ભગવાન મુરુગનની જય, પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું, આજે પ્રગટાવવામાં આવશે કાર્તિગઈ દીપમ
તમિલનાડુમાં કાર્તિકઈ દીપમ પ્રજ્વલિત કરવાને લઈને જે વિરોધ ચાલી રહ્યો હતો તેના પર સુપ્રીમ કોર્ટે આદેશ કરી દીધો છે કે 28 નવેમ્બર એ દીપાથૂન પર જ કાર્તિકઈ દીપમ પ્રજ્વલિત કરવામાં આવશે. આ આદેશનું સ્વાગત વડાપ્રધાન મોદીએ કર્યું છે.
તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી કાર્તિકઈ દીપમ પ્રજવલિત કરવાની વાતને લઈને લોકો અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. તમિલનાડુને મુખ્યમંત્રી વિજયની સરકારે મદુરાઈના પર્વત પર આવેલા દીપથુન પર કાર્તિકય દીપમ પ્રજવલિત કરવાની મનાઈ કરી દીધી હતી. જેને લઈને તમિલનાડુના લોકોમાં રોષ હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટે તમિલનાડુની સરકારના આદેશને ફગાવીને લોકોને દીપ પ્રજ્વલિત કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત વડાપ્રધાન મોદીએ કર્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર કરેલી પોસ્ટની શરૂઆત ભગવાન મુરુગનની જય એવા શબ્દ સાથે કરી છે. વડાપ્રધાન મોદીએ આ વાતને તમિલ, અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આદેશ કરી દીધો હતો કે 28 નવેમ્બરે વર્ષોની પરંપરા અનુસાર જ પર્વત પર આવેલા દીપથૂન ઉપર જ દીપ પ્રજવલિત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ સાથે જ તમિલનાડુમાં રાજકારણ પણ ગરમાયું છે.
શું હતો કાર્તિકઈ દીપમનો વિવાદ ?
તમિલનાડુના લોકો અને સરકાર વચ્ચે કાર્તિકઈ દીપમ પ્રજવલિત કરવાની વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. કાર્તિકઈ દીપમની પરંપરા વર્ષો જૂની છે જેમાં મદુરાઈમાં પર્વત પર આવેલા એક સ્તંભ પર દીવો પ્રજવલિત કરવામાં આવે છે આ દીવો સામાન્ય નથી હોતો. આ પ્રથાનું પાલન કરવાની આ વર્ષે મનાઈ કરી દેવામાં આવી હતી. જેને લઈને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે દીપ પ્રજ્વલિત કરવાનો આદેશ આપી દીધો હતો તેમ છતાં લોકોને દીપથુન પર દીપ પ્રજ્વલિત કરવાની પરવાનગી ન મળી જેને લઇને 24 નવેમ્બરથી વિવાદ વધી ગયો. ત્યાર પછી 27 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે સરકાર મંદિર ટ્રસ્ટ અને સંબંધિત અધિકારીઓ ની આંકરી ઝાટકણી કરી અને આદેશ કરી દીધો 28 નવેમ્બરે સીઆરપીએફની સુરક્ષામાં કાર્તિકઈ દીપમ પ્રજ્વલિત કરવાની પરંપરા પૂરી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા પછી પણ તેનું પાલન ન કરવા મામલે કોર્ટે મંદિરના બોર્ડને પણ સસ્પેન્ડ કરી દીધું છે. હવે મુરુગન મંદિરની બધી જ વ્યવસ્થા હાઇકોર્ટના રિટાયર જજની દેખરેખમાં થશે. સુપ્રીમ કોર્ટે તેના આ દેશમાં કહ્યું કે સ્પષ્ટ રીતે જોવા મળે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં પણ સરકારના ઈશારે કાર્તિકઈ દીપમ પ્રચજ્વલિત કરવાની વર્ષો જૂની પરંપરા નું પાલન ન કરવા દેવામાં આવ્યું. આ વાતને સુપ્રીમ કોર્ટની અવમાનના તરીકે જોવામાં આવે છે. આ ઘટનામાં કેટલાક અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોર્ટે આ મામલે તમિલનાડુના ચીફ સેક્રેટરીને 15 ડિસેમ્બર સુધીમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થઈને એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ પણ કરી દીધો છે.