SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મળમાં લોહીથી લઈને પેટ ફૂલવા સુધી: આ લક્ષણોને સામાન્ય ગણી ભૂલ ન કરો, હોઈ શકે છે પેટનું કેન્સર

Blood In Stool Causes: યુએસ નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટ પાસેથી જાણો પેટનું કેન્સર શું છે, આ કેન્સરના લક્ષણ શું હોય છે અને એવા ક્યા કારણ છે જે કેન્સરનું કારણ બને છે. અહીં તે સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે લાંબા સમય સુધી રહે તો કેન્સરની તપાસ કરાવવી જરૂરી છે.

Written By Gokani Dhaval
Published: Nov 06, 2026, 06:11 PM IST | Updated: Nov 06, 2026, 06:14 PM IST
Join

Stomach Cancer Symptoms: પેટ સાથે જોડાયેલી સમસ્યા સામાન્ય વાત છે અને હંમેશા લોકોને થતી રહે છે. પરંતુ જો કોઈ સમસ્યા લાંબા સમય સુધી રહે અને ઠીક ન થાય તો તે ચિંતાની વાત હોઈ શકે છે. આવી કેટલીક સમસ્યા છે જે હકીકતમાં પેટના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તેવામાં પેટના કેન્સરના શરૂઆતી લક્ષણોને ઓળખવા જરૂરી છે. યુએસ નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટ અનુસાર પેટના કેન્સરના શું લક્ષણ હોય છે અને ક્યા કારણે કેન્સર થઈ શકે છે, જાણો અહીં. આ લક્ષણોને સમયસર ઓળખી ટ્યુમર વધતું રોકી શકાય છે.

પેટના કેન્સરના શું લક્ષણ હોય છે

પેટના કેન્સરની શરૂઆતમાં સામાન્ય રીતે તેના લક્ષણ જોવા મળતા નથી. જ્યારે કેન્સર ફેલાવા લાગે છે અને ટ્યુમર વધી જાય છે ત્યારે વધુ લક્ષણ જોવા મળે છે. તેવામાં પેટના કેન્સરની શરૂઆતમાં આ સમસ્યા હોઈ શકે છે.

પેટના કેન્સરના એડવાન્સ સ્ટેજમાં આ લક્ષણ જોવા મળી શકે છે–

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ લક્ષણ પેટના કેન્સર સિવાય સામાન્ય સમસ્યામાં પણ જોવા મળી શકે છે. તેવામાં સમસ્યાના મૂળ સુધી જવું જરૂરી છે. ડોક્ટર પાસે તપાસ કરાવી ખાતરી કરી શકાય છે કે પેટની સમસ્યા કેન્સરનો સંકેત છે કે નહીં.

આ પણ વાંચોઃ સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

પેટનું કેન્સર થવાનું કારણ

પેટનું કેન્સર ત્યારે થાય છે જ્યારે પેટની કોશિકાઓના કામમાં ફેરફાર થવા લાગે છે. આ કોશિકાઓ અનિયમિત રીતે વધવા અને વિભાજીત થવા લાગે છે. તેનાથી પેટનું કેન્સર થઈ શકે છે. આ સિવાય એવા કેટલાક જોખમી ફેક્ટર છે જે પેટના કેન્સરની સંભાવનાને વધારે છે. તમાકુનું સેવન કરવું, ઉંમર, ફેમિલી હિસ્ટ્રી અને ખરાબ ખાનપાન કેન્સરનું કારણ બની શકે છે. એચ પાયલોરી ઈન્ફેક્શન, મેદસ્વિતા અને ગેસ્ટ્રોઇસેફોગેલ રિફ્લક્સ ડિસીઝ પણ પેટના કેન્સરનું જોખમ વધારે છે.

કઈ રીતે ભોજન પેટના કેન્સરના ખતરાને વધારે છે

ખાનપાનમાં એવી વસ્તુ સામેલ કરવી જેમાં શાકભાજી ઓછા હોય અને નમક વધુ હોય કે તેને ખરાબ રીતે પ્રિઝર્વ કરવામાં આવ્યું, તો તે ખાવાથી પેટના કેન્સરનું જોખમ વધી શકે છે.

આંતરડાના કેન્સરમાં પણ જોવા મળે છે આવા લક્ષણ

પેટના કેન્સરની જેમ આંતરડાના કેન્સરના લક્ષણ પણ પેટની સમસ્યા સાથે જોડાયેલી છે અને મળમાં જોવા મળે છે. આંતરડાના કેન્સરમાં કબજીયાત કે ઝાડાની સમસ્યા થાય છે, જે લાંબા સમય સુધી રહે છે. મળદ્વારમાંથી લોહી નીકળે છે, પેટ ફૂલી શકે છે, પેટમાં દુખાવો થઈ શકે છે અને પેટ સારી રીતે સાફ થતું નથી.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES