SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Silent Break Up: તમને ખબર છે સાયલન્ટ બ્રેકઅપ વિશે ? કોઈપણ સ્પષ્ટતા વિના પાર્ટનર આ રીતે સંબંધ કરી નાખે પુરા

Silent Break Up: બ્રેકઅપ પહેલા ઝઘડો થાય તે જરૂરી નથી. હવે કપલ કે કોઈ એક પાર્ટનર અલગ થવા માટે સાયલન્ટ બ્રેકઅપની રીત પણ અપનાવે છે. આ પ્રકારના બ્રેકઅપમાં લડાઈ-ઝઘડા કંઈ જ થતું નથી. જો તમને આ પ્રકારના બ્રેકઅપ વિશે જાણકારી નથી તો ચાલો જાણીએ બ્રેકઅપની આ નવી રીત વિશે.

Written By Krupa Shah
Published: Oct 01, 2026, 01:50 PM IST | Updated: Oct 01, 2026, 01:52 PM IST
Join


Silent Break Up: જે રીતે ડેટિંગમાં અલગ અલગ ટ્રેંડ જોવા મળે છે તે રીતે બ્રેકઅપના પણ પ્રકાર થઈ ગયા છે. જેમાંથી એક પ્રકાર છે સાયલન્ટ બ્રેકઅપ. સાયલન્ટ બ્રેકઅપ વિશે જ આજે જાણકારી મેળવીએ. રિલેશનશીપમાં સાયલન્ટ બ્રેકઅપનો ટ્રેંડ વધ્યો છે. સામાન્ય રીતે બ્રેકઅપ મોટા કારણ કે ઝઘડા પછી થાય છે પણ સાયલન્ટ બ્રેકઅપ નોર્મલ બ્રેકઅપથી સાવ અલગ હોય છે. તેમાં ચુપચાપ બે લોકો એકબીજાથી રસ્તો અલગ કરી લે છે.

સાયલન્ટ બ્રેકઅપ એટલે શું ?

બ્રેકઅપ એટલે લડાઈ, રડવું, માફી, રિસાવું, તકરાર થવી વગેરે. પરંતુ આ તો નોર્મલ બ્રેકઅપમાં હોય. હવે જે બ્રેકઅપ પછી કપલ અલગ થાય છે તેને સાયલન્ટ બ્રેકઅપ કહેવાય છે. જેમાં કપલ શાંતિથી કંઈપણ કહ્યા વિના, એકબીજા પર દોષ ઢોળ્યા વિના દુર થવા લાગે છે. આવા બ્રેકઅપમાં પહેલા મળવાનું ઓછું થાય છે, પછી પાર્ટનર વાત કરવાનું ઘટાડે છે, ધીરે ધીરે મેસેજ બંધ થાય છે અને પછી કોન્ટેક્સ સાવ બંધ કરી દે છે. ટુંકમાં વ્યક્તિ પોતાના પાર્ટનરથી ઈમોશનલી દુર થઈ જાય છે.

આ લક્ષણો જણાવશે પાર્ટનર સાયલન્ટ બ્રેકઅપના મૂડમાં છે

1. જો તમારા પાર્ટનર પણ સાયલન્ટ બ્રેકઅપના મૂડમાં હશે તો તે સૌથી પહેલા તમને મળવાનું ઘટાડશે. મોટાભાગે તો તે મુલાકાત ટળી જાય તેવો જ પ્રયત્ન કરશે. પરંતુ મળવું જ પડે તેવું હશે તો પણ તે મુલાકાત પછી ખુશ નહીં હોય. તેનામાં પહેલા જેવો ઉત્સાહ નહીં દેખાય.

2. મુલાકાત પછી પાર્ટનર વાતચીત પણ ઘટાડી નાખશે. તે સામેથી તમને કોલ નહીં કરે અને જો તમે કોલ કરશો તો પણ થોડી વાત કરી કોઈનો ફોન આવે છે કે પછી કામ છે તેવું કહી વાત પુરી કરી દેશે. પાર્ટનર પછી કોલ કરું કહેશે પણ કોલ આવશે નહીં.

3. સાયલન્ટ બ્રેકઅપમાં પાર્ટનર તમને મેસેજ પણ નહીં કરે. વાત કરવાનો સમય ન હોય અને તમે મેસેજ કરો તો તેના રિપ્લાય લેટ કરશે અથવા તો શોર્ટ જવાબ આપી વાત પુરી કરી દેશે. વાત કરવામાં પાર્ટનરને રસ નહીં હોય.

4. સાયલન્ટ બ્રેકઅપના મોડમાં પહોંચી ગયેલા પાર્ટનરને તમારી ખુશી, દુ:ખ કે કોઈપણ લાગણીથી ફરક નહીં પડે. ટુંકમાં પાર્ટનર તમારી સાથે હશે તો પણ તે તમારા ઈમોશનને સમજશે નહીં.

5. સાયલન્ટ બ્રેકઅપમાં પાર્ટનર કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરશે નહીં. બસ ચુપ રહી તમારાથી દુર થઈ જશે. તેની પ્રાથમિકતા બદલી જશે. તેના પ્લાનમાં બીજા સામેલ હશે પણ તમે નહીં હોવ. આવું થાય તો સમજી લેજો કે સંબંધ પુરા થઈ ગચા છે. અન તમારે પણ મૂવ ઓન કરવાનો સમય આવી ગયો છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES