SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

માત્ર ખાંસી જ નહીં, આ 7 ગંભીર લક્ષણો પણ હોઈ શકે છે ટીબી (TB) ની નિશાની; તમે પણ જાણો

Warning Signs Of TB: સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ટીબી એક ખતરનાક બીમારી છે, જેની જલ્દી સારવાર શરૂ કરવામાં આવે એટલી બીમારીને વધતી રોકી શકાય છે. અમે તમને ટીબીના સામાન્ય લક્ષણો વિશે જણાવીશું.

Written By Gokani Dhaval
Published: Sep 29, 2026, 04:03 PM IST | Updated: Sep 29, 2026, 04:05 PM IST
Join

TB Symptoms: ટ્યૂબરકુલોસિસ એટલે કે ટીબી એક બેક્ટીરિયલ ઈન્ફેક્શન છે જે ફેફસાને પ્રભાવિત કરે છે. ટીબી ફેફસાથી શરીરના અન્ય હિસ્સા સુધી ફેલાઈ છે. કેટલાક લોકોમાં ઇનએક્ટિવ ટીબી હોય છે જેના લક્ષણ શરીર પર જોવા મળતા નથી. તેની અસર સમય પર સારવાર કરી લેવામાં આવે અને એન્ટીબાયોટિક્સ લેવાનું શરૂ કરી દેવામાં આવે તો તે ઠીક થઈ શકે છે. પરંતુ તેનાથી ઉલટ જો એક્ટિવ ટીબીની સારવાર ન કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ટીબી થવા પર જલ્દી તપાસથી સારવાર ઝડપી બને છે. તેનાથી ગંભીર બીમારીનો ખતરો પણ ઘટે છે. તેવામાં અહીં જાણો સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ટીબીના ક્યા લક્ષણ હોય છે અને ક્યા લોકો માટે ખતરો વધુ રહે છે.

ટીબીના લક્ષણ શું હોય છે
ટીવીનું એક સામાન્ય લક્ષણ છે ઉધરસ. સતત બે સપ્તાહથી વધુ ઉધરસ રહે અને ઠીક ન થાય તો ટીબીનું લક્ષણ હોઈ શકે છે. પરંતુ ખાંસી સિવાય અન્ય લક્ષણ પણ છે, જે ટીબીમાં જોવા મળે છે, જેમ કે-

ક્યા સમૂહોમાં ટીબીનો ખતરો વધુ હોય છે

તેમાંથી કોઈપણ વ્યક્તિને ટીબીના લક્ષણ જોવા મળે તો તપાસમાં વિલંબ ન કરાવવો જોઈએ.

ટીબીના દર્દી માટે પોષણની જરૂરિયાત
પૌષ્ટિક આહાર ટીવીની વિરુદ્ધ સૌથી મોટું હથિયાર સાબિત થાય છે. જો પૌષ્ટિક આહાર લેવામાં આવે તો તેનાથી ટીબીની સારવારમાં સારૂ પરિણામ જોવા મળે છે અને રિકવરી ઝડપી થાય છે.

ટીબીના દર્દીને ભોજનમાં એનર્જી, મેક્રોન્યૂટ્રિએન્ટ્સ જેવા કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સ જોઈએ. આ સિવાય જેમ કે વિટામિન, ખનિજ અને ટ્રેસ એલિમેન્ટ્સની જરૂર હોય છે.

એક્ટિવ ટીબીના દર્દીની પોષણની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે. આ જરૂરિયાત દર્દીની ઉંમર, લિંગ અને તેમની એક્ટિવિટી પર નિર્ભર કરે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જો ટીબીના દર્દીને સારૂ પોષણ મળે તો તેનું વજન વધારવામાં મદદ મળે છે, મસલ સ્ટ્રેન્થ વધે છે અને જીવન જીવવાની ક્વોલિટીમાં સુધાર થાય છે. આ સિવાય મોતનું જોખમ ઘટે છે અને જલ્દી સાજા થવામાં મદદ મળે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES