SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નીરજા ભનોટને પાકિસ્તાન-USએ પણ નવાજ્યા હતા પુરસ્કારથી, હવે સ્મિત મચ્છરે પણ ઉજાળ્યું દેશનું નામ

બીજાને બચાવવામાં પોતાનો જીવ દાવ પર લગાવતા પણ ખચકાતા નથી એવા ભારતીયો દેશની આન બાન અને શાન વધારે છે. સ્મિત મચ્છરે પોતાના અદમ્ય સાહસનો જે પરિચય કરાવ્યો તેને આજે આખી દુનિયા સલામ કરે છે. આવું જ કઈક 1986માં પણ જોવા મળ્યું હતું જ્યાં નીરજા ભનોટે વિમાનના મુસાફરોના જીવ બચાવવામાં પોતાનો જીવ ન્યોછાવર કર્યો હતો.

Written By Viral Raval
Published: Oct 01, 2026, 03:21 PM IST | Updated: Oct 01, 2026, 03:23 PM IST
Join

ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 જે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ આવી રહી હતી અને જેમાં 180 લોકો સવાર હતા તે જ્યારે ટેકઓફ થઈ ત્યારે બધુ સામાન્ય હતું પરંતુ થોડા સમય બાદ વિમાનના કોપિટમાં અચાનક ઓમાની કો પાયલટે ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો અને ત્યારબાદ જે થયું તે આખી દુનિયાએ જાણ્યું. આ સમગ્ર ઘટનાએ નીરજા ભનોટની પણ યાદ અપાવી દીધી જેમણે લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપ્યો હતો. આજે આપણે સ્મિત મચ્છરના અદમ્ય સાહસ અને જીવ જોખમમાં મૂકીને મુસાફરોને જે રીતે બચાવ્યા તેની સાથે સાથે નીરજા ભનોટના બલિદાનને પણ યાદ કરીએ. આ એવા ભારતીયો છે જેમણે દેશનું નામ વિદેશોમાં પણ ઉજાળ્યું છે.

નીરજા ભનોટ ઈતિહાસના ચોપડે અમર
નીરજા ભનોટ અને સ્મિત મચ્છર જેવા ભારતીયોએ પોતાના વ્યક્તિત્વના પ્રકાશના અજવાળા એવા તે પાથર્યા છે કે દુશ્મનો પણ તેમની પ્રશંસા કરવા માટે મજબૂર થઈ ગયા હતા. નીરજા ભનોટની વાત કરીએ તો 5 સપ્ટેમ્બર 1986નો એ ગોઝારો દિવસ હતો જ્યારે પેન એશિયન એરલાઈન્સની ફ્લાઈટ 73 કરાચી તરફ આગળ વધી રહી હતી અને તેમાં મુસાફરો સહિત 379 લોકો સવાર હતા. આ ફ્લાઈટમાં અનેક દેશોના મુસાફરો હતા.

વિમાન જેવું કરાચી એરપોર્ટ  પર હોલ્ટ માટે ઉતર્યું કે ત્યાં હથિયારધારી ચાર ફિદાયીન આતંકીઓ સુરક્ષાઘેરો તોડીને વિમાનમાં ઘૂસ્યા. તેમનો હેતુ વિમાનને હાઈજેક કરીને મોટા ષડયંત્રને અંજામ આપવાનો હતો. નીરજા ભનોટ તે વખતે માત્ર 23 વર્ષના હતા પરંતુ તેમણે આતંકીઓ સામે બાથ ભીડી હતી. પહેલા તો તેમણે ચતુરાઈથી પ્લેન હાઈજેકનો મેસેજ કોકપિટમાં પહોંચાડ્યો હતો. જેને કારણે પાયલટ, કો પાયલટ અને ફ્લાઈટ એન્જિનિયર સમયસર કોકપિટમાંથી નીકળીને ઈમરજન્સી રસ્તે બહાર નીકળ્યા હતા. જેના કારણે આતંકીઓ કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવામા નિષ્ફળ ગયા.

