SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ડુંગળીના છોંતરા ફેંકી દેતા પહેલા હજારવાર વિચારજો, વાળને કલર સહિત આ ફાયદા થઈ શકે

અત્યારની લાઈફસ્ટાઈલમાં ભારે તણાવ, ખોટી ખાણીપીણી, ખરાબ જીવનશૈલીને કારણે તેની અસર વાળ ઉપર પણ પડતી જોવા મળે છે. વાળ જલદી સફેદ થવા, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ મોટા પાયે જોવા મળે છે. મોંઘાદાટ કલર પૈસાની સાથે સાથે વાળની પણ પથારી ફેરવે છે. ત્યારે ઘરગથ્થું એવા કેટલાક ઉપાયો પણ છે જે તમારા વાળ ચમકાવી શકે છે.

Written By Viral Raval
Published: Sep 29, 2026, 02:14 PM IST | Updated: Sep 29, 2026, 02:21 PM IST
Image Credit: AI Generated Image
Join

ઘણા જાણતા હશે કે જેને ગરીબોની કસ્તૂરી તરીકે ઓળખવામાં આવે છે તે ડુંગળી વાળ માટે પણ  ખુબ ઉપયોગી છે. ડુંગળીનો રસ વાળમાં લગાવવવાથી તે હેરફોલમાં તો રાહત આપે છે પરંતુ શું તમને ખબર છે કે ડુંગળીના છોતરા પણ તમારા વાળ માટે કામે લાગી શકે છે. ડુંગળીના છોરા વાળ માટે કોઈ વરદાનથી જરાય કમ નથી. વાળને કલર કરવા માટે પણ અનેક રીતે ફાયદો કરાવી શકે છે.

ડુંગળીના છોતરા પણ ખુબ ગુણકારી
ડુંગળીના છોતરા મોટાભાગે આપણે નકામા ગણીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તેમાં ક્વેરસેટિન જેવા ફ્લેવોનોઈડ, ફેનોલિક કમ્પાઉન્ડ, અને અન્ય એન્ટી ઓક્ટીડેન્ટ મળી આવે છે. ખાસ કરીને ડુંગળીની બહારની પરતોમાં ક્વેરસેટિનનું પ્રમાણ વધુ હોઈ શકે છે. જેના લીધે ડુંગળીના છોતરાનો ઉપયોગ પરંપરાગત રીતે રંગ કાઢવામાં અને કેટલાક ઘરેલું નુસ્ખામાં થાય છે.

વાળ માટે કેવી રીતે ઉપયોગ કરવો

નેચરલ ડાઈ બનાવી શકાય
ડુંગળીના છોતરાનો ઉપયોગ તમે વાળને કલર કરવા માટે કરી શકો છો. આ માટે તમારે 2 મુઠ્ઠી સૂકી ડુંગળીના છોતરા, 3 ચમચી નારિયેળ તેલ અને 1 લોઢાની કઢાઈની જરૂર પડશે. લોઢાની કઢાઈમાં ડુંગળીના છોતરાને નાખો. તેનો રંગ કાળો થાય ત્યાં સુધી તેને શેકો અને તેનો પાઉડર બનાવીને નારિયેળના  તેલમાં મિક્સ કરો. હવે તેને તમારા વાળમાં ડાઈની જેમ લગાવો. તેનાથી સફેદ વાળ રંગાશે.

હેર ટોનર બનાવી શકો
હેર ટોનર બનાવવા માટે તમને 2 મુઠ્ઠી ડુંગળીના છોતરા, એક મુઠ્ઠી મીઠા લીમડાા પાન, દોઢ ગ્લાસ પાણી અને સ્પ્રે બોટલની જરૂર પડશે. હેર ટોનર બનાવવા માટે સૌથી પહેલા લીમડાના પાન, ડુંગળીના છોતરાને દોઢ ગ્લાસ પાણીની સાથે ઉકાળો. પાણીનો રંગ બદલાઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. હવે તેને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી ટોનરની જેમ વાળમાં લગાવો.

હેર માસ્ક
ડુંગળીના છોતરાથી તમે વાળમાં હેર માસ્ક પણ બનાવી શકો છો. તેના માટે તમને એક મુઠ્ઠી ડુંગળીના છોતરા, એક ગ્લાસ પાણી, 2 ચમચી દહીં જોઈશે. પાણીમાં ડુંગળીના છોતરાને સારી રીતે ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો અને તેમાં દહીં મિક્સ કરવા માટે માસ્ક તૈયાર કરો. તૈયાર માસ્કને વાળમાં લગાવીને એક કલાક માટે છોડી દો અને પછી શેમ્પુથી હેર વોશ કરો.

વાળને થશે ફાયદા!

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટર / એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES