અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!
Cyclone Murasu: બંગાળની ખાડી હવે નવા નવા ચક્રવાતોનું ઘર બની રહી છે. બંગાળની ખાડીમાંથી અર્નબ નામના ઉઠેલા વાવાઝોડાના વિનાશથી હજુ કળ પણ વળી નથી ત્યાં આંધ્ર પ્રદેશ માટે એક નવી મુશ્કેલી ઉભી થઈ છે. બંગાળની ખાડીમાં એક નવા દૈત્યએ જન્મ લીધો છે જે 48 કલાકમાં આંધ્રપ્રદેશ સાથે ટકરાશે. દેશમાં ચોમાસું પૂરું થયા છતાં ચક્રવાતો નુકસાન કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં બનેલું દબાણ એ રવિવાર સુધીાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. સોમવારે 2 મવેમ્બરની સાંજ સુધીમાં એ આંધ્રપ્રદેશના તટ સાથે ટકરાય તેવી પૂરી સંભાવના છે. જાણી લો કયા કયા રાજ્યોમાં વરસશે વરસાદ
Cyclone Murasu Latest Update: હવામાન વિભાગે આગાહી કરી છે કે આંધ્રપ્રદેશમાં દરિયા કિનારાના તટ પર ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તામિલનાડુ, પાંડેચરી અને કેરળમાં પણ વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં હવામાનમાં મોટા ફેરફારો થઈ રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ રવિવાર સુધીમાં ભારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. જો ચક્રવાત બનશે તો એનું નામ મુરસુ રાખવામાં આવશે.
અર્નબ બાદ આંધ્ર પ્રદેશે ફરી એકવાર ભારે વરસાદ અને દરિયાઈ લહેરોનો સામનો કરવો પડી શકે છે. અર્નબ વાવાઝોડાની તબાહીને 24 કલાક પણ નથી થયા અને બીજા વાવાઝોડાની દસ્તકથી બંગાળની ખાડી હવે ચક્રવાતો માટે ફેમસ થઈ રહી છે.
આંધ્ર પ્રદેશમાં અર્નબ વાવાઝોડાને કારણે હજારો લોકો બેઘર થયા છે. હવે નવું મુરસું વાવાઝોડોનું એલર્ટ આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર અંદામાન અને નિકોબાર દ્રીપ સમુહની આસપાસ ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. જે પશ્વિમ અને ઉત્તર પશ્વિમ દીશા તરફ આગળ વધશે.
શનિવાર સાંજ સુધીમાં દબાણ વધુ મજબૂત બનશે અને રવિવારના રોજ આ ચક્રવાતમાં ફેરવાઈ જશે. તામિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાના વરસાદ બાદ ચક્રવાતોને કારણે આંધ્રપ્રદેશ સહિતના તટિય વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે.
| બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર સિસ્ટમ રવિવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. | આ સંભવિત વાવાઝોડાને ભારત દ્વારા સૂચવવામાં આવેલ 'મુરસુ' નામ આપવામાં આવશે, જેનો તમિલ અર્થ 'નગાડો' થાય છે. |
| હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું આગામી 48 કલાકમાં એટલે કે 2 નવેમ્બરની સાંજે આંધ્રપ્રદેશના તટને પાર કરશે. | 'અર્નબ' વાવાઝોડાની તબાહી બાદ આંધ્રપ્રદેશ પર વધુ એક નવા વાવાઝોડાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. |
| આ સિસ્ટમની અસરને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળ સહિતના દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. | તટીય વિસ્તારોમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને સમુદ્ર અશાંત રહેવાની આશંકા છે. |
ભારતે મુરસુ નામ આપ્યું
આ સંભવિત ચક્રવાતનું નામ મુરસુ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતે આપ્યું છે. તમિલ ભાષામાં મુરસુનો અર્થ ઢોલ અથવા નગારું એવો થાય છે. ચક્રવાતી તોફાનોના નામ પહેલાંથી ફાયનલ થતા હોય છે. જેમ જેમ ચક્રવાત બનતા જાય એમ નામો જાહેર થાય છે.
આંધ્રપ્રદેશથી લઈને તામિલનાડુ સુધી એલર્ટ
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પાંડુચેરીથી લઈને કરાઈકલ સુધી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ વરસી શકે છે. કેરળમાં પણ 4 નવેમ્બરના રોજ વરસાદની આગાહી છે. એટલે આ સિસ્ટમ ફક્ત આંધ્રપ્રદેશ સુધી સીમિત નહીં રહે. દક્ષિણ ભારતના ઘણા હિસ્સાઓમાં ભારે વરસાદ વરસી શકે છે અને હવામાન બગડી શકે છે.
દરિયામાં ભારે પવન અને ઉંચી લહેરો ઉઠશે
IMDએ આંધ્રપ્રદેશમાં દરિયા કિનારા વિસ્તારમાં દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે. 1 નવેમ્બર સુધીમાં આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલ સીમામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવનો ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવનોની સ્પીડ 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે. એટલે દરિયામાં માછીમારી કરતા માછીમારોએ દરિયામાં ન જવું અને હવામના વિભાગની ચેતવણીઓને ગંભીરતાથી લેવાની સલાહ અપાઈ છે. જોકે, આ ચક્રવાતની ગુજરાત સુધી અસર થવાની સંભાવના નહિવત છે.