SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શંકરસિંહ વાઘેલા જ નહીં આ 5 પૂર્વ CMની પણ કોંગ્રેસમાં જોડાવાની અટકળો, રાહુલ ગાંધી કોને આપશે લીલીઝંડી?

Congress Ex CM News: ચૂંટણી પંચમાં મતભેદના રિપોર્ટ પર CEC જ્ઞાનેશકુમારના રાજીનામાને લઈને બૂમરાણ મચાવતા અને ધીરેધીરે યુવાઓમાં લોકપ્રિય રાહુલ ગાંધી હાલ ભાજપના નિશાના પર છે. બીજી તરફ હવે શંકરસિંહ વાઘેલા સહિત 5 પૂર્વ સીએમ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. વાઘેલાની ઘરવાપસીને સૂરજેવાલાએ નકારી નથી જોકે, હામી પણ ભરી નથી. હવે જોઈએ કયા કયા નેતાઓ છે જે કોગ્રેસમાં જોડાઈ શકે છે.

Written By Karan Rajput
Published: Oct 24, 2026, 08:22 PM IST | Updated: Oct 24, 2026, 08:24 PM IST
Image Credit: Ai Image
Join

Congress political news : વોટચોરી અને સર મામલે હાલમાં દેશભરમાં મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર સામે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી પણ સક્રિય પણે વિરોધ કરી રહ્યાં હોવાથી તેઓ સીધા ભાજપના નિશાના પર છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ એમની પર સીધો હુમલો કરતાં હાલમાં દિલ્હીનું રાજકારણ ગરમાયેલું છે. અમિત શાહ પણ આક્રમક જવાબો આપી રહ્યાં છે. ભલે હાલમાં ચૂંટણી નથી પણ વિપક્ષ આક્રમક હોવાથી ભાજપ પણ સક્રિય છે. આ સમયે કોંગ્રેસના 5 પૂર્વ સીએમ કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી અટકળો ચાલી રહી છે.

શંકરસિંહ વાઘેલા તો ખુલ્લેઆમ કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી સૂરજેવાલાએ આ મામલે ગોળ ગોળ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે સૌથી પહેલાં આ બાબતે આપને જણાવીશ જોકે, એમને વાઘેલાની ઘરવાપસી મામલે નનૈયો પણ ભણ્યો નથી. સૂરજેવાલા પણ તેલ અને તેલની ધાર જુઓ એમ ચૂપકીદી સાધીને બેઠા છે.    

 

મુશ્કેલ સમયમાં કોંગ્રેસનો છોડ્યો હતો હાથ

રાજનીતિ ગલિયારોમાં ચર્ચા છે કે વોટચોટી અને સરના વિરોધ મામલે સતત રાહુલ ગાંધીના આક્રમક પ્રદર્શન વચ્ચે હવે કોંગ્રેસ છોડીને જનારા 5 પૂર્વ સીએમને ફરી કોંગ્રેસમાં જોડાવવું છે. જેઓના નામની ચર્ચાઓ છે એમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, જમ્મુ કાશ્મિરના ગુલાબ નબી આઝાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી છે.

વાઘેલાએ ખુલ્લેઆમ વ્યક્ત કરી છે ઈચ્છા

જોકે, વાઘેલા સિવાય કોઈ પણ પૂર્વ મુખ્યમંત્રીએ જાહેરમાં કોંગ્રેસમાં રિટર્ન થવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે કે આ નેતાઓ કોંગ્રેસમાં ફરી જોડાયા તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. જોકે, મોટા ભાગના નેતાઓએ કોંગ્રેસના મુશ્કેલ સમયમાં સાથ છોડયો હતો. હવે સવાલ એ છે કે રાહુલ ગાંધી કયા કયા નેતાઓ માટે ઘર વાપસીના દરવાજા ખોલે છે. અશોક ચૌહાણને બાકાત રાખીએ તો આમાંથી એક પણ નેતા કોઈ મોટા પદ પર નથી.

અમરિંદરને કહ્યા હતા ફેવરિટ અંકલ

રાહુલ ગાંધીએ Gen Z પ્રોટેસ્ટ સમયે પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું હતું. ભાજપમાં એમને એમના ફેવરિટ નેતા કહ્યા હતા. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે પંજાબની ચૂંટણી પહેલાં અમરિંદર સિંહ ઘરવાપસી કરી શકે છે. કેપ્ટન અમરિંદર સિંહ હાલમાં ભાજપમાં છે. જેમની પાસે ભાજપમાં પણ કોઈ મોટું પદ નથી. આ જ પ્રકારે ગુલાબ નબી આઝાદ પણ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના સંસ્થાપક અને મુખ્ય સંરક્ષક છે. જેઓએ 2022માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને સપ્ટેમ્બર 2022માં પોતાની નવી પાર્ટી લોન્ચ કરી હતી.

કિરણ કુમાર રેડ્ડી પાસે પણ નથી કોઈ પદ

કિરણ કુમાર રેડ્ડી એક સમયે આંધ્ર પ્રદેશના 16મા મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી બનતાં પહેલાં, તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ, ધારાસભ્ય અને મુખ્ય દંડક (ચીફ વ્હિપ) હતા. જેઓએ ૨૦૨૩માં કોંગ્રેસ છોડી હતી. હાલમાં તેઓ ભાજપના સભ્ય છે. અશોક ચવ્હાણ હાલમાં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે અને ભાજપના સભ્ય છે. તેઓ એપ્રિલ ૨૦૨૪થી સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા)ના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, ચવ્હાણ જોડાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી હોવાથી ચર્ચાઓ ચાલી રહી છે. જેઓએ ફેબ્રુઆરી ૨૦૨૪માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અગાઉ, તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES