SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ragi: રાગી ખાવાની સાચી રીત જાણો, રાગી ખાવામાં આ ભુલો કરશો તો ફાયદાને બદલે થશે નુકસાન

Right Way to Add Ragi In Diet: રાગી હેલ્થ માટે લાભકારી છે પણ જો આ દાણાને યોગ્ય રીતે ડાયટમાં સામેલ કરવામાં ન આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ રાગીને ડાયટમાં સામેલ કરવાની સાચી રીત કઈ છે.

Written By Krupa Shah
Published: Sep 26, 2026, 08:33 AM IST | Updated: Sep 26, 2026, 08:34 AM IST
Join

Right Way to Add Ragi In Diet: રાગી પોષક તત્વોનો ખજાનો ગણાય છે. રાગી એવું અનાજુ છે જેમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. રાગી ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. એટલા માટે જ જે લોકો વજન ઘટાડવા માંગે છે અને ફિટનેસ સુધારવા માંગે છે તેમનામાં રાગીનો ક્રેઝ વધારે જોવા મળે છે. જોકે મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે રાગી ને ડાયટમાં સામેલ કરતી વખતે કઈ ભૂલો ન કરવી. રાગીને ખાવાની પણ યોગ્ય રીત હોય છે. જો યોગ્ય રીતે રાખીને આહારમાં સામેલ કરવામાં ન આવે તો તેનાથી તબિયત બગડી પણ શકે છે.

રાગીમાં રહેલા પોષક તત્વો શરીરને મળે અને શરીરને ફાયદો થાય તેનો આધાર એ વાત પર છે કે તમે રાગીને કેવી રીતે ઉપયોગમાં લો છો. રાગીના દાણા કે રાગીનો લોટ ડાયટમાં એડ કરવાની એક રીત હોય છે. જો આ રીતે રાગી ખાવામાં ન આવે તો તેમાં રહેલા પોષક તત્વ શરીર સુધી પહોંચતા નથી. અને રાગી ખાધા પછી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે. આવું એટલા માટે થાય છે કે રાગીમાં ફાઈટેટ્સ અને ટેનિંગ્સ જેવા કમ્પાઉન્ડ હોય છે જે કેલ્શિયમ અને આયરનને જકડી રાખે છે. જો આ કમ્પાઉન્ડને તોડવામાં ન આવે તો કેલ્શિયમ, આયરન સહિતના પોષક તત્વો શરીરમાં જતા નથી. આ કમ્પાઉન્ડ તોડીને રાગીને ખાવા માટે કેવી રીતે કર્યું તૈયાર કરવી ચાલો જાણીએ.

રાગી ખાવાની સાચી રીત

રાગીને તમે અન્ય કઠોળની જેમ પાણીમાં પલાળી અને ફણગાવીને ઉપયોગમાં લઈ શકો છો. જો તમે રાગીના લોટનો ઉપયોગ કરવા માંગો છો તો લોટને પાણી, છાશ કે દહીંમાં મિક્સ કરી આઠથી દસ કલાક માટે પલાળી રાખો. બીજા દિવસે તે લોટનો ઉપયોગ ઢોસા કે પછી અંબલી બનાવવામાં કરો. જો તમે રાગીના લોટની રોટલી બનાવવા માંગો છો તો રાગીના લોટને સૌથી પહેલા ગરમ પાણીમાં બરાબર પકાવવો. કાચી રાગીનો લોટ ડાયજેશન સંબંધિત સમસ્યા કરી શકે છે. તેથી ઉપયોગ કરતા પહેલા રાગીને સારી રીતે પકાવવી જરૂરી છે. ટૂંકમાં રાગીનો ઉપયોગ તેને ફોર્મેટ કરીને કે પછી ગરમ પાણીમાં તેને પકાવીને કરવો જોઈએ.

રાગી સાથે કઈ ભૂલો ન કરવી?

- રાગીના લોટને પકાવ્યા વિના બનાવેલી સુકી રોટલી ખાવી. 
- રાગીને અધકચરી પકાવી તેનો ઉપયોગ કરવો. 
- રાગી ખાધા પછી તુરંત ચા કે કોફી પીવી.

આ પ્રકારની ભૂલો કરવાથી રાગી ખાધા પછી પેટ ભારે થઈ શકે છે. ગેસ, બ્લોટિંગ, અપચો જેવી સમસ્યા થઈ શકે છે. સૌથી મહત્વનું કે આ રીતે રાગી ડાયટમાં સામેલ કરશો તો તેનાથી કોઈ ફાયદો પણ થશે નહીં કારણકે તેના પોષક તત્વ શરીરને મળશે જ નહીં. એટલા માટે જ જરૂરી છે કે રાગીનો ઉપયોગ કરતા પહેલા તેની કૂકિંગ પ્રોસેસ ફોલો કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES