SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોંના કેન્સરના પ્રારંભિક લક્ષણો: લાંબા સમય સુધી ન રુઝાતા ચાંદા કેન્સરની નિશાની હોઈ શકે, જાણો ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ

Oral Cancer Symptoms: કેન્સર આજના સમયમાં એક મોટી સમસ્યા છે. વિવિધ પ્રકારના કેન્સર દર વર્ષે લાખો લોકોના જીવ લે છે. આજે અમે તમને મોઢાના કેન્સર વિશે માહિતી આપીશું. મોઢામાં પડતાં ચાંદા પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 03, 2026, 01:40 PM IST | Updated: Nov 03, 2026, 01:44 PM IST
Join

Muh Ke Cancer Ke Lakshan: મોઢાના કેન્સરને માઉથ કેન્સર કે ઓરલ કેન્સર કહેવામાં આવે છે. આ કેન્સર મોઢાના ગમે તે ભાગમાં થઈ શકે છે, તે પેઢા, જીભ, ગાલની અંદર કે પછી હોંઠ પર પણ થઈ શકે છે. મોઢાના કેન્સરના લક્ષણ (Oral Cancer Symptoms)  મોઢાની અંદર કે મોઢાની આસપાસ જોવા મળી શકે છે. તેવામાં ચાંદા પણ મોઢાના કેન્સરનું એક લક્ષણ છે. ચાંદા એક સામાન્ય સમસ્યા પણ છે અને તેથી દરેક ચાંદાને કેન્સર ન સમજી શકાય. પરંતુ જો કોઈ ચાંદા લાંબા સમય સુધી રહે અને ઠીક ન થાય તો તે ચિંતાનું કારણ બની શકે છે. તેવામાં ફોર્ટિસ હોસ્પિટલના હેડ એન્ડ નેક સર્જન ડો. અંબેશ સિંહ પાસેથી જાણો ચાંદા કેટલા દિવસ સુધી રહેવા પર તેની તપાસ કરાવવી જરૂરી છે.

ચાંદાને ક્યારે નજરઅંદાજ ન કરવા જોઈએ

ડોક્ટરનું કહેવું છે કે મોઢામાં ઘાવ કે ચાંદા 2થી 3 સપ્તાહ સુધી રહે અને ઠીક ન થાય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તેવામાં ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

મોઢામાં ધબ્બા પણ જોવા મળી શકે છે

મોઢાના કેન્સરનું એક લક્ષણ તે પણ છે કે તેમાં મોઢાની અંદર ધબ્બા જોવા મળી શકે છે. આ ધબ્બા સફેદ કે લાલ રંગના હોઈ શકે છે.

ગાંઠ બનવી

મોઢાની અંદર બનનારી ગાંઠ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તેમાં મોઢાની અંદર કે હોંઠ પર લંપ બની શકે છે.

આ પણ વાંચોઃ સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

મોઢામાં દુખાવો થવો

મોઢાની અંદર દુખાવો થવો પણ કેન્સરનું એક મોટું લક્ષણ છે. દર્દીને ખાવામાં કે કંઈક ગળે ઉતારવામાં સમસ્યા થાય છે.

અવાજમાં સમસ્યા

મોઢાના કેન્સરમાં દર્દીને બોલવામાં સમસ્યા થઈ શકે છે. આ સિવાય અવાજમાં ફેરફાર થઈ શકે છે. મોઢામાંથી વિચિત્ર અવાજ નીકળે છે.

પ્રયાસ વગર વજન ઘટી જવું

કેન્સરનું એક મોટું લક્ષણ છે કે તેમાં પ્રયાસ વગર વજન ઘટવા લાગે છે. તેવામાં જો વ્યક્તિને તેમાં કોઈ સમસ્યા થઈ રહી છે અને વ્યક્તિ તમાકુ કે ગુટખાનું સેવન કરે છે તો તેણે જોખમ ન લેવું જોઈએ અને ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES