ડાયાબિટીસથી લઈને હાર્ટ હેલ્થ સુધી: એક્સપર્ટે જણાવ્યું કઈ બીમારીમાં કયા ચોખા ખાવા જોઈએ?
ડાયાબિટીસથી લઈને હાર્ટ હેલ્થ અને વજનની સમસ્યા સુધી, યોગ્ય રીતે ચોખાની પસંદગી તમારા ડાયટને સુધારવામાં મદદ કરી શકે છે.
ચોખા ભારતીય થાળીનો મહત્વનો ભાગ છે. ચોખા વગર ભારતીય ભોજન અધુરૂ રહે છે. કેટલાક લોકો તો માત્ર ચોખા ખાવાનું પસંજ કરે છે. પરંતુ શું તમે જાણો છો ચોખાની અલગ-અલગ જાત અલગ-અલગ સ્વાસ્થ્ય સમસ્યામાં ઉપયોગ કરવામાં આવે છે. સર્ટિફાઇડ ન્યૂટ્રિશનિસ્ટ અને વેટ લોસ સ્પેશિયાલિસ્ટ લીમા મહાજન જણાવી રહી છે કે ડાયાબિટીસથી લઈને હાર્ટ હેલ્થ સુધીમાં ક્યા ચોખા ખાવા સારૂ માનવામાં આવે છે.
કઈ બીમારીમાં ક્યા ચોખા ખાવા?
બાસમતીઃ ડાયાબિટીસના દર્દી હંમેશા પૂછે છે કે ક્યા ચોખા ખાઈ શકાય? જો તમને ડાયાબિટીસ છે કે તમે પ્રી ડાયાબિટિક છો અને તમે સફેદ ચોખાનું સેવન કરવા ઈચ્છો છો તો બાસમતી રાઇસનો વિકલ્પ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. બાસમતી ચોખાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ 50-80 સુધી હોય છે, જેને મધ્યમથી ઓછો માનવામાં આવ્યો છે. ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ચોખાની જાત, પ્રોસેસિંગ અને પકાવવાની રીતની સાથે બદલાતો રહે છે, તેથી આ સ્ટડીની અંદાજિત વેલ્યુ છે. તો નોર્મલ સફેદ ચોખાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ 70થી 90 સુધી હોય છે. તેથી બાસમતીનો વિકલ્પ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે.
સેલા કે પારબોઇલ્ડ રાઇસઃ પારબોઇલ્ડ રાઇસ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તેનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ 39-46 ની આસપાસ હોય છે, જે ઓછા ગ્લાઇસેમિક ઈન્ડેક્સની શ્રેણીમાં આવે છે.
સોના મસૂરીઃ સોના મસૂરી ચોખાને પાચન માટે સારા માનવામાં આવે છે, કારણ કે તેમાં સ્ટાર્ચ ઓછા હોય છે. પરંતુ જો તમે ડાયાબિટીસ, પીસીઓડીના દર્દી છો કે તમારૂ ઇંસુલિન રેજિસ્ટેન્ટ વધેલું છે ત્યારે તમે આ ચોખાનું સેવન ન કરો. કારણ કે સોના મસૂરી ચોખાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ લગભગ 72 હોય છે, જે હાઈ છે.
બ્રાઉન રાઇસઃ જો તમને કબજીયાતનડી સમસ્યા રહે છે તો તમારા ડાયટમાં સફેદ ચોખાની જગ્યાએ બ્રાઇન રાઇસ ચામેલ કરી શકો છો. તેમાં સફેદ ચોખાની તુલનામાં વધુ ફાઇબર હોય છે, જે મળને નરમ બનાવવામાં મદદ કરે છે. બ્રાઉન રાઇસમાં મેગ્નીશિયમ પણ હોય છે, જે શરીર માટે જરૂરી પોષક તત્વ છે. પરંતુ તેનો મોટો ગેરફાયદો છે કેમાં રહેલ આર્સેનિકની માત્રા. તેથી જ્યારે આ ચોખા બનાવો તો તેને 2-3 વખત પાણીથી ધોવો.
લાલ ચોખાઃ જો તમે ચોખા ખાવાની સાથે શરીરમાં રહેલા સોજાને ઘટાડવા ઈચ્છો છો કે હાર્ટ હેલ્થમાં સુધાર કરવા ઈચ્છો છો તો આ ચોખાને તમારા ડાયટમાં સામેલ કરો. કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ્સની માત્રા હોય છે.