Gujarat Breaking News Live: 11 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેમજ દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક્ટિવા અને બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર માટે ખસેડાયો છે. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. રાપર નજીક 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાપરથી 10 કિલોમીટર ઉત્તર દિશામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સાંજે 6:41 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા નોંધાયેલા આંકડા મુજબ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર 130 ઉમેદવારોનું ભાવિ EVM સીલ થયું છે. ત્યારે હવે 13 ઓક્ટોબરે ખબર પડશે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સરકાર બનશે?
11 Oct 2026, 5:50 PM
Gujarat News Live: થરા નગરપાલિકામાં રેકોર્ડબ્રેક 78.58 ટકા મતદાન
થરા નગરપાલિકાના મતદાનના આંકડા સામે આવ્યા છે. થરામાં સાંજે 5 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 78.58 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 1માં 74.95 ટકા મતદાન નોંધાયું છે, તો વોર્ડ નંબર 2માં 79.91 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ઓખા નગરપાલિકામાં 56.46 ટકા મતદાન નોંધાયું છે.
11 Oct 2026, 5:40 PM
Gujarat News Live: ગાંધીનગરમાં 5 વાગ્યા સુધી 54.01 ટકા મતદાન
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026માં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 54.01 ટકા મતદાન નોંધાયું. ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ 11 વોર્ડમાં કુલ 2,59,985 મતદારોમાંથી 1,40,422 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 4માં 70.10 ટકા નોંધાયું, તો સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 8માં માત્ર 42.63 ટકા મતદાન નોંધાયું છે.
વોર્ડ નંબર 7 માં 67.09 ટકા
વોર્ડ નંબર 1 માં 65.87 ટકા
વોર્ડ નંબર 2 માં 63.23 ટકા
વોર્ડ નંબર 6 માં 56.03 ટકા
વોર્ડ નંબર 3 માં 53.79 ટકા
વોર્ડ નંબર 11 માં 53.01 ટકા
વોર્ડ નંબર 9 માં 46.48 ટકા
વોર્ડ નંબર 10 માં 45.36 ટકા
વોર્ડ નંબર 5 માં 43.94 ટકા
11 Oct 2026, 5:19 PM
Gujarat News Live: ભાવનગરમાં પતિ-પત્ની પર ઘાતકી હુમલો
ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલા જૂના કુંભારવાડા વિસ્તારમાં પતિ-પત્ની પર ઘાતકી હુમલાની ઘટના સામે આવી છે. રમેશ જયંતી યાદવ પત્ની સાથે મઢે દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે ઘર નજીક કેટલાક શખ્સોએ તેમને અટકાવી લોખંડના સળિયા અને હીટર વડે માર માર્યો હતો. હુમલામાં પતિ-પત્ની બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. દરમિયાન બચાવ કરવા આવેલી મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, જૂની અદાવતને લઈને આ ઘટના બની હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
11 Oct 2026, 4:56 PM
Gujarat News Live: છેલ્લી ઘડીએ મતદાન માટે લાઈનો
ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં મતદાન પૂર્ણ થવાને 1 કલાક બાકી છે, ત્યારે મતદાન મથકો પર મતદારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર 24માં છેલ્લી ઘડીએ મતદાન કરવા મતદારોએ લાઈનો લગાવી છે. વોર્ડ નંબર 3માં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન સેક્ટર 24ના મતદાન મથક પર વિવાદ સર્જાયો હતો. વોર્ડ નંબર 3માં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે મતદાન કરાવવાના મુદ્દે માથાકૂટ થઈ હતી. બંને પક્ષ વચ્ચે બબાલ થતાં મતદાન મથક પર તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી અને દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.
ગાંધીનગર મનપા ચૂંટણી મામલે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગાંધીનગર મનપાના નાગરિકો અને ભાપના કાર્યકરોની આ જોડીએ સાથે મળીને વિકાસની ગતિને ખૂબ ઝડપી આગળ વધાવી છે. ગાંધીનગરના નાગરિકોને હું અભિનંદન આપું છું. જે પ્રકારે સૌ લોકોએ સહયોગ આપીને એક પછી એક મહત્વના કામો આગળ વધાવ્યા છે. ગાંધીનગરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવાર ભવિષ્યમાં પણ સાથે મળીને ગાંધીનગરને દેશનું સૌથી ઝડપી વિકસતું શહેર હજુ વધુ ઝડપથી આગળ વધે તેવી શુભકામનાઓ. બધાએ મતદાનનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ, વધુમાં વધુ મતદાન કરાવવું જોઈએ.
11 Oct 2026, 3:39 PM
Gujarat News Live: ગાંધીનગર ચૂંટણીમાં 03 વાગ્યા સુધી 44.13 ટકા મતદાન
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે ૩ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. બપોરે ૩ વાગ્યા સુધીમાં 44.13 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ 4માં 57.27 ટકા થયું છે. તો સૌથી ઓછું મતદાન વોર્ડ 5માં 35.55 ટકા થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.