ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને એફઆઈઆર દાખલ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી. મળતી માહિતી મુજબ આ તમામ આરોપીઓ પર જુવેનાઈલ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. મુંબઈ પોલીસે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે આ ઘટના શહેરના કયા પાર્કમાં ઘટી છે. જ્યારે આ ઘટનાએ કાયદા વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કરતા જાહેર જગ્યાઓ પર મહિલાઓની સુરક્ષાને લઈને પ્રશાસનની વ્યવસ્થાના દાવાની પોલ ખોલી નાખી છે.

યુપીમાં ફરી દમદાર જીત મેળવવા માટે ભાજપનો મોટો દાવ, અમિત શાહના હાથમાં કમાન! સમજો BJPની ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી

કિરીટ સોમૈયાએ 'મુસ્લિમ ગુંડાગિરી' ગણાવી દીધી

બીજી બાજુ ભાજપ નેતા કિરીટ સોમૈયાએ આ ઘટનાને મુસ્લિમ ગુંડાગિરી ગણાવી દીધી છે. તેમણે આ ઘટના સંબંધિત વીડિયો શેર કરતા એક્સ પર લખ્યું કે ઘાટકોપર સ્થિત ફીનીક્સ મોલ પાસે મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિન્દુ કપલ પર હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે પોલીસે કાનૂનના દાયરામાં આવતા 8 સગીરો વિરુદ્ધ BNSની કલમ 189(2), 189(4), 118(1), 352 અને 351(2) હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. આ મામલે પોલીસે 5 સગીરોના માતા પિતાને નોટિસ પણ મોકલી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES