Gujarat News Live: સામખિયાળી-મોરબી હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત, ગુજરાતમાં ફરી માવઠાની ઘાત, જયેશ રાદડિયાએ વિરોધીઓ પર વરસ્યા
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 08 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
08 Oct 2026, 10:25 AM
Gujarat News Live: ગુજરાત સરકારનો યુવા વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે યુવા વિદ્યાર્થીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રી પીટી.સી. કોલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્વના સુધારા. પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને 30 વર્ષ કરાઈ. પ્રી પીટી.સી.માં વર્ગદીઠ બેઠકો 50થી વધારીને 62 કરાઈ. EWS ઉમેદવારો માટે 10 ટકા અનામતની જોગવાઈ. દિવ્યાંગ ઉમેદવારો માટે 5 ટકા અનામતની જોગવાઈ. વધુ ઉમેદવારોને શિક્ષક તાલીમ મેળવવાની તક મળશે. ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.
08 Oct 2026, 10:14 AM
Gujarat News Live: સામખિયાળી-મોરબી હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત
કચ્છના સામખિયાળી-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેલર ચાલકે બેફામ ગાડી હંકારતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 21 પશુઓના મોત નિપજ્યા છે, જ્યારે 8 પશુઓ ઈજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. અકસમાતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
08 Oct 2026, 10:10 AM
Gujarat News Live: વડોદરાના શેરખી-ભીમપુરા કેનાલમાં બે વિદ્યાર્થીઓના મોત
વડોદરાના શેરખી-ભીમપુરા કેનાલમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. શેરખી-ભીમપુરા કેનાલ પાસે ચાર વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. ચાર પૈકી બે વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા થયા. મિત્રો નજર સામે જ બંને વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી. ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી શોધખોળ કામગીરી હાથ ધરાઈ. સમી સાંજે બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા. બંને વિદ્યાર્થીઓ ITIમાં અભ્યાસ કરતા હોવાની માહિતી. મૃતકોમાં કિશન જાદવ અને પ્રિતેશ ચૌહાણનો સમાવેશ. ઘટનાને પગલે સાથી વિદ્યાર્થીઓમાં ગમગીની અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી.
08 Oct 2026, 10:09 AM
Gujarat News Live: કેંદ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું નાાના પાટેકરના નિધનથી કલા જગત અને સામાજિક ક્ષેત્રે મોટી ક્ષતિ
કેંદ્રીય મંત્રી સીઆર પાટીલે નાાના પાટેકરના નિધન પર ઉંડા શોકની લાગ્ણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જાણીતા અભિનેતા અને સમાજસેવી નાાના પાટેકરના નિધનથી કલા જગત અને સામાજિક ક્ષેત્રે મોટી ક્ષતિ થઈ છે. તેમણે સિનેમા જગત ઉપરાંત જળ-સંરક્ષણ અને ગ્રામીણ વિસ્તારોમાં જળ-સુરક્ષા માટે અનુકરણીય કાર્યો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર તથા પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
08 Oct 2026, 10:08 AM
Gujarat News Live: અમિત શાહે નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
અમિત શાહે નાના પાટેકરના નિધન પર વ્યક્ત કર્યુ દુ:ખ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન કલા જગત માટે એક મોટું નુકસાન છે. પાંચ દાયકા સુધી, તેમણે તેમના સહજ અભિનય અને શક્તિશાળી સંવાદો દ્વારા દર્શકો પર એક અમીટ છાપ છોડી. ગંભીર સામાજિક મુદ્દાઓ હોય કે હાસ્ય, તેમણે દરેક પાત્રને જીવંત બનાવ્યું. નામ ફાઉન્ડેશન દ્વારા દુષ્કાળગ્રસ્ત ખેડૂત પરિવારોની સેવા કરવી હોય કે સરહદ પર સૈનિકોને પ્રોત્સાહન આપવું હોય, તેઓ ખ્યાતિના શિખર પર પહોંચ્યા પછી પણ તેમના મૂળ સાથે જોડાયેલા રહ્યા. જ્યારે પણ હું તેમને મળતો, તેમની સાદગી અને નિખાલસતાએ હંમેશા મને પ્રભાવિત કર્યો. ભગવાન શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે અને દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ...
