SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બ્લડ પ્રેશર લો થવા પર દેખાઈ શકે છે આ 5 લક્ષણો, તરત જ આ કામ કરશો તો હાઈપોટેન્શનથી મળશે રાહત

Low Blood Pressure Ke Lakshan: નેશનલ હેલ્થ સર્વિસ પાસેથી જાણો બ્લડ પ્રેશરની સમસ્યામાં શરીર પર કેવા લક્ષણો જોવા મળે છે અને બ્લડ પ્રેશર જરૂરિયાતથી વધુ જાય તો શું કરવું જોઈએ.

Written By Gokani Dhaval
Published: Sep 25, 2026, 04:24 PM IST | Updated: Sep 25, 2026, 04:25 PM IST
Join

આજે ભારતમાં મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે. હાઈ અને લો બ્લડ પ્રેશર શરીર માટે ગંભીર સમસ્યા ઉભી કરે છે. ઘણા લોકો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે સતત દવાઓ પણ લે છે. આજે અમે તમને લો બ્લડ પ્રેશરના મુખ્ય લક્ષણો અને તેને કંટ્રોલ કરવા વિશે જણાવીશું.

બ્લડ પ્રેશર થવા પર કેવા લક્ષણો જોવા મળે છે?
બ્લડ પ્રેશર ઘટવા પર ચક્કર આવવા લાગે છે, બીમાર હોવાનો અનુભવ થાય છે, શરીરમાં નબળાઈ લાગે છે. બેભાન થઈ જવાય છે અને આંખની દ્રષ્ટિ પર અસર પડે છે.

લો બ્લડ પ્રેશર રીડિંગ કેટલું હોય છે
જો બ્લડ પ્રેશરની તપાસ કરવા પર રીડિંગ 90/60mmHg થી ઓછું આવે છે તો તેને લો બ્લડ પ્રેશર કહેવાય છે. તેમાં 90 સિસ્ટોલિક અને 60 ડાયસ્ટોલિક નંબર છે.

બ્લડ પ્રેશર કઈ રીતે ચેક કરાય
બ્લડ પ્રેશર ચેક કરવા માટે તમે ફાર્માસિસ્ટની પાસે જઈ શકો છો, કોઈ પ્રેક્ટિસ નર્સ કે ડોક્ટર પાસે તપાસ કરાવી શકો છો અને ઘર પર જો બ્લડ પ્રેશર મોનીટર છે તો બીપીની તપાસ કરી શકો છો.

ડોક્ટરનો ક્યારે સંપર્ક કરવો જોઈએ
જો તમને વારંવાર લો-બ્લડ પ્રેશરના લક્ષણ જોવા મળે છે તો ચક્કર આવે છે કે બેભાની જેવું લાગે છે તો ડોક્ટરનો સંપર્ક કરો.

લો બ્લડ પ્રેશરની સારવાર કઈ રીતે થાય છે
લો બ્લડ પ્રેશરમાં ડોક્ટર દવા આપી શકે છે અને લાઇફસ્ટાઇલમાં ફેરફારની સલાહ આપે છે. આ સિવાય બ્લડ સર્કુલેશનમાં સુધાર માટે સપોર્ટ સ્ટોકિંગ પહેરવા માટે આપવામાં આવે છે.

લો બ્લડ પ્રેશરમાં તત્કાલ શું કરવું જોઈએ
જો તમે બેઠેલા છો અને બ્લડ પ્રેશર લો થયા બાદ ઉભા થાવ છો તો ધીમે-ધીમે ઉભા થાવ. ખાસ કરી પલંગમાંથી ઉતરવા સમયે સાવધાની રાખો. ધીમે-ધીમે ભોજન કરો અને ભોજન કર્યા બાદ ધીમે-ધીમે બેસો. પાણી પીવાની માત્રા વધારો.

લો બ્લડ પ્રેશરમાં શું ન કરવું જોઈએ
લાંબા સમય સુધી ઉભા કે બેઠા ન રહો, અચાનક ઝુકો નહીં કે તમારા પોશ્ચરમાં અચાનક ફેરફાર ન કરો. વધુ પડતું આલ્કોહોલનું સેવન ન કરો.

ડિસ્ક્લેમરઃ આ સમાચાર તમને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી લખવામાં આવ્યા છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES