કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર રાહુલ ગાંધી મૌન! પણ આ દિગ્ગજ કોંગ્રેસી નેતાએ કર્યા ભરપેટ વખાણ
એક ગુજરાતી અરે ગુજરાતી છોડો એક ભારતીયે દુનિયાભરમાં દેશનું ગૌરવ વધાર્યું છે. આખો દેશ અને દુનિયા તેમની બહાદુરીને બિરદાવી રહ્યું છે પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની પ્રશંસામાં બે શબ્દો પણ ઉચ્ચાર્યા નથી. ત્યારે કોંગ્રેસના જ સાંસદ પોતાની પાર્ટીના એવા ગણ્યા ગાંઠ્યા નેતાઓમાં સામેલ થયા છે જેમણે સ્મિત મચ્છરની બહાદુરીને ખુલ્લા મને બિરદાવી છે. શું તેમણે આમ કરીને રાહુલ ગાંધીને કોઈ મેસેજ આપ્યો છે?
ફ્લાયદુબઈનું દુબઈથી તેલ અવીવ જઈ રહેલું વિમાન લગભગ ક્રેશ થવાને આરે હતું અને ગુજરાતી મૂળના પાલયટ સ્મિત મચ્છરે અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરીને આ વિમાને ક્રેશ થતું બચાવ્યું. સ્મિતના આ પરાક્રમને આખી દુનિયાએ બિરદાવ્યું પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ સાહસ ઉપર પણ રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. સ્મિત મચ્છર એક ભારતવાસી અને ખાસ કરીને તો ગુજરાતી છે. ત્યારે રાહુલ ગાંધીને તેમની આ બહાદુરી પર પ્રશંસાના શું બે શબ્દો પણ જડી રહ્યા નથી? આ ચૂપ્પી પાછળ શું કારણ? કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતાએ રાહુલ ગાંધીને આ મામલે જાણે અરીસો દેખાડી દીધો છે.
શશિ થરૂરે કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવ્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળથી સાંસદ શશિ થરૂરે ફ્લાયદુબઈના ભારતીય મૂળના પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીના ભટપેટ વખાણ કર્યા છે. એકવાર ફરીથી કોંગ્રેસના આ નેતા પાર્ટીથી જાણે અલગ જોવા મળી રહ્યા છે. કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ કેપ્ટન સ્મિતની બહાદૂરીને બિરદાવવાથી જાણે અંતર જાળવી લીધુ છે. જ્યાં આખો દેશ અને દુનિયા સુદ્ધા કેપ્ટન સ્મિતની પ્રશંસા કરી રહી છે ત્યાં સોશિયલ મીડિયા પર બિલોરી કાચ લઈને શોધતા પણ એક પોસ્ટ જોવા મળી રહી નથી.
શશિ થરૂરે રાહુલ ગાંધીને દેખાડ્યો અરીસો?
રાહુલ ગાંધી આ અવસરે ભલે ચૂપ્પી સાધીને બેઠા છે પરંતુ શશિ થરૂર એવા ગણ્યાગાંઠ્યા કોંગ્રેસી નેતાઓમાં સામેલ થયા છે જેમણે ખુલ્લા મને કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી છે. તેમણે એક ઈઝરાયેલી મહિલાનો વીડિયો રીપોસ્ટ કર્યો જેમાં તે મહિલા કેપ્ટન મચ્છરની બહાદુરીના ગુણગાન કરતી હતી.
કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે 174 લોકોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છરની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે "કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસામાં એક ઈઝરાયેલી મહિલા તરફથી બનાવવામાં આવેલો વીડિયો તેમની બહાદુરીનું જીવંત વર્ણન છે."
વીડિયોમાં શું કહે છે મહિલા?
આ વીડિયોમાં એક ઈઝરાયેલી મહિલા એવું કહેતી જણાય છે કે આમનું નામ સ્મિત મચ્છર છે, તેઓ ફ્લાયદુબઈ ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન છે. જેમાં 170થી વધુ લોકો સવાર હતા. જે દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું. જ્યારે એક ઓમાની કો પાયલટે તેમના પર હુમલો કર્યો અને કોકપિટની અંદર તેમને ચાકૂ માર્યું અને જહાજ હજારો ફૂટ નીચે આવી ગયું આમ છતાં સ્મિતે સંઘર્ષ કર્યો. ખુબ ઈજાગ્રસ્ત અને લોહીથી લથપથ થવા છતાં તેઓ લડતા રહ્યા અને છેલ્લે વધેલી બધી શક્તિ વાપરીને તેઓ કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ થયા. જેનાથી ક્રૂ અને મુસાફરો કોકપિટમાં ધસી ગયા અને હુમલાખોરને કાબૂમાં કરી લીધો. આખરે વિમાન ફરીથી કાબૂમાં આવી ગયું. સ્મિતના કારણે 170થી વધુ લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી શક્યા. કારણ કે તેમણે સંઘર્ષ પસંદ કર્યો અને બહાદુરીથી લડ્યા. તેમણે હીરો બનવાનું પસંદ કર્યું.
શશિ થરૂરે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી આ અગાઉ ફક્ત પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જ કેપ્ટન સ્મિત મચ્છરની વીરતાના વખાણ કર્યા હતા. તેમના પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા થરૂરે એમ પણ લખ્યું કે હું ખડગે સાહેબ અને સમગ્ર ભારત સાથે મળીને કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવું છું. જેમણે 174 લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મૂક્યો. અમે કામના કરીએ છીએ કે ફ્લાયદુબઈની ફ્લાઈટની કોકપિટમાં બહાદુરીથી લડતી વખતે મળેલા ઘામાંથી ઉભરીને તેઓ જલદી સંપૂર્ણ રીતે સાજા થઈ જાય. અત્રે જણાવવાનું કે બીજી બાજુ કેરળમાં કોંગ્રેસની સહયોગી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સુદ્ધાએ કેપ્ટન સ્મિતની જાંબાઝીને હ્રદયપૂર્વક બિરદાવી છે.