Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 22 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે પોલીસ અને તંત્ર દ્વારા મોટા પાયે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોર્ડર રેન્જ IG અને પૂર્વ કચ્છ SPના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન 1,445 સ્થળોએથી દબાણો દૂર કરીને આશરે 5 લાખ ચોરસ મીટર જમીન મુક્ત કરાવી છે. આ દબાણમુક્ત કરાયેલી સરકારી જમીનની અંદાજિત કિંમત 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂર્વ કચ્છ પોલીસની આ સતત અને કડક કામગીરીના કારણે ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 'નલ સે જલ' યોજનાના કૌભાંડમાં કાયદાનો ગાળો વધુ કસ્સાઈ રહ્યો છે, જેમાં વધુ એક આરોપી તરીકે લુણાવાડા APMCના પૂર્વ ચેરમેન અને કોઠંબાના સરપંચ ગોવિંદભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે ગોવિંદભાઈ પટેલે કોઠંબા પાણી સમિતિના બેંક ખાતામાંથી પોતાના અંગત ખાતામાં 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ બહુચર્ચિત કૌભાંડમાં અત્યાર સુધી કુલ 72 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેના કારણે એક પછી એક સંડોવાયેલા સરપંચો અને કોન્ટ્રાક્ટરોમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરતના સચીન GIDC વિસ્તારમાં 21 ઓક્ટોબર, 2026ના રોજ માત્ર 8 વર્ષની નાનકડી બાળકી સાથે દુષ્કર્મની દર્દનાક ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. માસુમ બાળકી ઘરની નજીક આવેલી ઝાડીમાંથી શૌચક્રિયા કરીને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં જ તેને રોકીને જબરદસ્તી અવાવરુ જગ્યાએ લઈ જઈ માર મારીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને સચીન GIDC પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી સર્વેશ રામલખન નિશાદને ઝડપી પાડ્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને સચીન GIDCમાં રહેતો આ આરોપી, જેની પત્ની અગાઉ અન્ય સાથે ભાગી ગઈ હતી, તેની સામે પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
વડોદરાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામની સીમમાં તળાવ પાસે અજાણ્યા વાહનચાલકો દ્વારા મોટા પ્રમાણમાં કાળું કેમિકલ ખુલ્લેઆમ ઠાલવી દેવામાં આવતા કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર કૃત્યથી સ્થાનિક જમીન અને જળસ્રોતોને ભારે નુકસાન થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે, જેના કારણે પર્યાવરણની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ અને એફ.એસ.એલ. (FSL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું તથા કોણ ઠાલવી ગયું તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે.
22 Oct 2026, 3:53 PM
Gujarat News Live: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શન પર વિવાદ, બિકાનેર હાઉસના સંચાલકોએ તસવીરો સામે વાંધો ઉઠાવ્યો
દિલ્હીના બીકાનેર હાઉસ ખાતે આયોજિત પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શન દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. પ્રદર્શનમાં વિરોધ પ્રદર્શનો દર્શાવતી તસવીરો સામે બીકાનેર હાઉસના સંચાલકોએ વાંધો ઉઠાવ્યો હતો અને આશરે 74 થી 75 જેટલી કલાકૃતિઓ હટાવી લેવાનું કહેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. જોકે રેહાન વાડ્રાએ પોતે તસવીરો હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ સમગ્ર ઘટના બાદ રાજકારણ ગરમાયું છે; પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પુત્રના સમર્થનમાં પોસ્ટ મૂકીને તેને ટેકો આપ્યો હતો, રોબર્ટ વાડ્રાએ પણ રેહાનની પોસ્ટ શેર કરીને પોતાનું સપોર્ટ વ્યક્ત કર્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ₹12 કરોડના ખર્ચે 12 એકર વિસ્તારમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં રેન ગનના 20 ટાવર દ્વારા વર્ષભર કૃત્રિમ વરસાદનો અનુભવ કરાવી શકાશે. સાથે જ બબલ ફાઉન્ટન, વોટરફોલ અને વિવિધ રાજ્યોનાં વૃક્ષો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
22 Oct 2026, 3:52 PM
Gujarat News Live: રાજ્યની સૌથી મોટી યુનિવર્સીટી એવી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં
રાજ્યની સૌથી મોટી યુનિવર્સીટી એવી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં. યુનિવર્સીટીના M. Sc. વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રીની લેબ ન બનતા હોવાને લઇ બળાપો. ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના HOD એ બડાપો ઠાલાવ્યો. યુનિવર્સિટીના વૉટ્સએપ્પ ગ્રુપની ચેટ થઇ વાયરલ . ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરે પોતાના બંગલાનું રીનોવેશન શરુ કરતા પ્રોફેસર અકડાયા . વિદ્યાર્થીઓ માટેની કેમેસ્ટ્રી લેબની રીનોવેશન માટેની મુકાયેલી ફાઇલ ત્રણ વખત ખોવાઈ ગઈ. વારંવાર HOD ફાઇલ લઈને જતા હોવા છતાં તેમને વેઇટિંગ એરિયામાં બેસાડી રાખતા હોવાની રજુઆત. તેની સામે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરને આવ્યાના ત્રણ જ મહિનામાં તેમના બંગલાના રીનોવેશનની ફાઇલ મંજુર થઇ ગઈ. જો બંગલાનું રીનોવેશન જરૂરી હોય તો બાળકો માટેની કેમેસ્ટ્રી લેબની નહી? તેવો HOD નો વૈદ્યક સવાલ. ખુરશી પર બેસી પગાર લો છો, સુવિધા લો છો તે જવાબ આપો તેવી પ્રોફેસરે કરી માંગ.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026નો 24 ઓક્ટોબરથી પ્રારંભ. 1 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે પુસ્તક મહોત્સવ. બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ નું અયીજન. સ્ટાર્ટપનાં અલગ.. અલગ પ્રોડક્ટ નું પ્રદર્શન. 700 જેટલાં બુક સ્ટોલ માં વિવિધ પ્રકારના પુષતક મળશે. ફૂડ સ્ટોલ ની પણ વ્યવસ્થા ઉભી કરવમાં આવશે. 12મોં બુક ફેર માં નાનાથી લઈને મોટા વયક્તિ માટે આયોજન. 700થી વધુ બુક સ્ટોલ્સ સાથે નવ દિવસીય પુસ્તક મહોત્સવનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરાશે. સાહિત્ય કવિતા ગઝલ સંગીત નાટક અને સર્જનાત્મક કાર્યક્રમો બનશે આકર્ષણનું કેન્દ્ર. પુસ્તક વિમોચન કાર્યક્રમો અને મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક.
22 Oct 2026, 3:51 PM
Gujarat News Live: સાઉથ બોપલ વિસ્તારમાં ડિમોલીશન કામગીરી
સાઉથ બોપલ વિસ્તારમાં ડિમોલીશન કામગીરી. ઘાટલોડિયા મામલતદાર કચેરી દ્વારા ડિમોલીશન. સરકારી જમીન પર થયેલા દબાણ દુર કરાયા. વિભાગ દ્વારા અનેક વખત નોટિસ અપાઇ હતી. અંદાજીત સાત હજાર ચોમી જગ્યા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા હતા. કાચા પાકા અલગ અલગ સેડ દુર કરી જગ્યા ખુલી કરાઇ.
સુરતમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક નરાધમે 8 વર્ષીય માસૂમ બાળકીને અવાવરુ જગ્યા પર લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
22 Oct 2026, 3:38 PM
Gujarat News Live: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસની સંયુક્ત તપાસ તેજ
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ મુંબઈથી ટેક્સીમાં બેસીને સુરત આવ્યા હતા, અને પોલીસને આશંકા છે કે તેમણે રસ્તામાં ક્યાંક હથિયાર છૂપાવ્યા હશે. આ મા ષે વધુ માહિતી મેળવવા માટે પોલીસે ટેક્સી ડ્રાઈવરની કડક પૂછપરછ હાથ ધરી છે.
22 Oct 2026, 3:38 PM
Gujarat News Live: સુરત-અમદાવાદ ક્રાઈમબ્રાંચની મોટી સફળતા: એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
સુરત અને અમદાવાદ ક્રાઈમબ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એક્સપ્રેસ હાઈવે પરથી અંદાજે સાડા ચાર કિલો હેરોઈન અને અઢી કિલો MD ડ્રગ્સ સહિત કુલ 25.5 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, અને આ કેસમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
22 Oct 2026, 3:38 PM
Gujarat News Live: અમિત શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર: "આગામી 30 વર્ષ સુધી તમારો નંબર નહીં આવે"
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કડક પ્રહારો કર્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે આગામી 30 વર્ષ સુધી સત્તામાં આવવાનો તમારો કોઈ નંબર નથી, અને જો તમે જનતાની પીડા નહીં સમજો તો અત્યારે જ્યાં સત્તામાં છો ત્યાંથી પણ સત્તા ગુમાવી દેશો.
સાઉદી અરબમાં હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ સતત ચાલુ છે, જેમાં તાજેતરમાં દમ્મામ એરપોર્ટને નિશાન બનાવીને એક ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનામાં એક ભારતીય નાગરિકનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે ભારતીય વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. વિદ્રોહીઓના વળતા પ્રહારોને કારણે વિસ્તારમાં તણાવ અને અસુરક્ષાનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.