SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Stress Cleaning: ગુસ્સો આવે ત્યારે મહિલાઓ શા માટે કરવા લાગે છે ઘરમાં સાફ-સફાઈ ? જાણો સાયકોલોજીકલ કારણ

Stress Cleaning: તમે નોટિસ કર્યું છે કે ઘરમાં મહિલા જ્યારે ગુસ્સામાં હોય કે ટેન્શનમાં હોય ત્યારે ઘર ચકાચક સાફ દેખાય છે ? આવું એટલા માટે કે મહિલા જ્યારે બેચેન હોય છે ત્યારે સૌથી પહેલું કામ ઘર સાફ કરવાનું શરુ કરે છે. મહિલાઓ આવું શા માટે કરે છે તેની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ ચોંકાવનારું છે. ચાલો આ કારણ વિશે જાણીએ.

Written By Krupa Shah
Published: Oct 02, 2026, 02:20 PM IST | Updated: Oct 02, 2026, 02:22 PM IST
Join

Stress Cleaning: ઘરમાં કોઈ વાતને લઈને પતિ સાથે ઝઘડો થાય કે પછી કોઈ વાતનું ટેન્શન હોય ત્યારે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરવા લાગે છે. ઘરમાં ઝઘડો થયો હોય પછી ઘર એકદમ ચોખ્ખું ચણક થઈ જાય છે. મોટાભાગની મહિલાઓ આ વાત સાથે એગ્રી કરશે કે જ્યારે તેઓ સ્ટ્રેસ ફીલ કરતી હોય કે એન્ઝાઈટી હોય ત્યારે સાફ-સફાઈ કરવા લાગે છે.

તહેવારોના સમયમાં પણ તહેવારોની તૈયારીના ટેન્શનમાં મહિલાઓ ઘરમાં સાફ-સફાઈ શરૂ કરી દેતી હોય છે. મહિલાઓના આ વર્તન પાછળ એક સાયકોલોજીકલ કારણ જવાબદાર છે. તો ચાલો તમને પણ જણાવીએ કે મહિલાઓ સ્ટ્રેસમાં હોય ત્યારે સાફ-સફાઈ શા માટે કરવા લાગે છે ?

શા માટે મહિલાઓ ગુસ્સામાં સાફ-સફાઈ શરૂ કરે છે ?

1. સાયકોલોજી અનુસાર કોઈ વાતને લઈને મહિલાઓ જ્યારે ટેન્શનમાં હોય કે ચિંતાનો અનુભવ કરતી હોય ત્યારે ભવિષ્યમાં શું થશે તેની અનિશ્ચિતતા તેને સતાવતી હોય છે. આવા સમયે ઘરમાં સાફ-સફાઈ કરે કે વસ્તુમાં ફેરફાર કરે ત્યારે તેને ઘરની વસ્તુ પર કંટ્રોલ હોવાનો અનુભવ થાય છે જે ધીરે ધીરે સ્ટ્રેસ ઘટાડે છે.  

2. ઘર વ્યવસ્થિત કરવું, કપડાનો કબાટ ગોઠવવો જેવા કામ કરીને મહિલાને તુરંત જ ખુશી અને સફળતાનો અનુભવ થાય છે. પોતાના ઘરને સ્વચ્છ જોઈને ચિંતા કરાવતા વિચારો દૂર થઈ જાય છે અને સ્ટ્રેસથી મહિલાને રાહત મળે છે. એક વખતના અનુભવ પછી જ્યારે પણ સ્ટ્રેસ ફીલ થાય છે ત્યારે મહિલા ઘરની સફાઈ કરવા લાગે છે કારણ કે તેનાથી તેનો ખુશીનો અનુભવ થતો હોય છે.

3. સાયકોલોજી અનુસાર અન્ય એક કારણ એ પણ છે કે ઘર અને આસપાસનું વાતાવરણ સાફ હોય તો ચિંતા ઓછી થાય છે. ઘરમાં વસ્તુ વિખેરાયેલી હોય તો સ્ટ્રેસ વધે છે. વસ્તુને વ્યવસ્થિત ગોઠવ્યા પછી મહિલાઓ શાંતિનો અનુભવ કરે છે. તેનાથી મન શાંત કરવામાં મદદ મળતી હોય છે.

4. ઘરની સાફ-સફાઈનું મોટાભાગનું કામ ગણતરીની મિનિટોમાં કરી લીધા પછી મહિલા પોતાનામાં એક અલગ એનર્જી અનુભવ કરવા લાગે છે. સાયકોલોજી અનુસાર આ અનુભવ મહિલાને રાહત આપે છે અને તેનો મગજ પણ શાંત થઈ જાય છે. સાફ-સફાઈ કર્યા પછી મહિલાઓને નવી એનર્જી કે પછી નવી શરૂઆત કર્યા જેવો અનુભવ થાય છે જે તેને ખુશીનો અનુભવ કરાવે છે.

સ્ટ્રેસ મેનેજ કરવાની સાચી રીત

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર સ્ટ્રેસ હોય કે પછી ગુસ્સો આવે ત્યારે ઘરમાં સાફ સફાઈ કરવી તેમાં કંઈ ખોટું નથી પરંતુ સફાઈ કરીને સંતોષ માની લેવો તે યોગ્ય નથી. સ્ટ્રેસ કે ગુસ્સો ઓછો કરવા માટે સાફ-સફાઈ પર આધાર રાખવો નહીં. જો ઘરની મહિલાઓને કોઈ વાતને લઈને સ્ટ્રેસ છે કે તેને વારંવાર ગુસ્સો આવે છે તો તેણે સ્ટ્રેસ મેનેજ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી, મેડીટેશન જેવી ટેકનીકની મદદ લેવી જોઈએ. આ સિવાય ઊંઘ પૂરી કરવી પોષણયુક્ત આહાર લેવો. અને સૌથી મહત્વપૂર્ણ છે કે પરિવારના લોકો સાથે મનની વાત શેર કરવી. મોટાભાગે સ્ટ્રેસ અને ગુસ્સો ત્યારે જ આવે છે જ્યારે મનની વાત શેર નથી કરી શકાતી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES