Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
27 Oct 2026, 6:04 PM
Gujarat News Live: પ્રાથમિક શાળાઓના દિવાળી વેકેશનની તારીખ જાહેર
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, 5 નવેમ્બરથી વેકેશન શરૂ થશે અને 25 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન રહેશે. 26 નવેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે.
27 Oct 2026, 5:59 PM
Gujarat News Live: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરતા શારજાહથી પેસ્ટ સ્વરૂપે લાવવામાં આવતું સોનું ઝડપી પાડ્યું છે. 27 ઓક્ટોબર 2026ના રોજ ફ્લાઇટ નંબર G9-418 દ્વારા શારજાહથી આવેલા શંકાસ્પદ મુસાફરના ચેક-ઇન લગેજ ટ્રોલી બેગની સઘન તપાસ દરમિયાન અંદરના ભાગે શંકાસ્પદ છબી જોવા મળી હતી. બેગની અંદરના સ્તરમાં બારીકાઈથી ચોંટાડેલી કાળી પ્લાસ્ટિક શીટની નીચે સોનાની પેસ્ટ છુપાવવામાં આવી હતી. પેસ્ટમાંથી સોનું બહાર કાઢીને પીગળાવતા 24 કેરેટ શુદ્ધતાનું કુલ 495.04 ગ્રામ સોનું મળી આવ્યું હતું.
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા PM મોદીના પિતાજી વિશે કરવામાં આવેલા નિવેદન મામલે ગુજરાત ભાજપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો શીર્ષક હેઠળ ભાજપનું વિશાળ પ્રદર્શન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડાની વિશેષ ઉપસ્થિતિ. ભાજપના ઉત્તર અને મધ્ય ઝોનના સાંસદ અને ધારાસભ્યો સહિતના સેંકડો કાર્યકરો હાજર. વાડજ વ્યાસવાડીથી RTO સર્કલ સુધી પદયાત્રાનું આયોજન કરાયું.
કલોલના જામળા ગામમાં ગૌવંશ વધના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વર્ષ 2024ના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ 3-3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારના કેસમાં આજીવન સજાનો આ બીજો કિસ્સો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
27 Oct 2026, 4:00 PM
Gujarat News Live: કલોલ નજીક બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
ગાંધીનગરના કલોલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. કલોલ હાઈવે પર અંબિકા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી છે, અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
અમદાવાદમાં દાણાપીઠ AMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આના પહેલા પણ AMCને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલ દ્વારા અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હોવાની માહિતી સામે આવી છે. આજે શાળાઓમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ AMCની તમામ ઓફિસો ખાલી કરાવાઈ છે. ફાયરબ્રિગેડ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, હજુ સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.