વર્ષ 2026નું પહેલું વાવાઝોડું ત્રાટકવાના એંધાણ, જાણો કયા-કયા રાજ્યોમાં મચી શકે તબાહી? ગુજરાતનું શું થશે
Arnab Cyclone: આ વર્ષનું પહેલું વાવાઝોડું આવે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. જો કે હજુ આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે નથી પરંતુ એવી સંભાવના છે કે તે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે વાવાઝોડું બની ત્રાટકી શકે છે. જો તે વાવાઝોડું બને તો તેનું નામ અર્ણબ રાખવામાં આવશે અને તે કયા કયા રાજ્યોમાં કહેર મચાવી શકે છે તે ખાસ જાણો.
ભારતમાં હજુ આ વર્ષે વાવાઝોડાએ દસ્તક આપી હોય તેવું જણાયું નથી પરંતુ પહેલું ચક્રવાતી તોફાન ત્રાટકી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જો કે હજુ તો બંગાળના ઉપસાગરમાં એક હળવું દબાણ બનેલું છે જે આગળ વધી રહ્યું છે અને આગળ જતા મજબૂત વાવાઝોડું બને તેવી શક્યતા છે. જો કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ કે અન્ય હવામાન જાણકારો દ્વારા આ તોફાન વિશે કઈ પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું નથી. ત્યારે જો હવે આ હળવું દબાણ આગળ જઈને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેનું નામ અર્ણબ પડી શકે છે. આ દબાણ ગંભીર સ્વરૂપ ધારણ કરીને વાવાઝોડામાં ફેરવાય તો ક્યા ક્યાં વરસાદ પડી શકે તે પણ ખાસ જાણો.
શું કહે છે સ્કાયમેટ?
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સોમવારે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં જે હળવું દબાણ સર્જાયું હતું તે હવે વધીને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. એવી સંભાવના પણ વર્તાઈ છે કે આ સિસ્ટમ 22 સપ્ટેમ્બરની આસપાસ દબાણમાં ફેરવાઈ શકે છે. જ્યારે 23 ઓગસ્ટના રોજ તે ડીપ ડિપ્રેશન કે ઊંડા દબાણમાં ફેરવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ક્યાં ક્યાં કહેર મચી શકે
- જો આ દબાણ વાવાઝોડામાં ફેરવાયું તો તેની સૌથી વધુ અસર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠે વર્તાઈ શકે છે.
- આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સુધી પણ તેની અસર થઈ શકે છે.
- નવા હવામાન સિસ્ટમ વચ્ચે ભારતના અનેક રાજ્યોમાં સોમવારે વરસાદનો નવો દોર પણ શરૂ થયેલો જોવા મળ્યો છે.
- જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યો સામેલ છે.
- સ્કાયમેટના જણાવ્યાં મુજબ બુધવારે આ દબાણ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને મજબૂત બની શકે છે.
- જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી કરાયું કે અનેક રાજ્યોમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને અને આ દબાણને કોઈ કનેક્શન છે.
- એજન્સીના જણાવ્યાં મુજબ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કાઠેં પહોંચતી વખતે તે ડિપ ડિપ્રેશન કે ચક્રવાતની વચ્ચેની સ્થિતિમાં હોઈ શકે છે.
- આવામાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, અને તેલંગણામાં ખુબ ભારે વરસાદ પડી શકે છે.
- કાંઠા વિસ્તારોમાં ગાઢ વાદળો છવાઈ શકે છે. જેને પગલે આંધ્ર અને ઓડિશાના કાંઠાવાળા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે.
23મીએ થઈ શકે છે લેન્ડફોલ!
એજન્સી દ્વારા એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે લેટેસ્ટ હવામાન સિસ્ટમ જો વાવાઝોડામાં ફેરવાય તો 23મી સપ્ટેમ્બરે તેનું લેન્ડફોલ થઈ શકે છે.
એવું કહેવાય છે કે દબાણનું ક્ષેત્ર બન્યા બાદ જ વધુ પરફેક્ટ માહિતી મળી શકશે અને 27 સપ્ટેમ્બર સુધીમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં મુખ્યત્વે તેલંગણા, દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ સામેલ છે. જ્યાં અતિભારે વરસાદ અને પાણીથી વિસ્તારો ડૂબાડૂબ થવાના એંધાણ છે.
આ રાજ્યોમાં પૂરની સંભાવના બની શકે
એજન્સીના પૂર્વાનુમાન મુજબ મધ્ય પ્રદેશના પૂર્વી વિસ્તારો, પૂર્વી ઉત્તર પ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, છત્તીસગઢ, અને બિહારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. પૂરની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.
ઓડિશામાં એલર્ટ
ઓડિશામાં તો પહેલેથી જ આ અંગે એલર્ટ જાહેર કરાયેલું છે. 18 સપ્ટેમ્બરે ભુવનેશ્વર હવામાન વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું હતું કે હળવા દબાણવાળું આ ક્ષેત્ર ધીરે ધીરે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને આગલા ત્રણ ચાર દિવસોમાં દક્ષિણ ઓડિશા-ઉત્તરી આંધ્ર પ્રદેશના કાંઠાઓ સુધી આગળ વધે તેવી શક્યતા છે.
જો કે તેમણે કહ્યું હતું કે આ સિસ્ટમથી ગભરાવવાની જરૂર નથી. જો આગળ એવું લાગશે તો આઈએમડી યોગ્ય સમયે લોકોને જાણ કરશે. જો કે 22 સપ્ટેમ્બરથી દક્ષિણ ઓડિશામાં ભારે વરસાદની ગતિવિધિઓ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાત માટે કેવી છે આગાહી
- ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું કે ગુજરાતમાં 21 થી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો-પ્રેશરની અસર છે.
- ગુજરાતમાં ઠંડા પવન સાથે વરસાદી માહોલ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
- ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવવાની શક્યતા છે.
- માછીમારોને જો કે દરિયો ન ખેડવાનું જણાવ્યું છે.
- આગામી દિવસોમાં વરસાદથી ઘટમાં ઘટાડાની શક્યતા છે પરંતુ હાલ તો સામાન્ય વરસાદની સરખામણઈએ 7 ટકા વરસાદી ઘટ જણાઈ છે.