SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

174 લોકોના જીવ બચાવનારા ગુજરાતી સ્મિત મચ્છરને મળશે વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ

ફ્લાયદુબઈની જે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી જે ફ્લાઈટમાં અનહોની થતા થતા રહી ગઈ તેના કેપ્ટન ભારતીય મૂળ સ્મિત મચ્છર હતા અને વિમાનના કો પાયલટે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હોવા છતાં તેમણે સાહસ દેખાડી જે રીતે લોકોના જીવ બચાવ્યા, આખી દુનિયા આજે તેમની પ્રશંસા કરી રહી છે. ગુજરાત સરકારે પણ તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

Written By Viral Raval
Published: Oct 01, 2026, 02:47 PM IST | Updated: Oct 01, 2026, 03:01 PM IST
Join

30 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ માટે ઉપડેલી ફ્લાઈટમાં 174 લોકો સવાર હતા. વિમાનમાં કેપ્ટન તરીકે ભારતીય મૂળના સ્મિત મચ્છર હતા અને કો પાયલટ ઓમાની નાગરિક હોવાનું કહેવાય છે. અચાનક આ કો પાયલટે કેપ્ટન સ્મિત પર હુમલા કરવા માંડ્યા અને તેમને લોહીલુહાણ કરી નાખ્યા. જો કે સ્મિત મચ્છરે અદભૂત સાહસ અને હિંમત દેખાડીને આ હુમલાખોરનો સામનો કર્યો અને પોતે ગંભીર અવસ્થામાં હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો માટે માર્ગ મોકળો કર્યો જેથી કરીને તેઓ આ હુમલાખોરને કાબૂમાં કરી શકે અને વિમાનનો કંટ્રોલ લઈ શકે. અને બન્યું પણ એવું જ. હુમલાખોરને કાબૂમાં લેવાયો અને ત્યારબાદ વિમાનને  હેમખેમ સાઉદી અરબમાં લેન્ડ કરાયું. સ્મિત મચ્છરના આ સાહસને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ મોદી, ઈઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહૂ સહિત દુનિયાભરની હસ્તીઓએ બિરદાવ્યું. ગુજરાત સરકારે પણ સ્મિત મચ્છરને વિશિષ્ટ ગુજરાત  ગરિમા એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

વિમાનને ક્રેશ થતું બચાવનાર સ્મિત મચ્છરને મળશે એવોર્ડ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.

તેમણે વધુમાં લખ્યું કે, મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.

એક હિન્દુસ્તાનીએ 9/11 થતું બચાવ્યું- પીએમ મોદી
પીએમ મોદીએ પણ સ્મિત મચ્છરના સાહસને બિરદાવતા કહ્યું કે, કેપ્ટન સ્મિતે 9/11 જેવી ઘટના થતા બચાવી લીધુ. ભારતની નોકરશાહીના કરોડ સમા UPSC એ આજે પોતાની રચનાના 100 વર્ષ પૂરા કર્યા. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ ગુરુવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે શતાબ્દી સમારોહના ભવ્ય સમારોહમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે સ્મિત મચ્છરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનમાં 174 લોકોના જીવ  બચાવ્યા. એક હિન્દુસ્તાનીએ 9/11 થતું બચાવી લીધુ.

પીએમ મોદીએ કહ્યું કે કાલે જે ઘટના  ઘટી અને ભારતના કેપ્ટન સ્મિતે જે રીતે સૂજબૂજ અને સાહસનો પરિચય દેખાડ્યો, ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ પણ કહ્યું કે, એક હિન્દુસ્તાનીએ 9/11 થતું બચાવી લીધુ. દરેક દેશવાસીઓ માટે કેપ્ટન સ્મિતનું આ પરાક્રમ આપણને ગૌરવથી ભરે છે. આજે મારી તેમના પિતા ભૂપેન્દ્રભાઈ અને માતા ગીતાબહેન તથા પત્ની સોનલ સાથે પણ વાત થઈ. આખી દુનિયા આજે તેમના પર ગર્વ કરે છે.

શું હતો સમગ્ર મામલો
અત્રે જણાવવાનું કે સ્મિત મચ્છરના સાહસના કારણે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ ક્રેશ થતા બચી એવો મીડિયા રિપોર્ટ્સનો દાવો છે. જેના કારણે 174 મુસાફરોના જીવ બચ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ કો પાયલટે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી. જો કે કેપ્ટન સ્મિત મચ્છરના સાહસ અને શૌર્યના કારણે આ પ્રયત્ન સફળ થઈ શક્યો નહીં.

ઓમાનના કો પાયલટે ધારદાર હથિયારથી હુમલા કર્યા પરંતુ તેઓ તેમને જડબાતોડ જવાબ આપતા રહ્યા અને આખરે ખુબ જ હિંમત ભેગી કરીને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો જેને કારણે મુસાફરોએ તે હુમલાખોરને કાબૂમાં કર્યો અને ત્યાં હાજર કેટલાક પાયલટ્સે સાઉદી અરબમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ  કરાવવામાં સફળતા મેળવી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES