SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સાંધાના દુ:ખાવાથી પીડાતા હોવ તો આ 5 ફૂડ ભોજનમાં સામેલ કરો, દુ:ખાવામાં મળી શકે રાહત

જેમ જેમ ઉંમર વધે તેમ શરીરમાં અનેક ઠેકાણે દુ:ખાવા પણ ઘર કરતા હોય છે. જેમાં સૌથી કોમન છે સાંધાનો દુ:ખાવો. આયુર્વેદ મુજબ જો તમે કેટલાક ફૂડનું સેવન કરો તો તમને આ દુ:ખાવામાં રાહત મળી શકે છે.

Written By Viral Raval
Published: Oct 27, 2026, 03:56 PM IST | Updated: Oct 27, 2026, 03:59 PM IST
Image Credit: પ્રતિકાત્મક તસવીર
Join

ઉંમર વીતે તેમ તેમ શરીરમાં દુ:ખાવા આવતા હોય છે. જો તમને પણ આર્થરાઈટીસ કે સાંધાનો દુ:ખાવો થતો હોય, સોજા કે જકડાઈ જવા જેવી સમસ્યાનો અનુભવ થતો હોય તો તેને અવગણવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં શરીરનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે અને યોગ્ય આહાર લેવો જોઈએ. આયુર્વેદ મુજબ એવા કેટલાક ખોરાકનું સેવન કરવું જોઈએ જે તમને આ પ્રકારના દુ:ખાવામાં રાહત આપી શકે છે.

આયુર્વેદિક હેલ્થ કોચ ડિંપલ જાંગડાએ આવા દુ:ખાવામાં કયા કયા ફૂડ તમને ફાયદો કરાવી શકે તે જણાવ્યું છે. જે તમારે જાણવું ખુબ જરૂરી છે.

સાંધાના દુ:ખાવામાં રાહત આપી શકે છે આ 5 ફૂડ

હળદરવાળું દૂધ

તેમના જણાવ્યાં મુજબ હળદરમાં કરક્યૂમિન નામનું યૌગિક મળી આવે છે. જેમાં સોજા વિરોધીગુણ હોય છે. હળદરવાળું દૂધ સંતુલિત ડાયેટનો ભાગ બની શકે છે.

તલના બીજ કે તેલ

તલમાં કેલ્શિયમ, હેલ્ધી ફેટ અને  બીજા પોષક તત્વો મળી આવે છે. કેલ્શિયમ હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તલના તેલનો ઉપયોગ માલિશ માટે પણ થતો હોય છે.

આદુનું પાણી

આદુમાં જિંજરોલ જેવા યોગિક હોય છે. જેમાં સોજા વિરોધી ગુણ હોય છે. કેટલાક સ્ટડીમાં આદુથી દુ:ખાવામાં રાહત મળી હોય તેવા પણ તારણો જોવા મળ્યા છે.

મેથીના બીજ

મેથીના બીજમાં ફાઈબર અને અનેક પોષક  તત્વો હોય છે. તેને પલાળીને કે ભોજનમાં ભેળવીને ખાઈ શકાય છે. મેથીના બીજનું જેલી જેવું મિશ્રણ સાંધાને આરામ આપવા માટે પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાય છે.

અખરોટ કે અળસીના બીજ

અખરોટ કે અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડનો એક પ્રકાર અલ્ફા લિનોલેનિક એસિડ (ALA) મળી આવે છે. તેમને ડાયેટમાં સામેલ કરવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

ગરમ તલના તેલમાં કકડાવેલું લસણ અને તેનાથી માલિશ

તલના તેલમાં લસણ કકડાવીને ગરમ કરેલું આ તેલ ઘૂંટણ પર માલિશ કરવાનો એક પરંપરાગત ઘરેલુ ઉપાય છે. તેનાથી માલિશ કરવામાં આવે તો લોકોને હંગામી રાહત મળી શકે છે. જો કે ત્યારબાદ પણ સાંધામાં સતત દુખાવો, સોજા કે જકડાયેલા રહેવાની સમસ્યા રહે તો પછી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ, એક્સપર્ટનો અભિપ્રાય અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES