SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફક્ત 2 સભ્યોવાળા ભાજપે કઈ રીતે 20 સભ્યોવાળી કોંગ્રેસને આપી ધોબીપછાડ? હાજન ખાતૂન બન્યા નોહર પાલિકા અધ્યક્ષ

Nohar Municipality Chairperson: રાજસ્થાનમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભારે રસપ્રદ પરિણામો જોવા મળી રહ્યા છે. અગાઉ મુંડવા નગરપાલિકામાં ભાજપ મોટો પક્ષ હોવા છતાં ચેરમેન પદ હાર્યું જ્યારે હવે નોહરમાં ફક્ત બે વોર્ડમાં ભાજપ જીત્યું છતાં ચેરમેન પદ મેળવી ગયું.

Written By Viral Raval
Published: Sep 23, 2026, 11:21 AM IST | Updated: Sep 23, 2026, 11:25 AM IST
Join

રાજસ્થાનના નોહર નગરપાલિકાના ચેરમેનદ પદની ચૂંટણીના રસપ્રદ પરિણામ આવ્યા. 14 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 40 વોર્ડમાંથી ફક્ત બે વોર્ડમાં જીત મળી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે 20 વોર્ડ ગયા હતા. અન્ય 18 સીટો પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. હવે આ સ્થિતિમાં પણ ભાજપના મુસ્લિમ ઉમેદવાર ચેરમેન પદ જીતી ગયા. આંકડા જોઈએ તો આ પદ કોંગ્રેસ જીતશે એવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ અહીં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો.  

ચેરમન પદની ચૂંટણીના રસપ્રદ આંકડા
સોમવારે નગરપાલિકા અધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુમિત ચાચન હતા અને ભાજપ તરફથી હાજન ખાતૂન ટાક ઉમેદવાર બન્યા હતા. બંનેને 20-20 મત મળ્યા હતા. ત્યારબાદ મામલો લોટરી સુધી પહોંચ્યો અને આખરે ભાજપના ઉમેદવાર હાજન ખાતૂન ટાકના નામની ચિઠ્ઠી નીકળી અને તેઓ નોહર નગરપાલિકાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા.

ભાજપને કઈ રીતે મળ્યા 20 મત?
આ ચૂંટણીની સૌથી રસપ્રદ વાત એ છે કે ભાજપને નગરપાલિકાની ચૂંટણીના કુલ 40 વોર્ડમાંથી ફક્ત 2 વોર્ડમાં જીત મળી હતી. આમ છતાં તેના અધ્યક્ષ પદના ઉમેદવારને 20 મત મળ્યા. હાજર ખાતૂન પોતે અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. ચૂંટણી બાદ ભાજપે તેમને પોતાની સાથે જોડ્યા અને પછી અધ્યક્ષ પદ માટે ઉમેદવાર બનાવ્યા. છેલ્લે સોમવારે જ્યારે કોર્પોરેટરોએ અધ્યક્ષ પદ માટે મતદાન કર્યું તો ભાજપ ઉમેદવારને કોંગ્રેસ ઉમેદવાર જેટલા એટલે કે 20-20 મત મળી ગયા. ભાજપનું 2 મતથી 20 મત સુધી પહોંચવું એ નોહરની આ અધ્યક્ષ પદની ચૂંટણીનું સૌથી મોટી રસપ્રદ વાત બની છે.

લોટરીથી આવ્યું પરિણામ
બંને ઉમેદવારોને સરખા મત મળતા આખરે લોટરીનો સહારો લેવાયો અને ત્યારબાદ એક નાની બાળકીને રૂમમાં બોલાવવામાં આવી અને તેણે એક વળેલી ચિઠ્ઠી કાઢી. તે ચિઠ્ઠી પર નામ હાજન ખાતૂન ટાકનું લખેલું હતું. આ સાથે જ 62 વર્ષના હાજન ખાતૂનને નોહર નગરપાલિકા સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા.

હાજન ખાતૂન ટાક વિશે

ચૂંટણીના એક દિવસ પહેલા શેની પોલીસ કાર્યવાહી?
નોહરમાં અધ્યક્ષ પદની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા રવિવારે પોલીસે કોંગ્રેસ સંલગ્ન 3 લોકોના ઘરે જઈને દરવાજે નોટિસ પાઠવી હતી. જેમાં કૃષિ ઉપજ મંડી સમિતિના પૂર્વ અધ્યક્ષ બલવીર સુધાર, વોર્ડ નંબર 9ના કોંગ્રેસ કોર્પોરેટર કુસુમ જોશીના પતિ મુકેશ જોશી અને સુથારના ડ્રાઈવર કુલદીપ મિરાસી સામેલ હતા. મામલો બે મહિના પહેલા નોંધાયેલા જમીન ફ્રોડના મામલે હોવાનું  કહેવાય છે. પોલીસના જણાવ્યાં મુજબ આ ત્રણેય તપાસમાં સહયોગ  કરતા નથી અને નોટિસનો હેતુ તેમને તપાસમાં સહયોગ કરવા માટેનો હતો.

જો કે પોલીસે આ કાર્યવાહીને રૂટીન કાર્યવાહી ગણાવી જેને બીજા દિવસે થનારી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી સાથે કોઈ સંબંધ ન હોવાનું કહ્યું. જો કે નોહરમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી. અત્રે જણાવવાનું કે બલવીર સુથાર અને મુકેશ જોશી બંને કોંગ્રેસના અમિત ચાચનની નજીક ગણાય છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES