Gujarat News Live: અમદાવાદની શાળાઓને ફરી બૉમ્બની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી મળી બૉમ્બની ધમકી મળી છે. જોધપુરમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલને ધમકી મળી. પ્રશાશન દોડતું થયું છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
અમદાવાદની શાળાઓને ફરી મળી બૉમ્બની ધમકી મળી છે. જોધપુરમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલને ધમકી મળી. પ્રશાશન દોડતું થયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના. પાણી માટે દિલ્હીમાં બેઠક મળશે. અછતની સ્થિતિમાં પાણી ને લઈ મહત્વની બેઠક. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાથે બેઠક. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સરકાર સાથે બેઠક.
પાટણના રાધનપુરમાં ફૂડ પોઈઝિંગની ઘટના આવી સામે. ભેળ ખાધા બાદ ફૂડ પોઈઝિંગની ઘટના. બંધવડ ગામના એકજ પરિવારના 12 લોકોને ફૂડ પોઈઝિંગની અસર. તમામ અસર ગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હિમજા ક્લિનિક 8 લોકોને અપાઈ સારવાર 4 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઝાડા ઉલટી અને તાવ જેવી બીમારી થઈ. એકજ પરિવાર ના લોકોએ ભેળ પાર્સલ કરાવીને પરિવાર સાથે ખાધી હતી. ભેળ ખાધા બાદ લોકોની તબિયત લથડી. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા. ફૂડ પોઈઝિંગ ઘટના બાદ પણ ઊંઘી રહ્યું છે તંત્ર. ખાધ પ્રદાથોની ગુણવતા અને સ્વચ્છતાની તપાસ થશે કે કેમ તેવા સવાલો ઉભા થવા પામ્યા.
અમદાવાદમાં BRTS કોરિડોર હટાવવાની વિચારણા! નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલની રજુઆત બાદ સર્વે. દિલ્હી દરવાજાથી પારસનગર સુધી BRTS કોરિડોર હટાવવાનો સર્વે. BRTS કોરિડોરના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધતી હોવાની ધારાસભ્યની રજૂઆત. BRTS કોરિડોરના કારણે મુખ્ય રસ્તાઓ સાંકડા થતાં ટ્રાફિકની સમસ્યા. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તંત્રની કવાયત.
પાટણના સમીના તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત થયું છે. સમી ગામના તળાવમાં નાહવા પડેલા આધેડનું ડૂબી જતાં મોત. મૃતકની ઓળખ સમીના શ્રીમાળી મનુભાઈ મગનભાઈ તરીકે થઈ. આધેડ તળાવમાં ડૂબતાં આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટ્યા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. સમી ડિઝાસ્ટર ટીમ, મામલતદાર, તલાટી અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આધેડનો મૃતદેહ બહાર કઢાયો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. સમી પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી.
સુરતના અલથાણમાં દુઃખદ ઘટના. પાણીની ડોલમાં ડૂબતાં 11 મહિનાની બાળકીનું મોત. સુરતના અલથાણ વિસ્તારમાં લક્ષ્મી હોમ્સમાં બની દુઃખદ ઘટના. ઘરમાં રમતી 11 મહિનાની બાળકી પાણીની ડોલમાં પડી. પરિવારજનો બાળકીને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ દોડી ગયા. ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકી પ્રિયાંશીનું મોત. ફર્નિચરના વેપારી મનોહર સિંહના પરિવારમાં શોકનો માહોલ.
મનના માણિગર સાથે લગ્ન કરવા નવસારીની યુવતી ઓનલાઈન જ્યોતિષના ચક્રવ્યૂહમાં ફસાઈ. મધ્યપ્રદેશના ઈશા શર્મા નામના જ્યોતિષની ઈન્સ્ટાગ્રામ રીલ જોઈ ગણદેવીના વણગામની યુવતી લાખોમાં ઠગાઈ. યુવતીની પસંદના યુવાન સાથે લગ્ન કરાવવા જ્યોતિષે શરૂઆતમાં પૂજા વિધિના નામે પડાવ્યા રૂપિયા. કોઈ ફાયદો થતો ન હોવાથી યુવતીએ હાથ ખંખેર્યા, તો જ્યોતિષ ઈશા શર્માએ યુવતી અને તેના મનગમતા યુવાનનો ફોટો વાયરલ કરી, પરિવારને જણાવી દેવાની ધમકી આપી શરૂ કર્યું બ્લેક મેઈલ. આરોપી જ્યોતિષે અલગ અલગ 29 બેંક એકાઉન્ટમાં યુવતી પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી 28.43 લાખ ઉસેટી લીધા. જ્યોતિષના ચક્રવ્યૂહમાં ફસાયેલી વણગામની યુવતીએ હિંમત કરી બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી
રાજકોટમાં ભાજપે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપે વળતો પ્રહાર કરતાં અનેક સવાલો ઉઠાવ્યા છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેએ પત્રકાર પરિષદને સંબોધી કોંગ્રેસને નર્મદાના પાણીથી લઈને લોકતંત્ર સુધીના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની વ્યવસ્થાને લઈને ભાજપે સરકારની કામગીરીને બિરદાવી હતી અને કોંગ્રેસના શાસનકાળની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા
રાજકોટના કાલાવડ રોડ પર ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં પોલીસનો દરોડો. મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનો પોલીસનો ખુલાસો. કોસ્મો કોમ્પ્લેક્ષના પાંચમા માળે ચાલતી પ્રવૃત્તિનો પર્દાફાશ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી કરી કાર્યવાહી. સ્પા સંચાલક ગણેશ લક્ષ્મણજી મીના સામે ગુનો નોંધાયો. પોલીસની કાર્યવાહી દરમિયાન ત્રણ યુવતીઓને મુક્ત કરાવાઈ. 17,210નો મુદ્દામાલ કબજે, એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો.
સુરત જિલ્લાનો વીડિયો વાયરલ થયો છે. આદિવાસીઓના આસ્થાના સ્થળ પર યુવક-યુવતીની અશોભનીય હરકત. માંગરોળના બળભા દેવ ડુંગરનો વીડિયો વાયરલ થયો છે. યુવતીને ખોળામાં બેસાડી બંનેએ અશોભનીય હરકતો કરી. બળભા દેવ ડુંગર પ્રવાસન સ્થળ વિકસિત થયાં બાદ સહેલાણીઓ ઘસારો વધ્યો છે. તેમજ વીડિયો આસપાસ ના વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન. બળભા દેવ ડુંગર સંચાલકો દ્વારા આવી પ્રવૃત્તિઓ કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી.
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં સુધારા લાવવા અને ભ્રષ્ટાચાર તથા બિનકાર્યક્ષમતા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા એક મોટો નિર્ણય લીધો છે. 50થી 55 વર્ષની વયમર્યાદાની સમીક્ષા હેઠળ GSTDREISના જોઈન્ટ કમિશનર ડી. આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એમ. તુવરને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત (કમ્પલ્સરી રિટાયર) કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં વહીવટી સ્તરે લેવાયેલા આ કડક પગલા દ્વારા સરકારે તમામ અધિકારીઓને બિનકાર્યક્ષમતા અને ગેરરીતિ સાંખી ન લેવાનો સ્પષ્ટ અને મજબૂત સંદેશ પાઠવ્યો છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ હાઈસ્કૂલને શિક્ષકોને મળવાપાત્ર હક અને લાભો પૂરા ન પાડવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. શાળાના કેટલાક કર્મચારીઓના 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પૂરા પગારની ફાઈલ તેમજ અન્ય 5 કર્મચારીઓની ઉપાડ દરખાસ્ત શિક્ષણ વિભાગમાં રજૂ ન કરાતાં આ વિલંબ અંગે DEOએ ગંભીર નોંધ લીધી છે. શિક્ષણ વિભાગે નટરાજ સ્કૂલ સહિત સંબંધિત તમામ શાળાઓને તાત્કાલિક દરખાસ્ત રજૂ કરવા આદેશ આપ્યો છે અને ચોક્કસ સમયમર્યાદામાં કામગીરી નહીં થાય તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં વર્ષ 2020માં સામે આવેલા 65 કિલો ગૌમાંસના ચર્ચાસ્પદ કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. ફૈઝલ પાર્ક વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશના માંસના વેચાણ અંગે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 12,690ના મુદ્દામાલ સાથે ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ કેસની સુનાવણી બાદ એડિશનલ સેશન્સ જજ એસ.આર.સંઘાણીએ મજબૂત પુરાવા ધ્યાને લઈ મુખ્ય આરોપી કયુમ મુસ્તાક કુરેશીને 8 વર્ષની કેદની સજા ફટકારી જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે, જ્યારે અન્ય સહઆરોપી આશીફ શેખને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ એકેડમી, કરાઈના તત્કાલિન આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને DySP આર.એમ. ચૌધરી સામેના જાતીય સતામણીના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપી અરજદારને મોટી રાહત આપી છે. વર્ષ 2016માં કરાઈ એકેડમી ખાતે તાલીમ લઈ રહેલી મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો અને POSH કાયદા હેઠળ તપાસ બાદ સપ્ટેમ્બર 2026માં તેમને સેવામાંથી બરતરફ કરવા અંગે કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી હતી. આગામી 30 નવેમ્બરે નિવૃત્ત થઈ રહેલા DySP દ્વારા આ નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા, કોર્ટે તમામ રજૂઆતો ધ્યાને લઈ અરજીનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી શો-કોઝ નોટિસની અમલવારી પર સ્ટે ફરમાવ્યો છે.
ગાંધીનગરના કલોલ તાલુકાના જામળા ગામે 22 ઓગસ્ટ, 2024ના રોજ બનેલા ગેરકાયદે ગૌકતલના ચર્ચાસ્પદ કેસમાં કલોલ કોર્ટે મહત્વનો અને કડક ચુકાદો સંભળાવ્યો છે. 277 કિલો ગૌમાંસ સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે, સાથે જ પ્રત્યેક આરોપીને 2 લાખનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે. કલોલ તાલુકા પોલીસે હાથ ધરેલી ઝીણવટભરી તપાસ, મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને રાખીને કોર્ટે આ કડક સજા સંભળાવી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયા ખાતે 18 ઓક્ટોબરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 ભારતીય યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે, જેમાં ગાંધીનગરના દશેલા ગામનો હિરેન આસોડિયા પણ સામેલ છે. હિરેન છેલ્લા 5 વર્ષથી કેનેડામાં અભ્યાસ અર્થે રહેતો હતો. અકસ્માતને અઠવાડિયાથી વધુ સમય વીતી જવા છતાં પુત્રનો મૃતદેહ વતન ન પહોંચતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. આ દુઃખદ ઘટનાને પગલે દશેલા ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે, અને હિરેનના પિતાએ ભારત સરકાર સમક્ષ ગુહાર લગાવીને પુત્રનો પાર્થિવ દેહ વહેલી તકે ભારત લાવવા માટે મદદની માગ કરી છે.
સત્તાધાર આપાગીગાની જગ્યાના મહંત નરેન્દ્ર બાપુનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં નરેન્દ્ર બાપુએ એક યુવક પર લાકડી વડે હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઉશ્કેરાયેલા યુવકે પણ તેમને લાફો મારી દીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે, જોકે મળતી માહિતી મુજબ આ મામલે બાદમાં બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન થઈ ગયું હોવાની વાત વહેતી થઈ છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ બહાર પત્નીએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડતા ભારે હંગામો મચી ગયો હતો. ગુસ્સે ભરાયેલી પત્નીએ જાહેરમાં જ પતિ અને તેની પ્રેમિકા બંનેની બરાબરની ધોલાઈ કરી નાખી હતી. કારેલીબાગ હોસ્પિટલની બહાર સર્જાયેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાને જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.
અમદાવાદમાંથી ઝડપાયેલા ₹25 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફિલ અહમદ પર પોલીસે ભાગવાનો પ્રયાસ કરતાં ગોળીબાર કર્યો હતો. આરોપીને રૂટીન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન તેણે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની કોશિશ કરી હતી. તેને રોકવા માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસે આરોપીને ફરીથી ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને 50 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે મૃતકોના પરિવારોને 25-25 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.