08 Oct 2026, 10:07 AM
Gujarat News Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાના પાટેકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા અને સમાજસેવી નાના પાટેકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું કે નાણા પાટેકર એક અત્યંત પ્રભાવશાળી અને અનોખા વ્યક્તિત્વના ધણી હતા. તેમણે દરેક પાત્રમાં અદ્ભુત બહુમુખી પ્રતિભા અને સર્જનાત્મકતા રેડીને પાત્રોને અમર બનાવ્યા છે. તેમના દ્વારા ભજવાયેલા યાદગાર પાત્રો આવનારી અનેક પેઢીઓ સુધી લોકોની સ્મૃતિઓમાં જીવંત રહેશે. નાના પાટેકર પોતાના બેબાક અને સ્પષ્ટ વિચારો માટે પણ વિશેષરૂપે જાણીતા અને પ્રશંસનીય હતા. હિન્દી અને મરાઠી સિનેમા જગતમાં તેમનું યોગદાન અત્યંત વિશાળ અને મૂલ્યવાન રહ્યું છે. વડાપ્રધાને દિવંગત આત્માની શાંતિની કામના કરી તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
વાપીમાંથી પોલીસકર્મી વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો છે. દીપક પટેલ નામના વચેટિયો 5 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદીએ નશો કર્યા હોવાનું જણાવી અટકાયત કરી હતી. નશાનો કેસ નહી કરવા માટે લાંચ માગી હતી. વલસાડ એસીબીએ વધુ તપાસ હાથ ધરી.
08 Oct 2026, 9:07 AM
Gujarat News Live: ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં કોંગ્રેસ ઉમેદવાર માટે શંકરસિંહ વાઘેલાએ પ્રચાર કર્યો
ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં. કોંગ્રેસમાં જોડાવાની વાતચીત વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના પ્રચાર કાર્ય શંકરસિંહ વાઘેલાએ શરૂ કર્યું. મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગ્રેસના ઉમેદવારો માટે બાપુએ પ્રચાર કર્યો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના નેતાઓ સાથે શંકરસિંહ વાઘેલા પણ નજરે પડ્યા.
08 Oct 2026, 9:07 AM
Gujarat News Live: સુરતના ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં ફ્લેટમાં ભીષણ આગ
સુરતના ન્યુ સિટીલાઈટ વિસ્તારની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રતન વિરાટ અપર્ટમેન્ટના ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. 10/b નંબરના ફોર બીએચકે ફકેટમાં આગ લાગી હતી. આગમાં ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ. ફાયરની ટીમે ભારે જહેમદ બાદ આગ કાબુમાં લીધી. સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ. આગના કારણે કોઈ જાનહાની નહિ.
08 Oct 2026, 9:07 AM
Gujarat News Live: અયોધ્યા જતા ગુજરાતના ભક્તો માટે સરકારની મોટી જાહેરાત
અયોધ્યા જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. અયોધ્યામાં ગુજરાતના પ્રવાસીઓ માટે ૮૦ કરોડ ૨૫ લાખ રૂપિયાના ખર્ચે યાત્રી નિવાસ બનાવાશે. ૬૯૨૯.૨૮ વર્ગ મીટર જમીન વિસ્તારમાં યાત્રી નિવાસનું નિર્માણ કરાશે. યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમની સુવિધા રહેશે. ૮૬૪ લોકોની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ બનાવાશે. રિસેપ્શન સેન્ટર વિઝીટર લાઉન્જ સોવેનીયર શોપ અને મલ્ટીપર્પઝ હોલની સુવિધા રહેશે. ઓડિટોરિયમ મીટીંગ રૂમ ડાઈનીંગ એરિયા અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગથી યાત્રી નિવાસ સજ્જ કરાશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું. આગામી એક વર્ષમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ ખુલ્લું મુકવામાં આવશે. અયોધ્યા જતા ગુજરાતના પ્રવાસીઓ માટે ઘર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ.
08 Oct 2026, 9:06 AM
Gujarat News Live: આજથી બે દિવસ આકાશમાં ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો
આજથી બે દિવસ આકાશમાં ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ઉત્તર ગોળાર્ધમાં રાત્રિનું આકાશ સ્વચ્છ હોવાથી આ અદભુત નજારો સ્પષ્ટ જોઈ શકાશે. આ ઉલ્કાઓની ઝડપ પ્રતિ સેકન્ડે ૨૦ કિ.મી. એટલે કે કલાકના ૭૨,૦૦૦ કિ.મી. હોય છે. ધૂમકેતુઓની ભ્રમણકક્ષા કાપતી વખતે છૂટા પડેલા કણો વાતાવરણ સાથે ઘર્ષણથી ચમકે છે. અગાઉ ઇ.સ. ૧૮૩૩ અને ૧૮૮૬માં આ ઉલ્કાપિંડોએ પ્રચંડ ઇતિહાસ રચ્યો હતો.
08 Oct 2026, 9:06 AM
Gujarat News Live: સની લિઓનીની ફિલ્મ 'ચુડૈલ' વિવાદમાં
સની લિઓની અને રાહુલ દેવની ફિલ્મ 'ચુડૈલ' રાઇટ્સના મુદ્દે ફસાઈ ગઈ છે. ફિલ્મનું નિર્માણ પૂરું થયાના બે વર્ષ બાદ પણ નાણાકીય વિવાદો યથાવત છે. નિર્માતા ગણેશ જૈને તમામ રાઇટ્સ પોતાની પાસે હોવાનો દાવો કરી નોટિસ આપી છે. વિવાદને કારણે અગાઉ 'કોકાકોલા' નામે ઓળખાતી આ ફિલ્મનું નામ બદલવું પડ્યું છે. આ મામલે અગાઉ પણ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં કાનૂની કેસ થયા હતા.
યુટાહ રાજ્યમાં એઆઈ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવશે. એઆઈ સિસ્ટમ ફેસિયલ સ્કેન કરી ડૉક્ટરના લિસ્ટમાંથી ટ્રીટમેન્ટ શોધી પ્રિસ્ક્રિપ્શન આપશે. આ નવી ટેક્નોલોજીથી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટનો વેટિંગ ટાઈમ ઘટી જશે. ઇમરજન્સી ડાયગ્નોસિસ ક્ષેત્રે આ ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જો કે આનાથી એઆઈ ડૉક્ટરની મર્યાદા અને જોખમો વિશે પણ ચર્ચા શરૂ થઈ છે.
08 Oct 2026, 9:05 AM
Gujarat News Live: એચ-1બી વિઝા ફ્રોડની પેનલ્ટી
ટ્રમ્પ તંત્ર દ્વારા એચ-1બી વિઝા ફ્રોડની પેનલ્ટી વધારી 2.50 લાખ ડૉલર કરવાનો પ્રસ્તાવ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે આર્થિક દંડનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકો પર મોટી અસર પડી શકે છે. વિઝા ક્વોટા માટે અરજી કરતી કંપનીઓ પર કડક નિયમો લાગુ કરાશે. આ પ્રસ્તાવ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યો છે.
08 Oct 2026, 9:05 AM
Gujarat News Live: ફ્લાયદુબઈની ઘટના અને સુરક્ષા એલર્ટ
આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદના બદલાતા ટ્રેન્ડને લઈને ભારતને એલર્ટ રહેવા જણાવાયું છે. ઇઝરાયેલના રાજદૂતે ભારત સાથેની વાતચીતમાં આ ચેતવણી આપી છે. આતંકવાદીઓ પોતાની ક્ષમતા ઝડપથી વધારી રહ્યા હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ફ્લાયદુબઈ વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ આનું તાજું ઉદાહરણ છે. કોઈપણ મોટા હુમલાને ટાળવા માટે ભારત અને ઇઝરાયેલે ગતિ વધારવી પડશે.
08 Oct 2026, 9:05 AM
Gujarat News Live: વિમાન ભાડા અને ફ્યુઅલ સરચાર્જ વધારો
એટીએફના ભાવ વધારાને કારણે એરલાઇન્સે નવો ફ્યુઅલ સરચાર્જ ઝીંક્યો છે. અમદાવાદથી દિલ્હી-ગોવા અને કોલકાતા જતી ફ્લાઇટના ભાડામાં વધારો થયો છે. 6 ઓક્ટોબરથી તમામ નવી ટિકિટ બુકિંગ પર આ વધારાનો ચાર્જ લાગુ થશે. ડોમેસ્ટિક મુસાફરીમાં સેક્ટર દીઠ રૂ. ૧૦૦ થી રૂ. ૩૫૦ સુધીનો વધારો કરાયો છે. દીવાળી વેકેશન પહેલા જ હવાઈ મુસાફરોનું બજેટ ગરમાયું છે.
08 Oct 2026, 9:04 AM
Gujarat News Live: યુએસ વિઝા નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓ
યુએસ પ્રશાસનના નવા પ્રસ્તાવથી અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 70,000 ડૉલર ફી વસૂલવાનો પ્રસ્તાવ છે. વિઝા નિયમો કડક થવાથી વિદેશી વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધશે. ટેક્નોલોજી કંપનીઓને પણ આ પ્રક્રિયાથી અસર પહોંચવાની શક્યતા છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ વિઝા સિસ્ટમમાં ફેરફાર સૂચવાયા છે.
08 Oct 2026, 9:04 AM
Gujarat News Live: કૃતિ સેનનનું નિવેદન અને રક્ષાબંધન વિવાદ
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનને રક્ષાબંધન એડ વિવાદ પર મૌન તોડ્યું છે. કરીના કપૂરના શો 'વોટ વીમેન વોન્ટ'માં તેમણે આ વિવાદ વિશે ખુલીને વાત કરી છે. કૃતિએ જણાવ્યું હતું કે તે માની નહોતી શકી કે તેમની ચોલી પ્રાઇમ ન્યૂઝમાં ચર્ચાનો વિષય બનશે. રક્ષાબંધન જેવા તહેવાર પર આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. આ ઇન્ટરવ્યુમાં તેમણે પોતાના કામ પ્રત્યેની ઈમાનદારી અને વિચારો સ્પષ્ટ કર્યા છે.
08 Oct 2026, 9:04 AM
Gujarat News Live: ગુજરાત હાઇકોર્ટના વકીલો માટે વ્હોટ્સએપ પર કોઝ-લિસ્ટ
ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક કામગીરીને વધુ ટેક્નોલોજી યુક્ત બનાવી એક પહેલ કરી છે. હવેથી હાઇકોર્ટના વકીલોને વ્હોટ્સએપ બિઝનેસ API દ્વારા દૈનિક કોઝ-લિસ્ટની PDF મળશે. આ સુવિધાથી અંદાજે 5 હજાર વકીલોને વેબસાઈટ ખોલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. રોજના સાંજ સુધીમાં રજિસ્ટર્ડ નંબર પર કેસની વિગતો સાથેનું લિસ્ટ મોકલી દેવાશે. આ પાયલોટ પ્રોજેક્ટથી વકીલો અને ઓફિસ સ્ટાફનું પ્લાનિંગ ખૂબ જ સરળ બનશે.
વડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી સંતરાગાચી-પોરબંદર ટ્રેનમાંથી પોલીસે 20 કિલો ચાંદી અને રૂપિયા 3.40 લાખની રોકડ રકમ સહિત કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને રાજકોટના રહેવાસી ચેતન સોની નામના મુસાફરની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.