આડેધડ ચા ગટકાવતા પહેલા સાવધાન! જાણો કોણે ન પીવી જોઈએ Tea? શું થઈ શકે નુકસાન
Side effects of tea: ચા કોને ન ભાવે? આમ પણ ભારતીયોમાં ચાનો નશો કઈક અલગ જ હોય છે. બીજુ કઈ હોય કે નહોય પરંતુ ચા તો જોઈએ જ. પરંતુ શું તમને ખબર છે કે ચાનું સેવન કેટલાક લોકો માટે નુકસાન કારક પણ હોઈ શકે છે. તો ખાસ જાણો.
Published: Sep 29, 2026, 02:40 PM IST
| Updated: Sep 29, 2026, 02:47 PM IST
મોટાભાગના લોકો એવા જોવા મળે કે તેમના ઘરમાં સવાર ચાની ચૂસકી સાથે જ પડતી હોય છે. સવારે ઉઠે કે તરત ચા જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ચાનું સેવન કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે કેટલાક લોકોએ ચાનું સેવન કરવાથી બચવું જોઈએ અને વધુ પડતી ચા સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડે છે તે પણ જાણો.
ચાથી શું નુકસાન થઈ શકે
- સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ચામાં ટેનિન હોય છે અને તે ચાને કલરમાં ડાર્ક અને સ્વાદમાં કડક બનાવે છે.
- આમ તો તે તરત એનર્જીને બુસ્ટ કરવામાં પણ ફાયદો કરાવે છે પરંતુ એટલું જ જલદી તમને ડાઉન પણ ફીલ કરાવી શકે છે.
- ચામાં રહેલું ટેનિન એન્ટી ઓક્સીડેન્ટ હોય છે પરંતુ તેનું વધતું પડતું સેવન કરવાથી ગેસ્ટ્રિક બેરિયર ઈરિટેટ થાય છે.
- જેનાથી તમને એસિડિટી કે બળતરા પણ મહેસૂસ થઈ શકે છે.
- જ્યારે ચામાં દૂધ અને ખાંડ ભળે તો તેની કેલરી અને શુગર પણ વધે છે. જે ઈન્શ્યુલિનના સ્તરને પણ પ્રભાવિત કરી શકે છે.
કોણે ચા પીવાથી બચવું જોઈએ?
- આમ તો ચા મોટાભાગે બધા પીતા હોય છે પરંતુ કોણે ચાના સેવનથી બચવું જોઈએ તે ખાસ જાણવું જરૂરી છે.
- એક્સપર્ટ કહે છે કે ગેસ્ટ્રોએસોફિઝિયલ રિફ્લક્સ ડિસિસ એટલે કે (GERD) થી પીડાતા લોકોએ ખાસ કરીને ગંભીર સ્થિતિમાં હોય તેમણે ચા પીવાથી બચવું જોઈએ.
- ગર્ભવતી મહિલાઓએ પણ ચાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં રહેલું કેફીન પ્લેસેન્ટા દ્વારા બાળક સુધી પહોંચી શકે છે.
- જો તમારા શરીરમાં આયર્નની કમી હોય તો પણ ચાનું સેવન ઓછું કે બંધ કરવાની સલાહ અપાતી હોય છે.
- આ ઉપરાંત જે લોકોને એન્ઝાયટી કે પેનિક એટેકની સમસ્યા હોય તેમણે પણ કેફીનવાળી ચાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ચા પીવાની યોગ્ય રીત
- જો તમને કોઈ સમસ્યા ન હોય તો પણ તમારે દરરોજ બે કપથી વધુ ચા પીવાનું ટાળવું જોઈએ.
- સારી ઊંઘ માટે તમે પાંચ વાગ્યા બાદ ચા ન પીવો તો સારું કહેવાય.
- રિફાઈન્ડ શુગરનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ.
- સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાથી ગટ હેલ્થને નુકસાન પહોંચી શકે છે.
- આથી સવારે ઉઠીને સૌથી પહેલા હૂંફાળું પાણી પીવો અને હળવો નાસ્તો કરવો જોઈએ. ત્યારબાદ ચાલીસ મીનિટ પછી ચા પીવી જોઈએ.
- ભારે ભોજન કર્યા બાદ ક્યારેય ચા ન પીવી જોઈએ કારણ કે તે બોડીમાં આયર્ન, ઝિંક અને પ્રોટીનના એબ્ઝોર્બ્શનને બ્લોક કરે છે.
- ભોજન કરો તેની 45 મિનિટ પહેલા અને ભોજન બાદ 45 મિનિટ સુધી ચા પીવાથી બચવું જોઈએ.
(Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો. Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)