• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /ગાંધીનગરમાં 01 વાગ્યા સુધીમાં 31.90 ટકા મતદાન, કૃષ્ણનગર પોલીસની દારૂની લઈ મોટી કાર્યવાહી, ચોટીલા યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર
Live Now

ગાંધીનગરમાં 01 વાગ્યા સુધીમાં 31.90 ટકા મતદાન, કૃષ્ણનગર પોલીસની દારૂની લઈ મોટી કાર્યવાહી, ચોટીલા યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 11 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 11, 2026, 08:22 AM IST|Updated: Oct 11, 2026, 02:56 PM IST
joinshare
ગાંધીનગરમાં 01 વાગ્યા સુધીમાં 31.90 ટકા મતદાન, કૃષ્ણનગર પોલીસની દારૂની લઈ મોટી કાર્યવાહી, ચોટીલા યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર
11 Oct 2026 14:24 IST (IST)
share

Gujarat News Live: પાટણ નગરપાલિકા કોર્પોરેટર આશાબેન દેસાઈના પુત્રને ચઢ્યો સત્તાનો નશો

પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર આશાબેન દેસાઈના પુત્ર હિતેશ ઘેમરભાઈ દેસાઈને સત્તાનો નશો ચઢ્યો. નગરપાલિકા હસ્તક થતા કામોની વિગત સોસીયલ મીડિયામા વાયરલ કરીને પોતે હાજરી બતાવીને સોસીયલ મીડિયામા પોતાની જાતને કોર્પોરેટર બતાવે છે. હિતેશ ઘેમરભાઈ દેસાઈ પોતે NSUI શહેર પ્રમુખ છે અને પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈનો પુત્ર છે. ઇન્સ્ટાગ્રામના સોસીયલ મીડિયામાં બનાવેલ એકાઉન્ટમા હિતેશ દેસાઈએ પોતાની જાતને કોર્પોરેટર બતાવ્યો. માતા આશાબેન દેસાઈ ની જગ્યાએ પોતાને કોંગ્રેસના કોર્પોરેટર ગણાવતા પાટણમાં રાજકીય ગરમાવો. હાલ હિતેશ દેસાઈ એ પોસ્ટ બદલી નાખી.

11 Oct 2026 14:24 IST (IST)

Gujarat News Live: પંજાબનો હાઈપ્રોફાઈલ મેડ સંધુની હત્યાનો કેસમાં ગુજરાત ATS અને વલસાડ SOGની મોટી કાર્યવાહી

પંજાબના અમૃતસરમાં થયેલ મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા કેસના ૩ વોન્ટેડ આરોપીઓની ગુજરાત એ.ટી.એસ. અને વલસાડ એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગત ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અમૃતસરના લોરાહકા રોડ પર કાર વોશિંગ સેન્ટર પાસે બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરી મેડ સંધુની હત્યા કરાઈ હતી. અમૃતસર કેંટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ નોંધાયો હતો અને પંજાબ સી.આઈ.એ. દ્વારા આ કેસની બાતમી ગુજરાત એ.ટી.એસ. ને આપી હતી. ગુજરાત એ.ટી.એ અને વલસાડ પોલીસે બાતમીને આધારે ત્રણેય આરોપીઓ વલસાડના વાપીમાં છુપાયા હોવાનું સામે આવ્યું હતું. વલસાડ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને વાપીમાંથી હરસિમરનજિત સિંહ, ફતેહ સિંહ અને અરમાન સિંહ નામના ત્રણેય આરોપીઓને ડિટેઈન કરવામાં આવ્યા.

11 Oct 2026 14:23 IST (IST)

Gujarat News Live: કિર્તીદાન ગઢવી સાથે Z 24 કલાકની વાતચીત

કિર્તીદાન ગઢવી સાથે Z 24 કલાકની વાતચીતે કરી છે. વાતચીત દરમિયાન કિર્તીદાન ગઢવીનું મોટુ નિવેદન. જો વિધર્મીઓ આપણી સંસ્કૃતિને નુકશાન કરે તો તેમને પ્રવેશ ન આપવો જોઈએ. શેરી ગરબા અને ક્લબ ગરબાને લઇને પણ આપ્યું નિવેદન. સમય બદલાતા શેરીઓ હવે રહી કેટલી છે? કિર્તીદાન ગઢવી. શહેરીકરણ થતા લોકો ક્લબ ગરબા તરફ વળ્યાં,જોકે ગરબા ક્યાય રમાય, આસ્થા એ જ છે .

11 Oct 2026 13:39 IST (IST)

Gujarat News Live: સુરતમાં નવરાત્રિને લઈ 'શી ટીમ' એક્શન મોડમાં

સુરત શહેરમાં 40 જેટલી 'શી ટીમ' કાર્યરત. ગરબા ડોમમાં ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ તૈનાત રહેશે. યુવતીઓની છેડતી કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરાશે. ડોમ બહાર અને અવાવરુ સ્થળોએ પેટ્રોલિંગ કરાશે. 'શી ટીમ'ની 5 ટુકડીઓ ખાસ પેટ્રોલિંગ કરશે. રાત્રે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની મદદે પહોંચશે ટીમ. નવરાત્રિમાં મહિલા સુરક્ષા માટે સુરત પોલીસ સજ્જ.

11 Oct 2026 13:39 IST (IST)

Gujarat News Live: કૃષ્ણનગર પોલીસની દારૂની લઈ ને મોટી કાર્યવાહી

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસની દારૂ ની લઈ ને મોટી કાર્યવાહી. કૃષ્ણનગર પોલીસે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 2,736 વિદેશી દારૂની બોટલો કબજે કરવા માં આવી. ફ્લેટમાંથી અલગ-અલગ કંપનીઓની 180  કુલ ૨,૭૩૬ વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કુલ કિંમત 7.78 લાખથી વધુ થવા પામી. દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ૭,૭૮,૪૦૮ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. કૃષ્ણનગર પોલીસે રેડ દરમિયાન નિશીત ઉર્ફે નિશુ શાહ, જય ઉર્ફે દાદુ પવાર અને કિશન શાહ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ ના એક્ટિવા, જ્યુપીટર અને ઓલા ઇલેક્ટ્રીક સ્કૂટર જેવા ત્રણ વાહનો દ્વારા ગ્રાહકોને દારૂની હોમ ડિલિવરી કરતા હતા. રાજસ્થાનથી દારૂ મંગાવાતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા ઓમપ્રકાશ બિશ્નોઈ પાસેથી પોર્ટલ મારફતે મંગાવવામાં આવતો હતો. કૃષ્ણનગર પોલીસે પકડાયેલા આરોપીઓ તેમજ અન્ય વોન્ટેડ ઇસમો સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

11 Oct 2026 13:38 IST (IST)

Gujarat News Live: ક્રાઈમ બ્રાન્ચે નકલી CISF અધિકારી ઝડપ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા પાસેથી નકલી CISF ના અધિકારીની ધરપકડ કરી છે.આરોપી લાલદરવાજા પાસે રોફ જમાવવા માટે પેન્ટ પર CISF ના DSP નું આઇકાર્ડ લગાવીને ફરતો હતો.પોલીસ તપાસમાં આરોપી પંજાબનો હોવાનું સામે આવ્યું છે.હાલ આરોપીની ધરપકડ કરીને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છ
 

11 Oct 2026 13:38 IST (IST)

Gujarat News Live: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વેપારી માંગીલાલ જૈનનું મોત

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કરિયાણાના વેપારી માંગીલાલ જૈનનું ગોમતી તળાવમાં અગમ્ય કારણોસર મોત. આશરે 62 વર્ષીય વેપારીના મોતથી પંથકમાં ચકચાર. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડાકોર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો. વેપારીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરશે.

11 Oct 2026 13:38 IST (IST)

Gujarat News Live: ચોટીલા યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર

ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીના દર્શન માટે ભાવિકોની ભીડ. આસો માસના પ્રથમ નોરતે ચોટીલા ધામમાં ભક્તોની ભારે ભીડ. રવિવારની રજા અને નવરાત્રિના પ્રારંભે માઈભક્તો ઉમટ્યા. વહેલી સવારથી જ મા ચામુંડાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ચોટીલા ધામે દર્શનાર્થે પહોંચ્યા. માતાજીના જયઘોષથી ચોટીલા ધામ બન્યું ભક્તિમય. નવરાત્રિના પ્રથમ દિવસે ચોટીલા ધામમાં ભક્તિનો માહોલ જામ્યો.

11 Oct 2026 13:37 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 31.90 ટકા મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 31.90 ટકા મતદાન. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 59 હજાર 985 મતદારોમાંથી 82 હજાર 945 મતદારોએ મતદાન કર્યું. 11 વોર્ડમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 4માં 42.20 ટકા નોંધાયું. સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 5માં 26.09 ટકા નોંધાયું. વોર્ડ દીઠ મતદાનની વિગતોની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં 41.23 ટકા મતદાન, વોર્ડ નંબર 2માં 37.35 ટકા મતદાન, વોર્ડ નંબર 3માં 31.93 ટકા મતદાન, વોર્ડ નંબર 4માં 42.20 ટકા મતદાન, વોર્ડ નંબર 5માં 26.09 ટકા મતદાન, વોર્ડ નંબર 6માં 31.81 ટકા મતદાન, વોર્ડ નંબર 7માં 38.22 ટકા મતદાન, વોર્ડ નંબર 8માં 26.91 ટકા મતદાન, વોર્ડ નંબર 9માં 26.90 ટકા મતદાન, વોર્ડ નંબર 10માં 26.26 ટકા મતદાન, વોર્ડ નંબર 11માં 30.45 ટકા મતદાન. કુલ 2 લાખ 59 હજાર 985 મતદારોમાંથી 82 હજાર 945 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. પુરુષ મતદારોમાં 35.47 ટકા અને મહિલા મતદારોમાં 28.19 ટકા મતદાન નોંધાયું. ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 31.90 ટકા મતદાન નોંધાયું.

11 Oct 2026 12:08 IST (IST)

Gujarat News Live: રાજકોટ - આજે નવરાત્રીના પ્રારંભે જ લવ જેહાદના લાગ્યા પોસ્ટરો

રાજકોટમાં આજે નવરાત્રીના પ્રારંભે જ લવ જેહાદના પોસ્ટરો લાગ્યા છે. અલગ અલગ વિસ્તારમાં નવરાત્રીના આયોજનો બહાર પોસ્ટરો લાગ્યા. 'લવ જેહાદ થી સાવધાન' લખેલા પોસ્ટરો. થોડા સમય પહેલા હિન્દૂ સંગઠનો દ્વારા પોલીસ  કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. અર્વાચીન રાસોત્સવ આયોજકો સાથે હિન્દૂ સંગઠનોએ કરી હતી બેઠક. બેઠકમાં ગરબા આયોજકોને વિધર્મી ગાયક કલાકારો, વાજિંત્રો વાદકો, વિધર્મી સિક્યોરિટી ગાર્ડને ન રાખવા અપીલ કરી હતી. વિધર્મી ખેલૈયાઓને પ્રવેશ ન આપવાની ઉઠી હતી માંગ. પોસ્ટરો થી પ્રથમ દિવસે જ વિવાદ.

11 Oct 2026 12:00 IST (IST)

Gujarat News Live: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર....

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ગાંધીનગરમાં ઓછું મતદાન થાય તે માટે ભાજપની યુક્તિ છે. સેક્ટર 20ના લોકોએ સેક્ટર 19માં આવવું પડે છે. ગાંધીનગરના દરેક સેક્ટરમાં મતદાનનું આયોજન થઈ શકે છે. પરંતુ મતદારોને તકલીફ પડે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ગાંધીનગરના લોકો આ વખતે B ટીમને મત નહીં આપે. 

11 Oct 2026 11:48 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 18.24 ટકા મતદાન

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 18.24 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ વોર્ડ નંબર 1માં 25.61 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 9માં સૌથી ઓછું 14.70 ટકા મતદાન, વોર્ડ 2માં 21.39, વોર્ડ નંબર 3માં 18.24 ટકા મતદાન, વોર્ડ 4માં 24.64, વોર્ડ નંબર 5માં 15.02 ટકા મતદાન, વોર્ડ 6માં 18.65, વોર્ડ નંબર 7માં 22.76 ટકા મતદાન, તમામ 11 વોર્ડમાં શાંતિપુર્ણ મતદાન ચાલી રહ્યુ છે. મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે.

11 Oct 2026 11:47 IST (IST)

Gujarat News Live: થરા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 35.34 ટકા મતદાન

થરા નગરપાલિકાના મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 35.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વોર્ડ નંબર 6માં 38.23 ટકા મતદાન, વોર્ડ નંબર 5માં 37.08 ટકા મતદાન. વોર્ડ નંબર 4માં 36.93 ટકા મતદાન. વોર્ડ નંબર 3માં 35.57 ટકા મતદાન અને વોર્ડ નંબર 2માં 31.78 અને 1માં 32.92 ટકા મતદાન નોંધાયું છે.

11 Oct 2026 11:47 IST (IST)

Gujarat News Live: કોંગ્રેસના ઉપાધ્યક્ષ નિશીત વ્યાસે ઉઠાવ્યા સવાલ

બે વોર્ડના એક જ સ્થળે મતદાન મથકથી મુશ્કેલી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ નિશીત વ્યાસે ઉઠાવ્યા સવાલ. સેક્ટર ૧૯માં વોર્ડ ૪ તથા વોર્ડ ૫ ના મતદારો માટે બૂથ બનાવાયા. સેક્ટર ૨૦ ના વિસ્તારના મતદારો ને સેક્ટર ૧૯ માં મત આપવાની ફરજ પડી. ભાજપને હાર દેખાઈ ગઈ છે. ચૂંટણી પંચની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ.

11 Oct 2026 11:47 IST (IST)

Gujarat News Live: સાલપુરા ગામ નજીક રેતી ભરેલી ટ્રકમાં ભીષણ આગ

બોડેલી-ડભોઈ રોડ પર સાલપુરા ગામ નજીક રેતી ભરેલી ટ્રકમાં ભીષણ આગ. ટ્રકના ટાયરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતાં અફરાતફરી મચી. ઘટનાની જાણ થતાં બોડેલી બજાર સમિતિ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ.

11 Oct 2026 11:46 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર વોર્ડ નંબર 6 માં EVM મશીન બંધ થતાં મતદાન અટવાયું

ગાંધીનગર વોર્ડ નંબર 6 માં EVM મશીન બંધ થતાં મતદાન અટવાયું છે. મશીન 10:51ના સમયે બંધ થયું. મશીનમાં 137 મત પડયા. આખરે ચૂંટણી અયોગે તરત મશીન મગાવી મતદાન શરૂ કરાયું. વોર્ડ 6 માં મતદાન અટક્યું. અડધા કલાક મતદાન અટકાવ્યા બાદ શરૂ થયું.

11 Oct 2026 11:46 IST (IST)

Gujarat News Live: થરા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ -ભાજપના નેતાઓનો આક્ષેપ-પ્રતિઆક્ષેપ

થરા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ -ભાજપના નેતાઓ કરી રહ્યા છે આક્ષેપ-પ્રતિઆક્ષેપ. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે થરા પાલિકામાં મતદાન કોંગ્રેસ તરફી થતું હોવાથી ભાજપ રઘવાયું થયું હોવાના નિવેદનને લઈને થરા પાલીકાના પૂર્વ પ્રમુખ અને ઉમેદવાર પૃથ્વીરાજસિંહ વાઘેલાનું નિવેદન. અમૃતજી ભાષણ કરતા હોય તો પણ બરાડા પાડતાં હોય છે એ એમની આદત છે બાકી ભાજપ તરફી મતદાન થઈ રહ્યું છે. અમારે કોઈની સાથે જીભાજોડીમાં ઉતરવું નથી લોકો પોતાનો મત યોગ્ય જગ્યાએ આપી રહ્યા છે. અમે 5 વર્ષમાં થરાનો બહુ વિકાસ કર્યો છે. 1350 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપ્યા છે. લોકો વિકાસને જોઈને મત કરી રહ્યા છે.

11 Oct 2026 10:27 IST (IST)

Gujarat News Live: સીજે ચાવડા સેક્ટર 6 ખાતે મતદાન કરવા પહોંચ્યા

ગાંધીનગર તાલુકા પગાર કેન્દ્ર શાળા સેક્ટર 6 ખાતે સીજે ચાવડા મતદાન કરવા પહોંચ્યા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય ડો સી જે ચાવડાએ મતદાન કર્યું. સેક્ટર ૬ ખાતે ડો સી જે ચાવડાએ મતદાન કર્યું. વિકાસના કામોને પ્રાધાન્ય જનતા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગાંધીનગરમાં થયેલા વિકાસકામોના કરણે પાટનગર વિશ્વ ફલક પર મુકાયું. ઓછા મતદાન માટે નવરાત્રી કારણ ગણાવ્યું. માતાજીના સ્થાપન બાદ મતદાન વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સરમાં કમી થયેલા મતદારોને લઈ નિવેદન, વિસ્થાપન, મૃતક મતદારોના નામ કમી થવાના કારણે મતદારો ઘટ્યા.
 

11 Oct 2026 10:27 IST (IST)

Gujarat News Live: આણંદના કાસોર ગામમાં રહેણાક મકાનમાં મહાકાય મગર ઘુસી ગયો

આણંદ જિલ્લાના સોજીત્રાના કાસોર ગામમાં રહેણાક મકાનમાં 9.6 ફૂટ લાંબો મહાકાય મગર ઘુસી જતા સ્થાનિકોમાં અફડા તફડી સાથે દહેશત પ્રસરી જવા પામી હતી,કાસોર ગામના કોડેર વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ શનાભાઈ પરમારના રહેણાંક મકાનની રવેસીમાં મહાકાય મગર ઘુસી જતા પરિવારજનોમાં દહેશત પ્રસરી જતા તેમણે તાત્કાલિક દયા ફાઉન્ડેશન, કરમસદને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં દયા ફાઉન્ડેશનના સભ્યો અને સોજીત્રા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ મગરને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

11 Oct 2026 10:27 IST (IST)

Gujarat News Live: સુરતના બિટકોઇન કૌભાંડમાં મુખ્ય આરોપી દિવ્યેશ દરજીની ED દ્વારા ધરપકડ

સુરતના બિટકોઇન કૌભાંડમાં મુખ્ય આરોપી દિવ્યેશ દરજીની ED દ્વારા ધરપકડ કરાઈ છે. ₹690 કરોડના કૌભાંડ અને 6,994 બિટકોઇનની હેરાફેરીના આક્ષેપો. સ્પેશિયલ ED કોર્ટે દિવ્યેશ દરજીના બુધવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, EDનો દાવો: 2024માં બિટકોઇન વેચી મળેલી રકમ પરિવારના સભ્યોમાં વહેંચી. મની લોન્ડરિંગ અને હવાલા મારફતે નાણાં સગેવગે થયાની આશંકા. ટ્યુશન ક્લાસીસ ચલાવતા દિવ્યેશ પર ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવવાનો આરોપ. સમગ્ર કૌભાંડ આશરે ₹2,000 કરોડ સુધી પહોંચ્યું હોવાનો અંદાજ. આરોપી અગાઉ લાંબા સમય સુધી દુબઈમાં રહ્યો હતો, 2018માં CID ક્રાઇમે પણ ધરપકડ કરી હતી. બચાવ પક્ષની દલીલ: EDના સમન્સ પર 11 વખત હાજર રહી તપાસમાં સહકાર આપ્યો. વકીલનો દાવો: 72 કલાકની તપાસમાં વાંધાજનક પુરાવા મળ્યા નહોતા, તમામ આક્ષેપો પાયાવિહોણા.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...