જીવના જોખમે મુસાફરોને બચાવ્યા
કોકપિટના ક્રૂ સભ્યો જતા રહ્યા તેના કારણે આતંકીઓ ગુસ્સે પણ ભરાયા હતા અને ત્યારબાદ તેમણે વિમાનના મુસાફરોને કાબૂમાં લેવા માટે નીરજા ભનોટે મજબૂર કર્યા હતા. જો કે આતંકીઓના ટાર્ગેટ પર અમેરિકી નાગરિકો હતા જેથી  કરીને પોતાની માંગણી પૂરી કરાવી શકે પરંતુ નીરજાએ બહાદુરી દેખાડીને તેમનું મિશન સફળ થવા દીધુ નહતું.

તેમણે સૌ પ્રથમ તો વિમાનમાં હાજર અમેરિકી નાગરિકોના પાસપોર્ટ ગાયબ કરવાના શરૂ કરી દીધા. સીટોની નીચે કે કચરાના ડબ્બામાં ફેંકી દીધા જેથી કરીને આતંકીઓ અમેરિકી નાગરિકોને ઓળખી ન શકે. વિમાનમાં હાજર મુસાફરો ખુબ ગભરાયેલા અને ડરના ઓછાયામાં આવી ગયા હતા. પરંતુ નીરજા ભનોટે તે વખતે તેમને સાંત્વના પાઠવી અને દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો હતો. બાળકો, વૃદ્ધોનું તેઓ મનોબળ વધારતા રહ્યા હતા.

લગભગ 17 કલાક સુધી આ કટોકટીની સ્થિતિ ચાલી હતી. આ દરમિયાન આતંકીઓનો ગુસ્સો પણ સતત વધી રહ્યો હતો. ધમકીઓ પર ધમકી આપતા હતા. આમ છતાં નીરજા ભનોટ એકદમ અડગ રહ્યા હતા. એક આતંકીએ જ્યારે અમેરિકી નાગરિકને ઓળખ કરીને તેને મારવાનો પ્રયત્ન કર્યો તો નીરજા ભનોટે પોતાનો  જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો. પળે પળે તેમની સામે મોત તાંડવ કરી રહ્યું હતું.

આતંકીઓનો અંધાધૂંધ ગોળીબાર
ધીરે ધીરે વિમાનની બેટરી પણ પૂરી થવા લાગી હતી જેને કારણે કેબિનની લાઈટો ગૂલ થવા લાગી હતી. ચારેબાજુ અંધારુ છવાવા લાગ્યું. જેનો ફાયદો ઉઠાવીને આતંકીઓ આડેધડ ગોળીબાર કરવા લાગ્યા હતા. જો કે આવા સમયે પણ નીરજા ભનોટ જરાય ડગ્યા વગર તેમણે ઈમરજન્સી એક્ઝીટ ખોલવાનની કોશિશ કરી જેથી કરીને લોકોને  બહાર કાઢી શકાય.

બાળકોને કર્યા ટાર્ગેટ
જો કે આ બધામાં પછી એક આતંકીએ કેટલાક માસૂમ ભૂલકાઓને ટાર્ગેટ કર્યા તો નીરજા ભનોટે જરાય વિલંબ કર્યા વગર પોતાની જાતને તેમની આગળ ઢાલ બનાવીને મૂકી દીધી. આતંકીઓની ગોળી ભારતની આ દીકરીની છાતીને વિંધી ગઈ અને નીરજા ભનોટ ચીર નિંદ્રામાં પોઢી ગઈ. જો કે જતા જતા તેમણે માસૂમ બાળકો અને મુસાફરોના જીવ બચાવ્યા હતા. તેમનું આ બલિદાન ઈતિહાસના પાને કોતરાઈ ગયું છે.

દેશ દુનિયાના સર્વોચ્ચ સન્માન

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES