SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જો શરીર બૂમો પાડી પાડીને આપે આ 10 ચેતવણીરૂપ સંકેત, સમજી જજો ડાયાબિટીસ થવાની છે તૈયારી!

Diabetes Warning Signs: આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પહેલા એવું હતું કે એક ઉંમર પછી આ રોગ જોવા મળતો હતો પરંતુ હવે તો કોઈ પણ ઉંમરે ડાયાબિટીસ થઈ જતો જોવા મળે છે. જો તમને શરીરમાં આ સંકેતો જોવા મળે તો બિલકુલ ઈગ્નોર કરવું નહીં, તે ડાયાબિટીસના આગમનનો સંકેત હોઈ શકે છે.

Written By Viral Raval
Published: Oct 27, 2026, 09:35 AM IST | Updated: Oct 27, 2026, 10:34 AM IST
Image Credit: AI Generated Image
Join

અત્યારના સમયમાં આધુનિક લાઈફસ્ટાઈલ, ભાગદોડવાળી જિંદગી, ખરાબ ખાણીપીણી, અને ખરાબ દિનચર્ચાને પગલે લાઈફસ્ટાઈલ ડિસીઝ થવાના ચાન્સ વધુ રહે છે. જેમાંથી એક ડાયાબિટીસ પણ કહેવાય છે. હાલના સમયમાં ડાયાબિટીસના રોગીઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. શરીરમાં બ્લડશુરનું સ્તર વધે ત્યારે આપણું શરીર તે માપી લે છે અને સંકેતો આપતું હોય છે. જો તેને ધ્યાનમાં લઈએ  તો અનેક મુસીબતોથી બચી શકાય છે. ડોક્ટરો અને સ્વાસ્થ્ય તજજ્ઞોના જણાવ્યાં મુજબ સતત થાક લાગવો, વધુ ભૂખ લાગવી, વારંવાર પેશાબ માટે જવું, ઘા  ભરાતા વાર લાગે વગેરે ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે. જ્યારે બ્લડમાં શુગરનું પ્રમાણ વધે ત્યારે બોડી કેટલાક વોર્નિંગ સાઈન આપે છે જેને જો તમે સમયસર ઓળખી રહેશો તો  તમારા માટે સારું રહી શકે છે.

ડાયાબિટીસ વિશે થોડું જાણો..

બ્લડ શુગર વધવાના આ 10 લક્ષણો તમારે જાણવા ખુબ જરૂરી છે.

  1. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા હોવ છતાં તમને વારંવાર તરસ લાગે તે હાઈ બ્લડ શુગરનો સંકેત હોઈ શકે છે. જ્યારે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો કિડની વધારાની શુગરને પેશાબ દ્વારા બહાર કાઢવાની કોશિશ કરે છે. જેના કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં પ્રવાહી પદાર્થ નીકળે છે અને વારંવાર તરસ લાગે છે.
  2. ઉપર જણાવ્યાં પ્રમાણે જ્યારે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે ત્યારે કિડનીનું કામ વધે છે અને તે ગ્લુકોઝને પેશાબ દ્વારા બહાર કાઢવા લાગે છે. જેની સાથે પાણી પણ વધુ બહાર નીકળે છે જેનાથી પેશાબનું પ્રમાણ વધે છે. ખાસ કરીને રાતે વધુ પ્રમાણમાં પેશાબ માટે જવાનું થાય એવું બની શકે.
  3. પૂરતો આરમ કરવા છતાં જો થાક મહેસૂસ થાય તો ક્યારેક તે વધેલા બ્લડ શુગરના કારણે હોઈ શકે છે. ગ્લૂકોઝ શરીર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ જો ઈન્શ્યુલિનની સમસ્યા હોય તો કોશિકાઓ ગ્લુકોઝનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતી નથી. જેના કારણે થાક લાગે છે. જો કે થાક લાગવો એ ફક્ત ડાયાબિટીસનું લક્ષણ જ નહીં પરંતુ ઊંઘની સમસ્યા, એનીમિયા, થાઈરોઈડ સંબંધિત ગડબડી અને અન્ય હેલ્થ પ્રોબ્લમના કારણે પણ  થાક હોઈ શકે છે.
  4. જો વારંવાર  ભૂખ લાગતી હોય તો તે પણ બ્લડ શુગર વધવાનું વોર્નિંગ સાઈન હોઈ શકે છે. જ્યારે ઈન્શ્યુલિનનું ઉત્પાદન કે તેની કામ કરવાની સિસ્ટમ પ્રભાવિત થતી હોય તો શરીરની કોશિકાઓ ગ્લુકોઝનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતી. આવામાં શરીરને ઉર્જા મળતી નથી. અને ભૂખ વધી શકે છે.
  5. બ્લડ શુગર વધવાથી દ્રષ્ટિની પણ સમસ્યા  થઈ શકે છે. તેનાથી આંખોને સ્પષ્ટ રીતે ફોક્સ કરવાની ક્ષમતા પર અસર પડી શકે છે. ધૂંધળું દેખાઈ શકે છે.
  6. સતત મોઢું સૂકાવવું અને કોઈ પણ કારણવગર ત્વચા પર ખંજવાળ આવ્યા કરે તો તે વધેલી બ્લડ શુગરના કારણે હોઈ શકે છે.
  7. સતત હાઈ બ્લડ શુગર રહે તો શરીરમાં ઘા ભરાવવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. તેનાથી રક્ત સંચાર અને ઈમ્યુનિટી  ઉપર પણ અસર પડી શકે છે. જેના કારણે શરીર માટે સંક્રમણ સામે લડવામાં સમસ્યા થઈ શકે છે.
  8. વારંવાર યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન કે ફંગલ ઈન્ફેક્શન થાય તો તે ડાયાબિટીસનો પણ સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ શુગર શરીરની સંક્રમણ સામે લડવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.
  9. જો કોઈ પણ વ્યાયામ, ડાયેટ ફેરફાર વગર તમારું વજન ઉતરતું હોય તો તે પણ ડાયાબિટીસ માટે વોર્નિંગ સાઈન હોઈ શકે છે.
  10. હાથ અને પગમાં સતત ઝણઝણાટી થતી હોય, બળતરા કે સુન્ન પડી  ગયા હોવાનો અહેસાસ થાય તો તે લાંબા સમય સુધી બ્લડ શુગર વધવાથી નસોને થતી ક્ષતિનો સંકેત હોઈ શકે છે. જો લાંબા સમય સુધી ગ્લોકોઝનું સ્તર વધું રહેતું હોય તો નસોને નુકસાન પહોંચી શકે છે. જેના કારણે આવી સમસ્યા થઈ શકે છે.  

(Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.  Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES