SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CJPના વિરોધ પ્રદર્શનથી કોંગ્રેસે જાળવ્યું અંતર? રાહુલ ગાંધી દિલ્હી નહીં ચેન્નાઈમાં હશે, જાણો કોણે કોણે ખુલીને કર્યો સપોર્ટ

CJP Protest Delhi: સીજેપીના આજે દિલ્હીના જંતર મંતર પર ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામેના વિરોધ પ્રદર્શનને પગલે આજે દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્તનો માહોલ છે. બોર્ડરો પર ચાકબંધ સુરક્ષા વ્યવસ્થા છે. પરંતુ કોંગ્રેસે જાણે જાણે આ વિરોધ પ્રદર્શનથી અંતર જાળવી લીધુ છે. કઈ કઈ પાર્ટીઓએ ખુલીને સપોર્ટ કર્યો તે જાણો.

Written By Viral Raval
Published: Oct 10, 2026, 08:57 AM IST | Updated: Oct 10, 2026, 10:32 AM IST
Join

કોકરોચ જનતા પાર્ટીએ આજે દિલ્હીના જંતર મંતર  ખાતે વિરોધ પ્રદર્શનનનું આહ્વાન કરેલું છે. ભાજપ વિરોધી મોટાભાગની પાર્ટીઓનું તેમને સમર્થન છે. ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વોટચોરીનો આરોપ લગાવીને મોરચો માંડ્યો છે. આ પ્રદર્શનમાં સામેલ થવા માટે તમામ વિરોધી પાર્ટીઓને અપીલ કરાઈ હતી અને નેતાઓને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું હતું. જો કે આમ છતાં કોંગ્રેસ અંતર જાળવતી જોવા મળી રહી છે. વિરોધ પ્રદર્શનને પગલે આજે દિલ્હી છાવણી બની ગયું છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

વિરોધ પ્રદર્શનો વચ્ચે બંગાળમાં ભાજપે ફરી ચોંકાવ્યા, મુસ્લિમ બહુમતીવાળી સીટ પર ઉમેદવારને ખોબલે ખોબલે મતો મળ્યા

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
આજે વિરોધ પ્રદર્શનના પગલે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 45 જેટલા મેટ્રો સ્ટેશનો બંધ છે. દિલ્હીની બોર્ડરો મોટાભાગે સીલ કરાઈ છે. જેમાં અપ્સરા બોર્ડર, ટીકરી, ગાઝીપુર, કુંડલી બોર્ડર, નોઈડા વળાંક, આનંદ વિહાર વગેરે સહિત તમામ સરહદી વિસ્તારો પર ચાકબંધ સુરક્ષા છે. દિલ્હી પોલીસે આ અંગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એડવાઈઝરી પણ જાહેર કરી છે. શનિવારે 6 વાગ્યાથી તમામ નિર્ધારિત રસ્તાઓ પર ટ્રાફિક ડાઈવર્ઝન અને પ્રતિબંધો લાગૂ થઈ ચૂક્યા છે. અભીજિત દીપકે હાલ મુંબઈથી દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. સૌરવ દાસે કહ્યું કે સરકારે માત્ર દિલ્હીને જ નહીં પરંતુ આખા દેશને જંતર મંતર બનાવી દીધો છે. પ્રદર્શનકારીઓ બસ એટલું ઈચ્છે છે કે તેમનો અવાજ સરકાર સાંભળે.

કોંગ્રેસે જાળવ્યું અંતર!
આમ તો બધા વિરોધી પક્ષોએ આ વિરોધ પ્રદર્શને સમર્થન આપેલું છે પરંતુ પ્રદર્શનમાં સામેલ થવાની વાત કરીએ તો કોંગ્રેસે તો સૌથી પહેલા જાણે અંતર જાળવી લીધુ છે. મમતા બેનર્જીએ પણ આ મૂવમેન્ટને સમર્થન તો આપેલું છે પરંતુ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. દિલ્હી પહોંચતા પહેલા મમતાએ પત્રકારોને કહ્યું હતું કે તેઓ 10 ઓક્ટોબરે જંતર મંતર પર થનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. પરંતુ આ સાથે એમ પણ કહ્યું હતું કે હજુ કશું નક્કી નથી. બીજી બાજ લેફ્ટ અને આમ આદમી પાર્ટીએ સામે થવાની જાહેરાત કરેલી છે. 

રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં રહેશે હાજર
આ બધા વચ્ચે કોંગ્રેસ સીજેપીના વિરોધ પ્રદર્શનથી જાણે અંતર જાળવી રહી હોય તેવું લાગે છે. રાહુલ ગાંધી શનિવારે છાત્રો કી ગૂંજ કાર્યક્રમ માટે ચેન્નાઈમાં હશે. એટલે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પહેલાની જેમ આ આંદોલનથી દૂર રહેવા માંગતા હોય તેવું જણાય છે.

કાલે ડંડા લઈને પહોંચીશું..... કોકરોચના પ્રોટેસ્ટની જાહેરાત વચ્ચે હિંન્દુ રક્ષા દળનું એલાન

કઈ કઈ પાર્ટીઓએ ખુલીને આપ્યું સમર્થન
ટીએમસી, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષો જેમ કે CPM, CPI, CPI (ML)L, RSPએ આ આંદોલનને ખુલીને સમર્થન આપ્યું છે. જ્યારે બાકીની વિપક્ષી પાર્ટીઓના સમર્થનની રાહ જોવાઈ રહી છે. કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ પણ આ આંદોલનને સમર્થન આપવાની વાત કરી છે.

 કેજરીવાલ પરિવાર સાથે જોડાશે
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના પરિવાર સાથે આ આંદોલનમાં સામેલ થવાના છે. તેમણે કહ્યું કે લોકોનું હું અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં જંતર મંતર પહોંચે. આ એક વ્યક્તિ કે રાજકીય પક્ષનો મામલો નથી પરંતુ એક દેશનો મામલો છે. જંતર મંતર પર વિરોધ પ્રદર્શન શનિવારથી શરૂ થઈ રહ્યું છે. હું ત્યાં રહીશ અને મારો પરિવાર પણ મારી સાથે જોડાશે. બધાએએ આવવું જોઈએ.

અખિલેશે પણ ખુલીને આપ્યું સમર્થન
સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવે પણ એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું કે કોઈના રોકાયે અમે રોકાઈશું નહીં. હવે દિલ્હીમાં દેશ ભેગો થશે. અમે દેશની યુવા ઉર્જા સાથે છીએ. ભાજપ સરકાર જો એમ સમજતી હોય કે તેઓ તાકાતના દમ પર જનતાને રોકી લેશે તો આ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થશે. જંતર મંતર હવે એક જગ્યાનું નામ નથી પરંતુ એક નવી ચેતના અને જાગરણનું પ્રતિક બન્યું છે. જો સરકારે આંદોલનકારીઓને રોક્યા તો દેશમાં દરેક જગ્યાએ જંતર મંતર બનશે.

 

Add Zee News as a Preferred Source

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES