રાહુલ ગાંધીએ કરેલી પોસ્ટ પર ચૂંટણી પંચનું 'ફેક્ટ ચેક'. રાહુલ ગાંધીના દાવાને ચૂંટણી પંચે ગણાવ્યું ખોટું. SIRમાં ફોર્મ 6માં બદલાવના દાવાને ગણાવ્યો ખોટો. ફોર્મ 6માં બદલાવના દાવા પર ચૂંટણી પંચનો સ્પષ્ટ જવાબ. મૂળ ફોર્મ 6માં અલ્પવિરામ-પૂર્ણવિરામ પણ નથી બદલાયુ. ફોર્મ 6 સાથે ઘોષણાપત્રના વધારાના ફોર્મની વાત જણાવી. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને ગણાવ્યા ગેરમાર્ગે દોરનારો.
Gujarat News Live: અલ નીનોની શિયાળુ કૃષિ પર મોટું સંકટ, રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, અમદાવાદમાં ડેંગ્યુનો કહેર
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 06 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
સાઉદી અરબ પર છેલ્લા ઘણા સમયથી હૂતી વિદ્રોહીઓ દ્વારા ક્યારેક ડ્રોન તો ક્યારેક મિસાઈલથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે...જેને જડબાતોડ જવાબ આપવા માટે હવે સાઉદી અરબે મક્કા સમજૂતીને એક્ટિવ કરી છે...જે મુજબ પાકિસ્તાન અને તુર્કી સાઉદીને સૈન્યથી લઈને તમામ પ્રકારની મદદ પહોંચાડશે... જે અંગે સાઉદીના રક્ષામંત્રી ખાલિદ બિન સલમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.... ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તુર્કી અને સાઉદી અરબ વચ્ચે થયેલી મક્કા સમજૂતી અનુસાર ત્રણેયમાંથી કોઈપણ એક દેશ પર હુમલો થાય તો ત્રણેય દેશો પર હુમલો થયો ગણવામાં આવશે.
વલસાડના કુંડી નેશનલ હાઇવે 48 ની ઘટના. કુંડી બ્રિજ પર લાખો ટનની ચેનલ લઈ જઈ રહેલા ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી. સુરત થી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રક પલટી થઈ બ્રિજની રેલિંગ પર અટક્યો. લાખો ટનની ચેનલ ટ્રકમાંથી બ્રિજના નીચે સર્વિસ રોડ પર પડી. અકસ્માતમાં કેબિનમાં ક્લીનર દબાતા મોત તો ચાલકને ગંભીર ઇજા પોહચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઘટનાને પગલે હાઇવે અને સર્વિસ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો.
સુરતના કતારગામમાં એક જ જૂથના બે લોકો વચ્ચે સામસામે મારામારી. લાકડા અને પથ્થર વડે હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ,. પોલીસ સ્થળ પર દોડી આવી, મામલો થાળે પાડ્યો. મારામારી કયા કારણોસર થઈ તે અંગે પોલીસ તપાસ શરૂ. પોલીસે વધુ તપાસ હાથ ધરી.
વડોદરામાં એક્ટિવા ‘હરતું-ફરતું દારૂનું ગોડાઉન’ બન્યું છે. ચોરખાના બનાવી હેરાફેરી કરતા બે ખેપિયા ઝડપાયા. એક્ટિવાના ખૂણે-ખૂણામાંથી વિદેશી દારૂની 455 બોટલો નીકળતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. બાપોદ પોલીસે બે એક્ટિવા મોપેડમાંથી ચોરખાનાઓ શોધી ₹91 હજારનો દારૂ જપ્ત કર્યો. છોટાઉદેપુરના અલ્કેશ રાઠવા અને સુનિલ રાઠવા દારૂના જથ્થા સાથે રંગેહાથ પકડાયા. પોલીસે બે મોપેડ, દારૂ અને મોબાઈલ મળી કુલ ₹1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો કોડકા ગામની લક્ષ્મીબેન માળી નામના મહિલાએ મંગાવ્યો હોવાનો ખુલાસો. બાપોદ પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી સપ્લાયર અને દારૂ મંગાવનાર મહિલાની શોધખોળ શરૂ કરી.
છોટાઉદેપુરના પાવી જેતપુર મુખ્ય રેલ્વે ફાટક નજીક ટ્રેનની અડફેટે 26 વર્ષના યુવાનનું મોત. આનંદના સોજીત્રા થી પાવી જેતપુરમાં માસીના ઘરે આવેલ યુવાનનું મોત. રાત્રે ટ્રેનની અડફેટે યુવાનનું મોત થયાંનું પ્રાથમિક અનુમાન. ઘટનાને લઈને પાવી જેતપુર પોલીસ અને રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી. પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી. યુવાનનું નામ રાહુલ વિપિનભાઈ સોલંકી (ઉ.વર્ષ 26) છે.
આણંદનાં તારાપુર પાસે કંપનીની કેન્ટીનમાં નાસ્તામાંથી ઈયળ નિકળી. ઈન્દ્રણજ નજીક ડુરાવીટ કંપનીમાં કેન્ટીનમાં લાપરવાહીની ધટના. કામદારોનાં નાસ્તામાંથી ઈયળ નિકળતા વિડીયો સોસ્યલ મિડીયામાં વાયરલ. કેન્ટીનમાં નાસ્તો હાઈજેનિક નહી અપાતો હોવાની ચર્ચા. આ વિડીયોની ZEE 24 કલાક પુષ્ટી કરતું નથી.
નવસારીના વાંસદા તાલુકામાં એક જ દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના. ભીનાર ગામે કુંભાર ફળિયામાં રમી રહેલા 3.5 વર્ષીય બાળકને દીપડો ઊંચકી જતા ચકચાર. રાત્રિના સમયે દીપડો અચાનક કુંભાર ફળિયામાં અરૂણ પટેલના ઘર પાસે આંગણામાં રમી રહેલા 3.5 વર્ષીય આરવ અરૂણ પટેલને શિકાર સમજી દબોચીને લઈ ગયો. દિપડો આરવને ભીનારના જંગલ વિસ્તારમાં ખેંચી જતાં પરિવાર સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ. ઘટનાની ગંભીરતા જોતા વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગના વન અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. વાંસદના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા. અંધારામાં જંગલ વિસ્તારમાં આરવની શરૂ કરવામાં આવી શોધખોળ. ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ.
દાહોદમાં બે માથા ધરાવતો સાપ મળવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને દેશમાં માત્ર પાંચમી ઘટના છે. આ અગાઉ દેશમાં 2 કોબ્રા અને 2 વુલ્ફ સ્નેકમાં જ આવી વિકૃતિ જોવા મળી હતી. જીનેટિક વિકૃતિને કારણે લાખોમાં કોઈ એક જીવમાં બે માથાં કે મોઢા વિકસે છે. જેને વિજ્ઞાનમાં 'બાયસેફાલી' કહેવાય છે. આ સાપના બંને માથાં પોતાના અલગ-અલગ મગજ અને ચેતાતંત્ર ધરાવે છે. ખોરાક અને દિશા માટે બંને માથાં વચ્ચે સ્પર્ધા થતી હોવાથી કુદરતમાં તેમનું આયુષ્ય ઓછું હોય છે. વુલ્ફ સ્નેક માનવજાત માટે બિલકુલ હાનિકારક નથી. તે ઘરની આસપાસની ગરોળીઓ અને નાના જીવો ખાઈને આપણી ઈકો-સિસ્ટમ જાળવવામાં મદદ કરે છે. કુદરતના આ દુર્લભ રૂપને જોવા માટે સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આકર્ષણ અને કૌતુક જોવા મળી રહ્યું છે.
સરકાર દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા વડોદરા જિલ્લા મહેસૂલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી આવ્યા છે. કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંગણીઓ નહીં સ્વીકારાય તો 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ રીબડા વિસ્તારમાં પોલીસ સતર્ક બની છે. રીબડામાં ફૂટ પેટ્રોલિંગ સાથે પોલીસની કડક નજર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ. ફાયરિંગની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજાને ઝડપી લેવા કાર્યવાહી ચાલુ છે.
બિહારની સગીરાના અપહરણ કેસમાં એક મહિનાથી ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઓરાઈ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. ગુનામાં આરોપી છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હતો. બિહાર પોલીસ દ્વારા આરોપી અને સગીરાની શોધખોળ કરવામાં આવી રહી હતી. સુરતની લીંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળતા મેળવી. લીંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફે આરોપીનું પગેરું મેળવ્યું. હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસ હાથ ધરાઈ. આરોપી સુરતના લીંબાયત વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે લીંબાયતના કૈલાસનગર સોસાયટી પાસેથી આરોપીને ઝડપી પાડ્યો. તેની સાથે અપહરણનો ભોગ બનેલી સગીરાને પણ શોધી કાઢવામાં આવી. ઝડપાયેલા આરોપીનું નામ સાહીલ ચંદનકુમાર પાંડે (ઉં.વ.18) છે. આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. હાલ તેનું સરનામું ન્યૂ દિલ્હી, ઘર નં. 2094/2/A, ગલી નં.17 હોવાનું નોંધાયું છે. લીંબાયત પોલીસે આરોપી અને ભોગ બનનારને બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઓરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપ્યાં. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કામગીરી કરી. બિહારના અપહરણ કેસનો ભેદ ઉકેલવામાં સુરતની લીંબાયત પોલીસને સફળતા મળી.
Gujarat News Live: રશિયાના ઇર્કુત્સ્ક (Irkutsk) સ્થિત એન્ટી-પ્લેગ લેબની ૨૮ વર્ષીય કર્મચારી દાર્યા શિપિલોવા (Darya Shipilova)નું ગંભીર ન્યુમોનિયાથી મૃત્યુ થતાં પ્લેગનો ભય ફેલાયો છે. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ઇર્કુત્સ્કની પાંચ તબીબી સુવિધાઓમાં ક્વોરેન્ટાઇન નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. શિપિલોવાના સંપર્કમાં આવેલા આશરે ૧૯૭ લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિક એલ્યુમિનિયમ પ્લાન્ટે માસ્ક ફરજિયાત બનાવ્યું છે. આ કેસ પર મોટો વિવાદ સર્જાયો છે, જેમાં બુરિયાતિયાના રાજ્યપાલે શરૂઆતમાં પ્લેગથી મૃત્યુ થયાનું કહ્યું હતું, પરંતુ રશિયાની સંસ્થા 'Rospotrebnadzor' એ તેને "અજ્ઞાત કારણોસર થયેલ ન્યુમોનિયા" ગણાવ્યું છે. શિપિલોવાના હાથે જીવંત Yersinia pestis (પ્લેગ બેક્ટેરિયા) વાળી ટેસ્ટ ટ્યુબ ફૂટી ગઈ હોવાના અહેવાલો છે, પરંતુ રશિયન અધિકારીઓએ લેબ અકસ્માતનો ઇનકાર કર્યો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી પ્લેગનો એક પણ સેકન્ડરી (બીજો) પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. આ ગંભીર સ્થિતિ પર પ્રતિભાવ આપતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે આ પરિસ્થિતિ પર ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહ્યા છીએ." અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિઓ (Marco Rubio) એ પણ સ્પષ્ટ કર્યું કે, "અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ, આ ગભરાવાનું નહીં પરંતુ ધ્યાન આપવાનું કારણ છે." રશિયામાં પ્લેગના ખતરાને ધ્યાનમાં રાખીને કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને મંગોલિયા જેવા પાડોશી દેશોએ સરહદ પર ચેકિંગ વધારી દીધું છે.
આણંદમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરી કાર ચાલકે અકસ્માત સર્જાયો. ખેતીવાડી રોડ પર સરદાર પટેલ હાઈસ્કુલ નજીક અકસ્માત સર્જાયો. નશામાં ધૂત કાર ચાલકએ રિક્ષાને ટક્કર મારી. અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ નશામાં ધૂત કાર ચાલકને ઝડપી પાડ્યો. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી.
દક્ષિણ નાઇજીરિયામાં 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સને લઈ જતું વિમાન ક્રેશ થયું, ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડામાં સવારે 9 વાગ્યા બાદ અકસ્માત સર્જાયો, રાષ્ટ્રપતિ બોલા ટિનુબુ અને એરફોર્સે તમામ 32 લોકોના મોતની પુષ્ટિ કરી.
વડોદરાના આજવા રોડ પર ભારત પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની છે. વાહનચાલકે પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું હોવાની ફરિયાદ કરતા વિવાદ સર્જાયો. પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ થતા કર્મચારીએ બહારથી તેના મિત્રોને બોલાવ્યા. બાદમાં બંને જૂથ વચ્ચે પંપ પર જ છુટ્ટા હાથની મારામારી થઈ. ઈંટ અને પથ્થરથી એકબીજા પર હુમલો કરાયો. એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી.
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીનું ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયાનો પરિવારે આરોપ લગાવ્યો છે. ઈમરજન્સીમાંથી ઉપર વોર્ડમાં શિફ્ટ કરતી વખતે કે લિફ્ટ દરમિયાન ચોરી થઈ હોવાની પરિવાર દ્વારા આશંકા વ્યક્ત કરાઈ. બપોરે દર્દી બેભાન થતાં ગળામાં મંગળસૂત્ર ગાયબ હોવાનું સામે આવતાં જ પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો. બેડ પરથી તૂટેલા કાળા કાચના દાણા મળી આવ્યા છે અને પરિવારે હોસ્પિટલ સ્ટાફ સામે ચોરીનો ગંભીર આરોપ મૂક્યો છે.
થાર અને સ્વિફ્ટ ગાડીમાં આવેલા શખ્સોનો આતંક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. હાથમાં ધોકા-લાકડીઓ લઈને વાહનોમાં તોડફોડ કર્યાના દૃશ્યો વીડિયોમાં કેદ. રહેણાંક વિસ્તારમાં થાર ગાડી જોખમી રીતે દોડાવ્યાના દૃશ્યો પણ સામે આવ્યા. વાયરલ વીડિયો થરાદ શહેરની મુખ્ય બજાર આસપાસનો હોવાનો અનુમાન. બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં બબાલ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. વાયરલ વીડિયોથી થરાદ શહેરમાં ચકચાર, સ્થાનિકોમાં ઘટનાને લઈ ચર્ચા. વાયરલ વીડિયોમાં દેખાતી થાર અને સ્વિફ્ટ ગાડીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. વીડિયોમાં દેખાતા કેટલાક શખ્સો અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી.
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળને કારણે હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં કામગીરી ઠપ થઈ ગઈ છે. વકીલોની હડતાળના એક જ દિવસમાં રાજ્યભરની અદાલતોમાં અંદાજે ૭૫ હજાર કેસોમાં મુદત પડી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા મૌખિક આશ્વાસન મળ્યું હોવા છતાં લિખિત ઠરાવ ન થયો હોવાથી વકીલોમાં નારાજગી વ્યાપી છે. બાર કાઉન્સિલ અને એસોસિએશન દ્વારા નવી મહેસૂલી સત્તાઓ અને ભાડા વિધેયકના વિરોધમાં લડત વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કામગીરી અટકી પડવાના કારણે દૂર-દૂરથી આવતા અસીલો અને પક્ષકારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચેક બાઉન્સ કેસમાં ૫ કરોડ રૂપિયા જમા ન કરાવવા બદલ સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને આકરી ફટકાર લગાવી છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે "આ અહંકારને તેની યોગ્ય જગ્યાએ મૂકવો પડશે... તમારી જગ્યા જેલમાં છે". આ અગાઉ કોર્ટે ૧૫ સપ્ટેમ્બરે રાજપાલ યાદવને ૫ ઓક્ટોબર સુધીમાં ૫ કરોડ રૂપિયા કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની મુદત આપી હતી, જે સમયસીમા પૂરી થઈ ગઈ છે. સુનાવણી દરમિયાન યાદવના વકીલે ૫૦ લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને બેંકો બંધ હોવાનું બહાનું રજૂ કર્યું પરંતુ કોર્ટે તેને ફગાવી દીધું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજપાલ યાદવનું વલણ કોર્ટના આદેશો પ્રત્યે સતત બેદરકારી દર્શાવે છે.