SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

GoPro કેમેરા અંગે ચીન તરફથી નથી મળતી જાણકારી, પહલગામ આતંકી હુમલાને લઈને NIA નો મોટો ખુલાસો

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મામલે એનઆઈએ તરફથી જણાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મળેલા ગોપ્રો કેમેરા અંગે ચીન કોઈ જાણકારી આપી રહ્યું નથી. જાણકારી માટે ભારત તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ચીન તરફથી જવાબ આપવામાં નથી આવતો.

Written By Krupa Shah
Published: Nov 21, 2026, 08:19 IST | Updated: Nov 21, 2026, 08:22 IST
Join

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો મામલો ચર્ચામાં છે. આ અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએના ડાયરેક્ટર જનરલ રાકેશ અગ્રવાલે કહ્યું છે કે પહલગામમાં નરસંહારની જવાબદારી લેનાર આતંકીઓ પાસે અમેરિકામાં બનેલો એક ગોપ્રો કેમેરો હતો. આ મામલે ચીન કોઈ જવાબ આપતું નથી.

ગ્લોબલ સપ્લાય ચેન

આ મામલે વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે પહલગામમાં આતંકી હુમલાની તપાસ દરમિયાન અધિકારીઓ ગ્લોબલ સપ્લાય ચેનની તપાસ પણ કરી રહ્યા હતા. જેમાં મુખ્ય વાત હતી કે અમેરિકામાં બનેલો ગોપ્રો કેમેરો જે ચીન મોકલવામાં આવ્યો હતો તે લશ્કર એ તૈયબાના આતંકીઓ પાસે કેવી રીતે પહોંચ્યો ? આ અંગે એજન્સીને કેટલાક પુરાવા પણ મળ્યા છે જેને લઈ જરૂરી જાણકારી માટે ચીનને અનુરોધ કરવામાં આવ્યો હતો પણ ચીન તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.

અમેરિકાથી કેમેરો પહોંચ્યો ચીન

તપાસ દરમિયાન એનઆઈએ દ્વારા ગ્રોપ્રો ઈંકના નિર્માતાનો અમેરિકામાં સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી જાણી શકાય કે કેમેરો ક્યાં વેંચાયો હતો. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે આ કેમેરો મૂળ ચીનના એક કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યૂટરને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત તરફથી ચીનનો જરૂરી જાણકારી માટે સંપર્ક કરવામાં આવ્યો અને જાણકારી માટે અનુરોધ કરવામાં આવ્યો પરંતુ ચીન તરફથી ગો પ્રો કેમેરા અંગે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

આતંકીઓ રાખે છે હાઈ ટેક કેમેરા

પહલગામ થયેલા હુમલા પછી દાચીગામના જંગલોમાં થયેલી એક અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ પાસે પણ એક હાઈ ટેક કેમેરા હતો. જેના કારણે જમ્મૂ કાશ્મીરમાં આતંકી સંગઠનોને બહારથી મળતા સપોર્ટની તપાસમાં નવો વળાંક આવ્યો. તપાસ કરનાર અધિકારીઓનું માનવું છે કે આ સપ્લાય ચેનનો પર્દાફાશ થાય તે જરૂરી છે. જેનાથી ભારત વિરોધી તત્વો તરફથી થતા ટેરર ફંડિંગ અને અંડરગ્રાઉન્ડ નેટવર્કનો ખુલાસો થાય.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES