Gujarat News Live: વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી: PM મોદી, ગાંધીનગરમાં 65 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન
Gujarat Breaking News Live: દેશભરમાં આજે દશેરાના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં વીજળીની વધતી માંગને લઈને CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે. 20 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી આવી જ તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લીધો હતો અને દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સત્તા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય જનકલ્યાણ છે. તેમણે કહ્યું કે, વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી.
વિજયાદશમીના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામના આદર્શોનું સ્મરણ કર્યું. તેમણે જણાવ્યું કે આજે દેશનો દરેક નાગરિક અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી કરી રહ્યો છે. ભગવાન રામે રાવણનો અંત આણ્યો અને માનવજાતને એવા આદર્શો આપ્યા જેનો ઇતિહાસમાં કોઈ જોટો નથી. તેમણે આપણને શીખવ્યું કે મુશ્કેલ સંજોગોમાં પણ સત્ય અને નૈતિકતાના માર્ગનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.
ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેસરીયા ગરબા ગ્રાઉન્ડમાં રામલીલાનું આયોજન કરાયું છે. રામલીલા બાદ રાવણ દહન કરવામાં આવશે. રાવણનું 65 ફૂટ ઉંચું પૂતળું બનાવવામાં આવ્યું છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે.
20 Oct 2026, 4:31 PM
Gujarat News Live: કચ્છના ભચાઉમાં ગમખ્વાર અકસ્માત
કચ્છમાં ભચાઉના કકરવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. બોલેરોને ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તો 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સાંતલપુરના ફાગલીથી કબરાઉ મોગલધામ દર્શનાર્થે જતાં કુટુંબીજનોને અકસ્માત નડ્યો છે.
20 Oct 2026, 3:52 PM
Gujarat News Live: દશેરાના પર્વ પર વાહનોની ધૂમ ખરીદી
દશેરાના દિવસે વાહનોની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેને લઈને લોકો મહિના પહેલાથી જ એડવાન્સ બુકિંગ કરતા હોય છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 20% વધુ એડવાન્સ બુકિંગ થયું છે. આજના દિવસે લોકો મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં વાહનોની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. તો અમદાવાદમાં પણ વહેલી સવારથી શોરૂમો પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
20 Oct 2026, 3:49 PM
Gujarat News Live: રાજ્યમાં વીજળીની વધતી માંગને લઈને CMએ કરી સમીક્ષા
ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી માંગ અને વીજ પુરવઠાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, મુખ્ય સચિવ મનોજ દાસ, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વનીકુમાર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ સહિત પાવર સેક્ટરના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.