11 ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન થવાનું છે. આ પહેલા વોર્ડ નંબર 1થી 11 માટે મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી, મનપા કચેરી અને વોર્ડ કચેરી સહિત વિવિધ સ્થળોએ યાદી ઉપલબ્ધ કરાવાશે. ગાંધીનગર ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા 1 ઓક્ટોબર, 2026ના રોજ નોટિસ જાહેર કરવામાં આવી છે.
Gujarat News Live: ગાંધીનગર મનપાની ચૂંટણી, વોર્ડ નંબર 1થી 11 માટે મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી
Gujarati News Live 2 OCT: ગુજરાત સહિત દેશ દુનિયાના તમામ પળેપળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-દુનિયામાં બની રહેલી તમામ ઘટનાઓના લેટેસ્ટ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહો.
રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં 11 ટકા વરસાદની ઘટ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 24 ટકા ઘટ રહી છે. રાજ્યમાં હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.
અમદાવાદમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. પુષ્પાંજલિ બાદ જગદીશ વિશ્વકર્માએ શ્રમિકો સાથે વાતચીત કરી. આ દરમિયાન નજીકના ખાદી સ્ટોરની મુલાકાત લીધી. ખાદી સ્ટોરમાંથી ખાદીની ખરીદી પણ કરી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગ રસપદ બન્યો છે. 21 વર્ષ ના જેન ઝી ઉમેદવાર છે તો 71 વર્ષના ઉમેદવાર પણ મેદાનમાં છે. મહાનગરપાલિકામાં સૌથી વધુ ઉંમરવાળા ઉમેદવાર 71 વર્ષના છે. ઉંમરના કારણે તેમનો પ્રચાર ની કમાન તેમના પરિવારે અને બે પુત્રવધુઓએ હાથમાં લીધી છે.