SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધ્રુવ રાઠીને પોલીસે છોડ્યો, CJP પ્રદર્શનમાં જશે તો કાર્યવાહી કરશે દિલ્હી પોલીસ

ધ્રુવ રાઠીને દિલ્હી પોલીસે છોડી દીધો છે. સીજેપીના પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલા ધ્રુવની પોલીસે ગુરૂગ્રામમાં તેના નિવાસ્થાનેથી અટકાયત કરી હતી.

Written By Gokani Dhaval
Published: Oct 11, 2026, 09:52 AM IST | Updated: Oct 11, 2026, 09:54 AM IST
Join

યુટ્યુબર ધ્રુવ રાઠીને પોલીસે મોડી રાત્રે છોડી દીધો છે. દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે જો ધ્રુવ પ્રોટેસ્ટમાં સામેલ થવા જશે જંતર-મંતર જશે તો પોલીસ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ધ્રુવ 10 ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં સામેલ થવા આવ્યો હતો. પરંતુ પ્રદર્શન પહેલા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

ધ્રુવ રાઠી તે લોકોમાં સામેલ છે, જેની 10 ઓક્ટોબરે પ્રદર્શન પહેલા અટકાયત કરવામાં આવી હતી. તેને જંતર-મંતર પર જતો રોકવા માટે દિલ્હી પોલીસે ગુરૂગ્રામ પોલીસની મદદથી તેની ઘરેથી અટકાયત કરી હતી. ધ્રુવ પહેલા બેંગલુરૂમાં સીજેપીના પ્રદર્શનમાં સામેલ થયો હતો. બેંગલુરૂ પ્રોટેસ્ટમાં તેની સાથે અભિનેતા પ્રકાશ રાજ અને સીજેપી નેતા અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા પણ હતા.

9 ઓક્ટોબરે પોસ્ટ કર્યો હતો વીડિયો
પ્રોટેસ્ટના એક દિવસ પહેલા ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેની પાછળ ઈન્ડિયા ગેટ નજર આવી રહ્યો હતો. આ વીડિયોમાં તેણે લોકોને આંદોલનમાં સામેલ થવા માટે કહ્યું હતું. ધ્રુવનો વીડિયો જોઈને બધાને ખ્યાલ આવ્યો કે તે દિલ્હી પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ CJP પ્રદર્શન મામલે UNના નિવેદન પર ભારતનો પલટવાર, આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ના કરવાની 

પોલીસે આપી ચેતવણી
જાણવા મળી રહ્યું છે કે સવારે પોલીસે તેને સમજાવ્યો કે તે જંતર-મંતર ન જાય, કારણ કે પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી નથી. રાઠીને 24 કલાક બાદ છોડવામાં આવ્યો છે. હવે પોલીસે તેને જંતર-મંતર ન જવાની ચેતવણી આપી છે.

આજે પણ પ્રદર્શન કરશે સીજેપી
પોલીસે શનિવારે મોડી રાત્રે ઘણા પ્રદર્શનકારીઓને છોડી મુક્યા હતા. કોકરોચ જનતા પાર્ટીએ આજે પણ આંદોલનની ચેતવણી આપી છે. સીજેપી દ્વારા જંતર-મંતર કૂચની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસ અને સેનાની તૈનાતી કરવામાં આવી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES