Postpartum Depression: માતૃત્વની ખુશી વચ્ચે છુપાયેલું દુ:ખ એટલે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, નવી માતાઓ આ લક્ષણોને ન કરે ઈગ્નોર
Postpartum Depression: બાળકના જન્મ પછી ખુશી થવાને બદલે નિરાશાનો અનુભવ થવો, બેચેની થવી સહિતના નેગેટિવ અનુભવો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણો હોય શકે છે. નવી માતાની સાથે પતિ અને પરિવારે પણ આ સમસ્યા પર ધ્યાન આપવું જરુરી છે.
Postpartum Depression: માં બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. બાળકને જન્મ આપવો એ મહિલા માટે અત્યંત ખુશીની ક્ષણ હોય છે. દુનિયાની સૌથી અનમોલ ક્ષણને જીવ્યા પછી મહિલાને તેના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પણ પસાર થવું પડે છે. બાળકના જન્મની ખુશી સાથે આ દુઃખ પણ છુપાયેલું હોય છે. આ દુઃખ છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. મહિલાઓને થતી આ સમસ્યા વિશે લોકો વધારે વાત કરતા નથી પરંતુ બાળકના જન્મ પછી મહિલાઓને થતા આ ડિપ્રેશન ને લઈને પરિવારના લોકોએ જાગૃત થવાની જરૂર છે. બાળકના જન્મ પછી નવી માતાના વર્તનમાં દેખાતા કેટલાક લક્ષણોને ઇગ્નોર કરવાને બદલે તેને દૂર કરવામાં મદદ કરવી જોઈએ જેથી માતા પણ બાળકના જન્મની ખુશી અનુભવી શકે.
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે શું ?
બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓને આ સમસ્યા થતી હોય છે. બાળકના જન્મ પછી થતા ડિપ્રેશનને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવામાં આવે છે. યુનિસેફના જણાવ્યા અનુસાર પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો અર્થ ફક્ત મહિલા દુઃખી રહેતી હોય એટલું નથી. મહિલા ને અલગ અલગ પ્રકારની એન્ઝાઈટીનો અનુભવ થાય છે જેના કારણે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થઈ શકે છે. ઘણી વખત બાળક વધારે રડતું હોય કે પછી બાળક સાથે બોર્ડિંગ ન બની શકે તો પણ મહિલાને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ડિપ્રેશન થઈ શકે છે.
પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં દેખાતા લક્ષણો
બાળકના જન્મ પછી દુઃખનો અનુભવ થવો.
જે વસ્તુથી ખુશીનો અનુભવ થતો હોય તે પણ ન ગમે.
શરીરમાં સતત થાક નો અનુભવ
બેચેની અને લો એનર્જી ફીલ થવી
આત્મવિશ્વાસ ઘટી જવો.
ઊંઘ ન થવી
ભૂખ ઘટી જવી
પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં મહિલા કેવો અનુભવ કરે ?
નવી માતાને જ્યારે પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન થાય છે ત્યારે તેનો અનુભવ ખૂબ જ ખરાબ હોય છે. આ સમયે મહિલા બાળક અને પોતાના પતિથી દૂર થઈ ગઈ હોય તેવો અનુભવ કરે છે. ઘણી વખત મહિલાને પોતાની જાતને નુકસાન પહોંચાડવાના વિચાર પણ આવે છે, માતાને બાળક કે પતિ પર ગુસ્સો પણ આવવા લાગે છે, બાળકના જન્મ પછી ખુશ થવાને બદલે મહિલા દુઃખનો અનુભવ કરે છે.
પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને મેનેજ કરવા શું કરવું ?
બાળકના જન્મ પછી મહિલાને થતી આ સમસ્યાને મેનેજ કરવામાં પતિ અને પરિવારે સપોર્ટ કરવો જરૂરી છે. બાળકના જન્મ પછી નવી માતામાં ઉપર જણાવેલા લક્ષણો જણાઈ તો ડોક્ટરની મદદ ઝડપથી લેવી. આ સિવાય મિત્રો અને પરિવારે પણ મહિલાને સ્ટ્રેસ મેનેજ કરવામાં સપોર્ટ કરવો. નવી માતાની આસપાસ પોઝિટિવ વાતાવરણ રહે તેવો પ્રયત્ન કરવો. બાળકના જન્મ પછી મહિલા પુરતો આરામ કરી શકે તે વાતનું ધ્યાન રાખવું. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણો લાંબા સમય સુધી રહે તો કાઉંસેલિંગની મદદ પણ લઈ શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)