બ્લૂ ડ્રમ પછી હવે 'પેટીકાંડ': ત્રીજા પ્રેમની ચાહતમાં અંધ બની પત્ની, સિલભટ્ટાથી પતિની હત્યા કરી લોખંડની પેટીમાં લાશ ફેંકી!
રાત્રિના બે વાગ્યાનો સમય...હાઈવેનો સૂમસામ રસ્તો...અને રસ્તા કિનારે લાવારિસ હાલતમાં પડેલી લોખંડની એક રહસ્યમય મોટી પેટી! જ્યારે પોલીસે આ ભારેખમ પેટીનું તાળું તોડ્યું, ત્યારે અંદર રજાઈ-ગાદલાની વચ્ચેથી જે જોવા મળ્યું. એ જોઈને ખાખી વર્દીવાળાઓના પણ કાળજા કમ્પી ગયા. ક્યાંની છે આ ઘટના અને એવું તો પોલીસને પતરાની બંધ પેટીમાં શું જોવા મળ્યું. જોઈશું આ અહેવાલમાં.
Unnao Box Murder : બ્લૂ ડ્રમ પછી હવે પેટીકાંડ! જી હા, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરી દેનારી એક એવી ખૌફનાક વારદાત સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. ઉન્નાવ-લાલગંજ હાઇવે પર પોલીસ ચોકીથી માંડ 300 મીટર દૂર, મધ્યરાત્રિએ અંધારાના ઓઠા હેઠળ એક મોટી લોખંડની પેટી લાવારિસ હાલતમાં ફેંકી દેવામાં આવે છે. સ્થાનિક લોકોની નજર આ શંકાસ્પદ પેટી પર પડે છે અને પોલીસને જાણ કરાય છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જ્યારે એ ભારેખમ બક્સું ખોલાવે છે, ત્યારે અંદરથી જે સામે આવે છે તે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠે છે!
- બ્લૂ ડ્રમ પછી...હવે પેટીકાંડ!
- યુવકની હત્યા...લાશ પેટીમાં બંધ!
- ચહેરા અને માથા પર ગંભીર ઈજા...
બક્સાની અંદર ગાદલા અને રજાઈની વચ્ચે લપેટાયેલો હતો 25 વર્ષીય સોનુનો લોહીલુહાણ મૃતદેહ. મૃતકના ચહેરા અને માથા પર ગંભીર ઈજાના નિશાન હતા અને નાકમાંથી લોહી વહી રહ્યું હતું. આ કોઈ સામાન્ય હત્યા નહોતી, પણ એક પૂર્વ આયોજિત ક્રૂર કાવતરું હતું. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ સોનું નામના યુવકની પત્નીએ જ કરી. હવે તમને સવાલ થશે કે આ હત્યા કરવા પાછળનું કારણ શું હતું.
- પતિની હત્યા...પેટીમાં લાશ બંધ
- ત્રીજા પ્રેમની ચાહત...પત્નીનો ખૂની ખેલ
- 1200 રૂપિયામાં લોડર બુક...પેટીમાં લાશનો ખેલ
- સાત ફેરાના સંબંધનો લોહિયાળ અંત
બે લગ્ન કરી ચૂકેલી પત્ની નેહા રાવતને પડોશમાં રહેતા યુવક સાથે આંખ મળી ગઈ હતી. ત્રીજા પ્રેમની ચાહતમાં અંધ બનેલી નેહા માટે તેનો પતિ સોનું રસ્તાનો કાંટો બની ગયો હતો. મંગળવારે રાત્રે સોનુ દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવ્યો અને મારપીટ શરૂ કરી, બસ આ જ તકનો ફાયદો ઉઠાવીને નેહાએ મસાલો પીસવાના પથ્થર એટલે કે સિલભટ્ટાથી સોનુના માથા પર ઘાતકી પ્રહાર કરી દીધો! સોનુ નીચે પડ્યો એટલે પ્રેમીએ રજાઈથી તેનું મોં દબાવીને તડપાવી-તડપાવીને જીવ લઈ લીધો!.
1200 રૂપિયામાં એક લોડર ગાડી બુક કરી
પતિને મોતના ઘાટ ઉતાર્યા બાદ લાશને સગેવગે કરવાનો ખેલ શરૂ થયો. ઘરમાં જ રાખેલી લોખંડની મોટી પેટીમાં સોનુની લાશને ગાદલા-રજાઈ સાથે પેક કરી દેવાઈ. પત્ની નેહાએ સામાન શિફ્ટ કરવાના બહાને માત્ર 1200 રૂપિયામાં એક લોડર ગાડી બુક કરી અને પ્રેમી તથા તેના સાથીદાર તૌહીદ સાથે મળીને આ પેટીને હાઈવે કિનારે ફેંકીને ફરાર થઈ ગઈ. હત્યારાઓને લાગ્યું કે તેઓ કાયદાથી બચી જશે, પરંતુ બાર જ કલાકમાં આ ખૌફનાક હત્યાકાંડનો પર્દાફાશ થઈ ગયો.
પત્ની કાતિલ બની જશે એવું..
પોલીસે કાતિલ પત્ની નેહા રાવત, તેના કથિત પ્રેમી અને સહયોગી તૌહીદની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. લલઉખેડા ચોકીથી થોડે જ દૂર આચરવામાં આવેલા આ હૃદયકંપાવનારા પેટીકાંડે સમગ્ર ઉત્તર પ્રદેશને હચમચાવી દીધું છે. જે પત્ની સાથે સાત ફેરા લઈને જીવનભર સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તે જ પત્ની કાતિલ બની જશે એવું સોનુએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય...