SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સર્વાઇકલ કેન્સરના પ્રારંભિક લક્ષણો ઓળખો: મહિલાઓ આ સામાન્ય સંકેતોને નજરઅંદાજ ન કરે

Cervical Cancer: સર્વાઇકલ કેન્સર હંમેશા કોઈ લક્ષણ વગર શરૂ થાય છે, જેમાં મહિલાઓને ઘણા પ્રકારની મુશ્કેલી થવા લાગે છે. પીરિયડ્સ સાયકલમાં ફેરફાર થવા લાગે છે અને બ્લીડિંગ શરૂ થઈ જાય છે.

Written By Gokani Dhaval
Published: Oct 11, 2026, 01:58 PM IST | Updated: Oct 11, 2026, 02:00 PM IST
Join

કેન્સર એક ખતરનાક બીમારી છે, જેની સારવાર કેટલાક મામલામાં કરી શકાય છે. જો ધ્યાન ન આપવામાં આવે તો કેન્સર બીજીવાર પરત આવી શકે છે અને વ્યક્તિએ જીવ ગુમાવવો પડી શકે છે. સર્વાઇકલ કેન્સર પણ મહિલાઓમાં થનાર એક ગંભીરબીમારી છે, જેના શરૂઆતી લક્ષણોને સામાન્ય સમજી નજરઅંદાજ કરવામાં આવે છે. પરંતુ શરૂઆતમાં તેના લક્ષણ સ્પષ્ટ જોવા મળતા નથી અને મહિલાઓની તેનો ખ્યાલ મોડેથી આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે સર્વાઇકલ કેન્સરના કેસ લગભગ હ્યુમન પૈપિલોમા વાયરસના સતત વધવાને કારણે સામે આવે છે. મહત્વનું છે કે હ્યુમન મૈપિલોમા વાયરસને એચપીવી ઈન્ફેક્શનના નામથી ઓળખવામાં આવે છે. આ દરમિયાન સ્કિન અને શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે.

શું છે સર્વાઇકલ કેન્સર?
સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના નીચેના ભાગમાં એટલે કે સર્વિક્સમાં થનાર કેન્સર છે. સર્વિક્સ ગર્ભાશયને યોનીથી જોડે છે. આ કેન્સરને કારણે હાઈ-રિસ્ક એચપીવી ઇન્ફેક્શન છે. મોટા ભાગનું એચપીવી ઈન્ફેક્શન સામાન્ય રીતે ઠીક થઈ જાય છે, પરંતુ ઘણીવાર ઈન્ફેક્શન લાંબા સમય સુધી રહે છે, પરંતુ ઘણીવાર ઈન્ફેક્શન લાંબા સમય સુધી રહે છે અને ઘણા પ્રકારના ફેરફાર પેદા કરે છે. તેનાથી સર્વાઇકલ કેન્સર બની મહિલાઓને પરેશાન કરવા લાગે છે.

સર્વાઇકલ કેન્સરના શરૂઆતી લક્ષણ
WHO અને અમેરિકી સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિસર્ચ પ્રમાણે શરૂઆતી સમયમાં સર્વાઇકલ કેન્સરના લક્ષણ જોવા નથી આવતા. પરંતુ કેટલાક સંકેત એવા છે, જેને મહિલાઓએ નજરઅંદાજ ન કરવા જોઈએ.

આ પણ વાંચોઃ થાઇરોઇડ વધવા પર શું ખાવું? ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, એક્સપર્ટે આપી ખાસ સલાહ

પીરિયડ્સ વચ્ચે બ્લીડિંગ થવુંઃ જો તમને બે પીરિયડ્સની વચ્ચે અચાનક બ્લીડિંગ કે સ્પોર્ટિંગ હોવા લાગે તો તેને સામાન્ય સમજી નજરઅંદાજ ન કરો. આ સમસ્યા હોર્મોનલ ફેરફાર થવાને કારણે પણ થઈ શકે છે, પરંતુ વારંવાર એવું થવા પર ડોક્ટર સાથે વાત જરૂર કરવી જોઈએ.

શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લીડિંગ થવુંઃ આવું સામાન્ય ન હોઈ શકે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે અને યોનીમાંથી લોહી પડી રહ્યું છે તો સર્વાઇકલ કેન્સર થવાનો સંકેત હોઈ શકે છે. તેની પાછળ બીજા કારણ પણ હોઈ શકે છે, જેના વિશે ડોક્ટર સાથે વાત કરવી પડશે.

મેનોપોઝ બાદ બ્લીડિંગ થવુંઃ મેનોપોઝ એટલે કે પીરિયડ્સ સંપૂર્ણ રીતે બંધ થયા બાદ જો યોનીમાંથી લોહી આવે છે તો તેને નોર્મલ ન સમજો. આવા ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ પ્રથમ કારણ સર્વાઇકલ કેન્સર હોય છે.

આ લક્ષણોને મહિલાઓ કેમ કરે છે નજરઅંદાજ?
ઘણીવાર મહિલાઓ બ્લીડિંગને હોર્મોનલ બદલાવ કે પીરિયડ્સની ગડબડી સમજે છે. તો ડિસ્ચાર્જને નોર્મલ ઈન્ફેક્શન માટે ખુદ દવા લેવા લાગે છે. કેટલીક મહિલાઓ શરમ કે સમય ન હોવાને કારણે ડોક્ટર પાસે જતી નથી. આ કારણ છે કે શરીરમાં થનાર ફેરફારને સમજવા અને સમય રહેતા સારવાર કરાવવી જરૂરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES