SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Skin Cancer: શરીર પર વધુ તલ હોવા શું કેન્સરનો સંકેત છે? આ લક્ષણોને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ

Moles Causes: તે જરૂરી નથી કે કેન્સર થતાં પહેલા કોઈ ગાંઠ જોવા મળે, કારણ કે શરીર પર અચાનક થયેલા તલ પણ આ બીમારીનો સંકેત હોઈ શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 26, 2026, 12:14 IST | Updated: Nov 26, 2026, 12:17 IST
Join

શરીર પર તલ હોવા ખુબ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો ચહેરા પર અચાનક નાના-નાના તલ જોવા મળે તો તે ખતરાની ઘંટી હોઈ શકે છે. સામાન્ય રીતે તલ ચામડી પર રહેલા પિગમેન્ટ બનાવનાર સેલ્સને કારણે બને છે. તેવામાં જો તલ પર સમય પર ધ્યાન ન આપવામાં આવે તો ખતરો વધી શકે છે. પરંતુ શરીર પર વધુ તલ હોવા કેટલાક લોકોમાં મેલાનોમા એટલે કે સ્કિન કેન્ચરનો ખતરો બમણો વધારી શકે છે. ખાસ કરી જો તલના શેપ, રંગમાં ફેરફાર થાય છે તો તેને નજરઅંદાજ ન કરવા જોઈએ, પરંતુ શું શરીરના કોઈ ખાસ હિસ્સા પર વધુ તલ હોવા કેન્સરનો સંકેત છે? શું દરેક બદલાતા તલ ખતરનાક હોઈ છે? આવો આ વિશે અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશનના રિસર્ચમાં વિસ્તારથી જણાવ્યું છે અને તે પણ જણાવવામાં આવ્યું છે કે ક્યારે અચાનક તલની સમસ્યા સ્કિન કેન્સરનું કારણ બની શકે છે.

શું શરીર પર વધુ તલ હોવા સ્કિન કેન્સરનો ખતરો વધારે છે?

રિસર્ચ પ્રમાણે જો સ્કિન પર તલ જન્મજાત છે તો તે સામાન્ય હોઈ શકે છે, પરંતુ અચાનક શરીરના કોઈ હિસ્સા પર તલ જોવા મળી રહ્યાં છે તો તેને નજરઅંદાજ ન કરો. શરૂઆતમાં આ તલ નાના હોય છે અને હાથ, પગ, ગરદન કે પીઠમાં જોવા મળે છે. રિસર્ચ પ્રમાણે તલ સ્કિન પર રહેલા પિગમેન્ટને બનાવનાર બ્લડ સેલ્સને કારણે થાય છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના રિસર્ચ અનુસાર શરીર પર 50થી વધુ તલ હોવા મેલાનોમાના ખતરાને વધારી શકે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે શરીર પર 50 કે તેનાથી વધુ તલ થવાથી દરેક વ્યક્તિને કેન્સર થઈ જશે.

આ પણ વાંચોઃ પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

શરીરના ક્યા હિસ્સામાં તલ થવા પર વધુ ધ્યાન આપવું જોઈએ?

સ્કિન કેન્સર શરીરના કોઈ એક ખાસ હિસ્સા સુધી હોતું નથી, કારણ કે મેલાનોમા સ્કિન પર ગમે ત્યાં થઈ શકે છે. પરંતુ શરીરના કેટલાક હિસ્સામાં થઈ રહેલા ફેરફાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

પીઠ અને ખભા પર તલ થવાઃ આ હિસ્સા પર તલની સંખ્યા વધુ હોઈ શકે છે. તેવામાં તલ પર નજર રાખો, ખાસ કરી જે બીજા તલથી અલગ દેખાય છે.

ચહેરા અને ગરદન પર તલ થવાઃ તડકામાં રહેનાર આ હિસ્સા પર નવા કે બદલાતા નિશાનને નજરઅંદાજ ન કરો.

હાથ-પગના નખઃ નખની નીચે ઈજા વગર કાળી કે ભૂરી રેખા જોવા મળે તો તે ખતરાની ઘંટી હોઈ શકે છે.

માથાની ચામડી પર તલ થવાઃ માથા કે તળિયાની નીચે છુપાયેલા તલ અને નવા નિશાનને ચેક કરવા જરૂરી છે.

આ પણ વાંચોઃ Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો

તલમાં થનાર આ ફેરફારને નજરઅંદાજ ન કરો

ક્યા લોકોને સ્કિન કેન્સરનો ખતરો વધુ રહે છે?

કેટલાક લોકોમાં મેલાનોમાનો ખતરો વધુ હોય છે, તે લોકોએ નીચે જણાવેલી બાબતો પર ધ્યાન આપવું જોઈએ.

સ્કિન કેન્સરથી બચવા શું કરવું?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES