SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Liver Health: લીવરમાં જમા ફેટ ઓગાળી બહાર કાઢી નાખે તેવા 4 દેશી પીણાં, લીવર થઈ જશે ડિટોક્સ

Liver Health: લીવરમાં જામેલા ફેટ અને ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે તેવા 4 દેશી પીણા વિશે આજે તમને જણાવીએ. તમને માફક આવે તેવા કોઈપણ એક પીણાંનો ઉપયોગ તમે કરી શકો છો.

Written By Krupa Shah
Published: Oct 23, 2026, 11:00 AM IST | Updated: Oct 23, 2026, 11:03 AM IST
Join

Liver Health: લીવરમાં ફેટ અને ગંદકી વધી જાય તો લીવર ડેમેજ થઈ શકે છે. ફેટ અને અન્ય ટોક્સિન્સ લીવરની કામ કરવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે. લીવરમાં ફેટ વધી જાય તો તેના કારણે શરીરના મહત્વપૂર્ણ કાર્યોમાં પણ તકલીફો થવા લાગે છે. લીવર બરાબર કામ ન કરે તો ગંભીર રોગ પણ થઈ શકે છે.

લીવર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. લીવરની કાર્યક્ષમતા પ્રભાવિત થાય તો કમળા સહિતની ગંભીર બીમારી પણ થઈ શકે છે. લીવરમાં ખરાબ ન આવે તે માટે લીવરમાં ફેટ જમા ન થાય અને ગંદકી શરીરમાંથી નીકળી જાય તે વાત પર ધ્યાન આપવું જોઈએ. અને આ કામ કરવામાં તમને 4 પીણાં મદદરુપ થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર 4 દેશી પીણાં એવા છે જેને લેવાથી લીવરની સફાઈ થાય છે અને શરીરમાંથી એવા ટોક્સિન નીકળી જાય છે જે લીવરની કાર્યક્ષમતાને પ્રભાવિત કરતાં હોય. તો ચાલો તમને જણાવીએ આ 4 ડ્રિંક્સ કયા છે.

લીવર માટે હેલ્ધી ડ્રિંક્સ

આ પણ વાંચો: Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી

લીંબુ અને આદુ

લીંબુમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોય છે. જ્યારે આદુ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપુર હોય છે. લીંબુ અને આદુની ચા પીવાથી લીવરની કાર્યક્ષમતા સુધરે છે કારણ કે તેનાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. લીંબુ અને આદુ લીવરની સફાઈ કરવામાં મદદ કરે છે.

મેથી પલાળેલું પાણી

જો તમે લીવર ડિટોક્સ કરવાની સાથે બોડી ફેટ પણ ઓછું કરવા માંગો છો તો મેથીનું પાણી પી શકો છો. મેથી પલાળેલું પાણી ડાયાબિટીસના પેશન્ટ માટે પણ લાભકારી છે. મેથીનું પાણી સવારે ખાલી પેટ લેવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો: Methi Side Effects: આ 4 લોકો મેથીની ભાજી ન ખાય એ જ સારું, ખાવાથી બગડી શકે છે તબિયત

હળદર વાળું દૂધ

લીવરને હેલ્ધી રાખવા માટે હળદર વાળું દૂધ પી શકો છો. એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધરાવતી હળદર લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હળદર વાળું દૂધ પીવાથી બોડીના ટોક્સિન્સ અને બેક્ટેરિયાથી બચાવ થાય છે. હળદર વાળું દૂધ મરી ઉમેરીને પીવું જોઈએ. તેનાથી લીવર હેલ્થ સુધરે છે.

ફુદીનાની ચા

ફુદીનાની હર્બલ ચા બનાવીને પીવાથી પણ લીવર હેલ્થ સુધરી શકે છે. લીવર ફંકશનમાં સુધારો કરવા માટે પાણીમાં ફુદીનાના પાન ઉકાળી તે પાણી પીવું. આ પાણી પીવાથી શરીરમાં ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને લીવરનું ફેટ પણ ઓછું થઈ શકે છે. 
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES