)
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા PM મોદીના પિતાજી વિશે કરવામાં આવેલા નિવેદન મામલે ગુજરાત ભાજપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો શીર્ષક હેઠળ ભાજપનું વિશાળ પ્રદર્શન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડાની વિશેષ ઉપસ્થિતિ. ભાજપના ઉત્તર અને મધ્ય ઝોનના સાંસદ અને ધારાસભ્યો સહિતના સેંકડો કાર્યકરો હાજર. વાડજ વ્યાસવાડીથી RTO સર્કલ સુધી પદયાત્રાનું આયોજન કરાયું.
કલોલના જામળા ગામમાં ગૌવંશ વધના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વર્ષ 2024ના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ 3-3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારના કેસમાં આજીવન સજાનો આ બીજો કિસ્સો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરના કલોલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. કલોલ હાઈવે પર અંબિકા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી છે, અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
અમદાવાદમાં દાણાપીઠ AMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આના પહેલા પણ AMCને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલ દ્વારા અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હોવાની માહિતી સામે આવી છે. આજે શાળાઓમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ AMCની તમામ ઓફિસો ખાલી કરાવાઈ છે. ફાયરબ્રિગેડ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, હજુ સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...