SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કચ્છ અને કોટા અકસ્માત પર PM મોદીએ દુખ વ્યક્ત કર્યું: મૃતકોને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટા અને ગુજરાતના કચ્છમાં થયેલા રોડ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.

Written By Gokani Dhaval
Published: Nov 22, 2026, 12:23 IST | Updated: Nov 22, 2026, 12:25 IST
Join

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટા અને ગુજરાતના કચ્છમાં થયેલા ભીષણ રોડ અકસ્માતમાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. બંને દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના કરતા ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. આ સાથે તેમણે બંને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ઓ તરફથી જારી સંદેશ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં લોકોના મોત પર ઉંડા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. તો દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે.

ગુજરાતના કચ્છમાં એક પરિવારના 7 લોકોના મોત

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પુરૂષ, બે મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે.

જાણકારી પ્રમાણે દુર્ઘટનામાં શિકાર થયેલો પરિવાર ઉત્તરાખંડના એક સેનાના જવાનનો હતો, જે ભુજમાં તૈનાત છે. જવાનના પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ટક્કર એટલી ભીષણ હતી કે કારનું પડીકું વળી ગયું હતું. દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. દુર્ઘટનામાં જીવ ગુમાવનારના મૃતદેહ રસ્તાઓ પર પડ્યા હતા.

કોટામાં ઉભેલા ટ્રકથી અથડાઈ શ્રદ્ધાળુઓની ગાડી, 9ના મોત

તો રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે મોડી રાત્રે કોટા-ઉદયપુર હાઈવે પર શંભૂપુરાની પાસે ભીષણ રોડ અકસ્માત થયો. ખાટૂ શ્યામના દર્શન કરી મહારાષ્ટ્ર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડી રોડ કિનારે ઉભેલા ટ્રકમાં અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા, જ્યારે અન્યને ઈજા થઈ હતી. એ઼ડિશનલ જિલ્લા કલેક્ટર રાજેશ જોશી પ્રમાણે ગાડીમાં કુલ 16 લોકો સવાર હતા અને બધા એક જ પરિવારના સભ્યો હતા. દુર્ઘટના મોડી રાત્રે થઈ હતી. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાદમાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES