SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જર્મન કે ભારતીય? યુટ્યુબર ધ્રુવ રાઠીએ પહેલીવાર પોતાનો પાસબોર્ડ બતાવીને નાગરિકતા વિશે કર્યો મોટો ખુલાસો

ધ્રુવ રાઠીને આશરે 20 કલાકથી વધુ પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ છોડી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેણે એક વીડિયો શેર કર્યો અને પાસપોર્ટ દેખાડતા પોતાની નાગરિકતાનો ખુલાસો કર્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 11, 2026, 01:11 PM IST | Updated: Oct 11, 2026, 01:13 PM IST
Join

ધ્રુવ રાઠી ભારતીય છે કે જર્મન. પ્રથમવાર કેમેરાની સામે પોતાનો પાસપોર્ટ દેખાડી તેણે ખુદ આ વાતનો ખુલાસો કરી દીધો છે. આશરે 20 કલાકની પોલીસની અટકાયતમાંથી રવિવારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો જારી કર્યો અને કહ્યું કે જે લોકોને લાગી રહ્યું છે કે તે વિદેશી પાસપોર્ટ હોલ્ડર છે અને તેથી તેની સાથે આ કાર્યવાહી થઈ એવું નથી. તેણે પોતાનો પાસપોર્ટ દેખાડ્યો અને કહ્યું કે તે ભારતીય નાગરિક છે, હતો અને રહેશે.

તેમણે આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની અટકાયત નહોતી કરી પરંતુ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે ન તેના વકીલ સાથે સંપર્ક કરવા દેવામાં આવ્યો અને ન તેનો ફોન ન આપવામાં આવ્યો. તેણે વીડિયોમાં કહ્યું કે તે સૂઓ રહ્યો હતો ત્યારે સાદા કપડામાં કેટલાક લોકો તેમના માતાને ધક્કો મારતા બેડરૂમમાં ઘૂસી ગયા. તેમણે તેનો ફોન છીનવી લીધો અને ઢસડીને લઈ ગયા. ધ્રુવ રાઠીએ આરોપ લગાવ્યો કે તે લોકોએ તેને ચપ્પલ પણ પહેરવા ન દીધા અને જીપમાં જલ્દી બેસાડી ત્યાંથી લઈ ગયા.

ધ્રુવ રાઠીનો દાવોઃ ગુંડા મોકલી અપહરણ કર્યું
તેમણે કહ્યું- તેમમએ મારી ધરપકડ કે ડિટે નથી કર્યો. આ લોકોએ ગુંડાઓ મોકલી મારૂ અપહરણ કરાવ્યું છે. તે સમયે હું ઘરમાં હતો અને મારા માતા-પિતા હતા. તમે આ લોકોને પોલીસ કે એજન્સીના ગુંડા કહો. મને બાદમાં જાણવા મળ્યું કે આ 50 લોકો હતા. મને આ લોકોએ કંઈ બોલવાની તક ન આપી. ગુનેગારની જેમ લઈ ગયા. આ દરમિયાન મને ઈજા પણ પહોંચી. તે મને એક પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાંથી બીજા પોલીસ સ્ટેશનમાં અને આશરે 20 કલાક સુધી બેસાડી રાખ્યો.

આ પણ વાંચોઃ દિલ્હી પ્રોટેસ્ટ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું- આખી દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો

ફરી ધ્રુવ રાઠીની થઈ શકે છે અટકાયત?
આ વચ્ચે પોલીસના એક સૂત્રએ કહ્યું કે જો ધ્રુવ રાઠી કલમ 163 લાગૂ થવા છતાં જંતર-મંતર જવાનો પ્રયાસ કરે છે તો તેની ફરી અટકાયત કરી શકાય છે કે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે. ધ્રુવ રાઠીની શનિવારે ગુરૂગ્રામના સેક્ટર-56 સ્થિત તેના આવાસથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સૂત્ર અનુસાર આ કાર્યવાહી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ જગ્યાથી 7000થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આપ્યો બેરિકેટિંગ હટાવવાનો આદેશ
આ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મેટ્રો સેવા ચાલુ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે મોબાઈલ નેટ ચાલુ કરવા અને તમામ બેરિકેટિંગ હટાવવાનો આદેશ આપ્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES