SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

High Blood Pressure: બ્લડ પ્રેશરમાં સતત થતી વધઘટ હાર્ટ, કિડની, મગજને કરી શકે છે ડેમેજ, સમયસર આ કામ કરવું જરૂરી

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરી દેતા હોય છે પણ આ એક સમસ્યા કિડની, હાર્ટને નુકસાન કરવાની સાથે જીવ પર જોખમ ઊભું કરી શકે છે.

Written By Krupa Shah
Published: Sep 28, 2026, 11:27 AM IST | Updated: Sep 28, 2026, 11:32 AM IST
Join

High Blood Pressure: સામાન્ય રીતે લોકો ડાયાબિટીસ, હાર્ટ, કિડની, લીવર સંબંધિત બીમારીઓને જ ખતરનાક બીમારીઓ ગણે છે અને હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય સમજી ઇગ્નોર કરે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશર એવી સમસ્યા છે જે હેલ્થી હાર્ટને પણ નુકસાન કરી શકે છે. આમ જોવા જઈએ તો હાય બ્લડ પ્રેશર સ્વસ્થ માણસને પણ પથારીવશ કરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરને એટલા માટે જ સાઇલેન્ટ કિલર કહેવાય છે કે તે શરીરની અંદર ના મહત્વપૂર્ણ અંગોને ડેમેજ કરે છે જેના કારણે જીવ ઉપર જોખમ ઊભું થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર એટલે શું ?

લોહીની ધમનીઓની દીવાલ પર જે પ્રેશર પડે છે તેને બ્લડ પ્રેશર કહેવાય છે. ધમનીઓ હૃદયથી શરીરના અન્ય અંગો સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે. આ ધમનીઓ પર પડતું પ્રેશર જ્યારે સામાન્ય સ્તર કરતાં વધારે રહે તો તેને હાઈ બ્લડ પ્રેશર કે પછી હાઇપરટેન્શન કહેવામાં આવે છે. 120/80 બ્લડ પ્રેશર સામાન્ય ગણાય છે તેનાથી વધારે એટલે કે 130/80 કે તેનાથી વધારે પ્રેશર હોય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. આ પ્રેશર આખા દિવસની એક્ટિવિટી પર આધાર રાખે છે. જો હાઈ બ્લડ પ્રેશર હોય તો નિયમિત રીતે પ્રેશર ચેક કરતા રહેવું જરૂરી છે.

હાઈ બ્લડ પ્રેશર થવાના કારણ

બેઠાડું દિનચર્યા 
એક્સરસાઇઝ ન કરવી 
કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ 
ગર્ભાવસ્થા દરમિયાન પણ મહિલાઓને હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે 
લાંબા સમયનું ડિપ્રેશન પ્રેશર થવાનું કારણ બની શકે છે 
પરિવારમાં માતા પિતાને હાઈ બ્લડપ્રેશર હોય તો બાળકોને થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો

હાઈ બ્લડ પ્રેશરને સાઇલન્ટ કિલર એટલા માટે જ કહેવાય છે કે તેના કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી.. હાઈ બ્લડ પ્રેશર વિશે સામાન્ય રીતે ડોક્ટરી તપાસ દરમિયાન જ ખબર પડે છે. હાઈ બ્લડ પ્રેશરના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી.

પ્રેશર હોય તો કઈ વાતોનું ધ્યાન રાખવું ?

હાઈ બ્લડ પ્રેશર હોય તો તે શરીરના મહત્વપૂર્ણ અંગોને પ્રભાવિત કરી શકે છે સાથે જ જીવ પર જોખમ પણ ઊભું થઇ શકે છે. તેમાં પણ બ્લડ પ્રેશરમાં સતત વધઘટ થતી હોય તો હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ સંબંધિત બીમારી, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયરનું જોખમ ઊભું થઈ શકે છે. એટલું જ નહીં હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોક અને મગજની સમસ્યા પણ કરી શકે છે. હાઈ બીપી કિડની માટે પણ નુકસાનકારક છે. એટલા માટે જ હાઈ બીપીની નિયમિત તપાસ કરાવતાં રહેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES